Abtak Media Google News

સામગ્રી :

  •  ૫૦૦ ગ્રામ ચણાનો લોટ
  •  ૮૦૦ ગ્રામ ખાંડ
  •  ૨૫૦ ગ્રામ મોળો માવો
  •  એલચી જાયફળનો ભુકો
  •  બદામ કિસમિસ દ્રાક્ષ
  •  ૧૧ થી ૧૨ તાંતણા કેસર
  •  કેસરી મીઠાઇનો રંગ ચપટીભર
  •  એક વાટકી દૂધ

રીત :

સૌ પ્રથમ ચણાના લોટને ૧ ટે સ્પુન દૂધ અને ૧ ટે સ્પુન શુધ્ધ ઘી સાથે એક નાની ચપટી ભર મીઠાઇનો કેસરીરંગ નાખી પાણીમાં પલાળી પાતળો ડોળ બનાવો.

હવે એક કડાઇમાં ઘી મુકી ગરમ થાય ત્યારે બુંધી પાડવાના ઝારાથી બુંદી પાડવી.

બુંદીને મિક્સરના કરકરી પીસવી.

ત્યારબાદ તેમા એલચી, જાયફળનો ભુકો, કિસમિસ અને કાચોમાવો છૂટો કરી ભભરાવોે.

 

ચાસણી બનાવવાની રીત :

એક તપેલીમાં ૧૦૦ ગ્રામ પાણી મુકી ગરમ થાય ત્યારે તેમાં ખાંડ ઉમેરવી. થોડુ દૂધ નાખી ત્રણ તારની ચાસણી બનાવવી.

ગરમ દૂધમાં અડધા કલાક માટે કેસરને પલાળી રાખવી. અને ચાસણીમાં ઉમેરવી.

ગેસ બંધ કરી તૈયાર કરેલ મિશ્રણને ચાસણીમાં બરાબર એક રસ થાય તે મુખ્ય હલાવી ભેળવવું.

આ રીતે તૈયાર થયેલ મિશ્રણને આશરે એક કલાક જેટલા સમય માટે પડ્યા રહેવા દેવું.

બદામને ઝીણી કાતરી સમારી મિશ્રણના ભેળવવું અને હાથમાં થોડુ ઘી લઇ મધ્યમ કદના લાડુ વાળવા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.