Abtak Media Google News

દરેક જગ્યાએ જમવા જતી વખ્તે સૌ પ્રથમ મેન્યૂમાં ધ્યાને ખેચતું અને મુખ્ય આકર્ષણ તે સ્ટાર્ટર . તો શું તમે પણ આ લોકડાઉનના દિવસોમાં મસ્ત તે હોટલ જેવુ એક સ્ટાર્ટર ઘરની સામગ્રીથી બનાવો. જે એકદમ અલગ અને સરળ રીતે બની જશે.

આ નાસ્તો બનાવા માટેની સામગ્રી :-

  • ૩૦૦ ગ્રામ કાજુ
  • ૨ ચમચી બેસન
  • ૪ ચમચી ચોખાનો લોટ
  • ૧ ચમચી લાલ મરચું (તીખાશ પ્રમાણે)
  • ૧/૨ ચમચી સંચળ
  • ૧ ચમચી ચાટ મસાલો
  • ૧ ચમચી કસુરી મેથી
  • ૧/૨ હળદર
  • તેલ તળવા માટે
  • ૧/૨ મરી પાઉડર
  • મીઠું સ્વાદ અનુસાર

આ નાસ્તો બનાવાની રીત :-

  • સૌ પ્રથમ એક બાઉલમાં કાજુ,બેસન, મીઠું,મરી,હળદર,મરચું પાઉડર આ બધુ મિક્સ કરો.
  • ત્યારબાદ તેમાં થોડું પાણી ઉમેરી તેને ફરીથી મિક્સ કરો.
  •  તેમાં ૨-૩ટીપાં તેલ નાખી તેને ૫ મિનિટ સુધી ફ્રાય કરો જ્યાં સુધી તે સોનેરી થાય.
  • આટલું થયા બાદ એક બીજા બાઉલમાં આ બધા મસાલા જેમાં મરી,મીઠું, લાલ મરચું, હળદર,કસુરી મેથી અને ચાટ મસાલો નાખી મિક્સ કરો.
  • છેલ્લે આ બધુ તૈયાર થયા બાદ કાજુને આ મસાલામાં ઉમેરીને તૈયાર કરો એકદમ સ્વાદિષ્ટ સ્ટાર્ટર , જે એકવાર બનાવો દરેક ઘરનાને  ભાવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.