Abtak Media Google News

ડે. મેયર ડો. દર્શીતાબેન શાહની મ્યુનિસિપલ કમિશનરને રજુઆત

કવિ શ્રી રમેશ પારેખ રંગદર્શનના પ્રશ્ને તથા હરિહર ચોક પાસેના વોકળા પર સ્લેબ ભરી પહોળો કરવા મ્યુનીસીપલ કમિશનરને  ડે.મેયર ડો.દર્શિતાબેન શાહે રજુઆત કરી છે.

ડે.મેયર ડો.દર્શિતા શાહ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને કવિ શ્રી રમેશ પારેખ રંગદર્શનના પ્રશ્ને તથા હરિહર ચોક પાસે રહેલ વોકળા પર સ્લેબ ભરી પહોળો કરવા તથા પાર્કિંગની સુવિધા ઉભી કરવા સંદર્ભ રજૂઆત કરેલ છે.  રેસકોર્ષ સ્થિત  કવિ શ્રી રમેશ પારેખ રંગદર્શનને કલર કામ કરી રીનોવેશન કરવું જરૂરી છે. તેમજ છતમાં તથા દીવાલમાં ભેજ આવતો હોય જેથી સત્વરે વોટર પ્રુફીંગ કરાવું જરૂરી છે. તેમજ અંદરના ભાગમાં તથા રૂમમાં રાત્રીના સમયે પ્રકાશ ઓછો પડતો હોય જેથી લાઈટની સુવિધા વધારવી જરૂરી છે. તેમજ બહારના ભાગમાં  કોર્પોરેશનનો લોગો મુકવો જરૂરી છે. સ્વીચ બોર્ડ વગેરે ખુલ્લા હોય તેને પ્લેટ લગાવી બંધ કરવા જરૂરી છે. તેમજ જરૂર જણાયેલ નાનું મોટું રીપેરીંગ કરવું જરૂરી છે. કવિ શ્રી રમેશ પારેખ રંગદર્શનનો બહોળી સંખ્યામાં સાંસ્કૃતિક કાર્યક્રમો માટે ઉપયોગ થતો હોય જેથી વધુ સારી સુવિધા શહેરીજનોને મળી રહે.

તેમજ શહેરમાં આવેલ હરીહર ચોકમાં ચાર રસ્તા ભેગા થાય છે. આ ચોક ગીચતાવાળો ચોક છે. બાજુમાં સદર બજાર આવેલ છે. જે સીઝન માર્કેટ છે. જેથી ટ્રાફિકનો પ્રશ્ન રહે છે. અને આ ચોકમાં સાઈડમાં મોટો વોકળો આવેલ છે. ત્યાં કોઈપણ જાતના રહેણાંક મકાન કે દુકાન આવેલ નથી. જેથી આ વોકળા પર સ્લેબ ભરીને રસ્તો પહોળો કરી શકાય તેમ છે. અને કોઈપણ દબાણ હટાવવાનો પ્રશ્ન ઉપસ્થિત થઇ શકે તેમ નથી. જેથી અહિ બજારમાં આવતા શહેરીજનોને પાર્કિંગની વધુ સારી સુવિધા મળી શકે તેમ છે. ઉકત કામગીરી વોકળા પર બિમ કોલમથી સ્લેબ ભરી થઇ શકે તેમ છે. તેમજ ઉકત કામગીરીથી રસ્તો પહોળો થશે. અને ટ્રાફિકની સમસ્યા પણ હલ થશે. તથા પાર્કિંગ સુવિધા પણ મળી શકે તેમ છે.

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.