Abtak Media Google News

ચૈત્ર સુદ એકમથી નોમની નવરાત્રિમાં મહાકાલી દેવીની ઉપાસના શત્રુ નાશ તથા શક્તિ પ્રાપ્તિ માટે થાય છે. અષાઢ સુદ એકમથી નોમની નવરાત્રિમાં શ્રી મહાલક્ષ્‍મીની ઉપાસના સર્વ પ્રકારનાં સુખ શાંતિ, ધન પ્રાપ્તિ માટે થાય છે. આસો સુદ એકમથી નોમની નવરાત્રિમાં શ્રી નવદુર્ગા થાય છે.

Navratri Ts 7591હિન્દુ ધર્મમાં દેવી દુર્ગા મુખ્ય દેવી છે અને શક્તિ પણ છે. તે અંધકાર અને અજ્ઞાનતા દૂર કરનારી અને રક્ષા કરનારી કલ્યાણકારી દેવી છે. એટલા માટે દરકે વ્યક્તિએ તેમની પૂજા મનથી કરવી જોઈએ. વાસ્તુશાસ્ત્રમાં કેટલીક એવી વાતો જણાવામાં આવી છે જેનું ધ્યાન રાખીને તમે જલ્દીથી પૂજાનું ફળ પ્રાપ્ત થાય છે.

23 5Aaa5D0D1D10Fવાસ્તુશાસ્ત્ર અનુસાર, ધ્યાન માટેનું ક્ષેત્ર ઉત્તર-પૂર્વ (ઈશાન ખૂણો) ગણવામાં આવે છે. ઉત્તર દિશા તરફ મોઢું રાખીને ધ્યાન કરવાથી મગજ શાંત રહે છે. એટલા માટે નવરાત્રીમાં કળશની સ્થાપના આ દિશામાં કરવી જોઈએ.

માતાજીની મૂર્તિને લાકડાના પાટલા પર રાખવી. જો ચંદનનો બાજોઠ હોય તો એકદમ ઉત્તમ છે. વાસ્તુશાસ્ત્રમાં ચંદનને શુભ અને સકારાત્મક ઉર્જાનું કેન્દ્ર માનવામાં આવ્યું છે. તેનાથી વાસ્તુદોષ દૂર થાય છે.

ચૈત્રી નવરાત્રિ નિમિત્તે શક્તિપીઠ અંબાજી સહિતના માઇ મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડશે. આ વર્ષે એટલે કે વિક્રમ સંવત ૨૦૭૫માં અખંડ નવરાત્રિની આરાધના થઇ શકશે.  આથી ચૈત્રી નવરાત્રિ સાથે જ માઇ ભક્તો આરાધના, મંત્ર, જપાદિ અનુષ્ઠાનમાં લિન્ન થઇ જશે. જ્યોતિષીઓના મતે ઘટસ્થાપન પૂર્વ દિશામાં કરવું જોઇએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.