Abtak Media Google News

દર વર્ષે ૨૫ ડિસેમ્બરના રોજ ક્રિસમસની ઉજવણી કરવામાં આવે છે.ખ્રિસ્તીઓ આ તહેવારની ઉજવણી ૨૪ ડિસેમ્બરની સાંજથી શરૂ કરી દે છે. ક્રિસમસમાં લોકો ક્રિસમસ ટ્રીની સજાવટ કરે છે અને પાર્ટીનું આયોજન કરે છે.પાર્ટીમાં સાંતાકલોઝને બોલાવે છે અને સાંતાકલોઝને બાળકોને અલગ અલગ ગિફ્ટ આપે છે.આ તહેવાર કુટુંબીજનો અને મિત્રો બધા જ સાથે મળીને ઉજવે છે.

નાતાલ આવે એટલે દરેકને કેક તો યાદ આવે જ. સાથે કોઈ પણ જગ્યા એ પાર્ટી હોય તો એમાં નવું શું બનાવું એ પ્રશ્ન દરેકને ક્યારેક થતો હોય છે. જેનાથી આ પાર્ટીમાં લાગે કઈક એકદમ નવું. તો આ નાતાલ માટે અનુરૂપ અને આ ખાસ વાનગી.

Screenshot 5 15

કપકેક બનાવા માટે મુખ્ય સામગ્રી :-

  • ૨00 ગ્રામ મેંદો
  • ૧.૫ ટેબલસ્પૂન બેકિંગ પાઉડર
  • ૧/૨ ટેબલસ્પૂન બેકિંગ સોડા
  • ૬૫ ગ્રામ ખાંડ (કેસ્ટર)
  • ૭૦ ગ્રામ સોલ્ટેડ બટર
  • ૧ ટેબલસ્પૂન કૉફી પાઉડર
  • ૧ કપ હોટ વોટર
  • ૧/૨ ટીન સ્વીટ ક્ન્ડેન્સ્ડ મિલ્ક
  • ૫-૬ ટેબલસ્પૂન કોકો પાઉડર
  • ૧ ટેબલસ્પૂન વેનીલા એસેન્સ

તેને સજાવવા માટેની સામગ્રી :-

આઇસક્રીમ કોન્સ
વ્હાઇટ વ્હિપ્ડ ક્રીમ /બટરક્રીમ ફ્રોસ્ટિંગ
ગ્રીન વ્હિપ્ડ ક્રીમ /બટરક્રીમ ફ્રોસ્ટિંગ
સ્પ્રિઁક્લ સ્ટાર/બોલ્સ

આ કપ કેક બનાવાની રીત :-

Wintertrreecupcakes

  • સૌ પ્રથમ કપ કેક મોલ્ડ/ ટીનને ગ્રીસ કરી લેવું અને ઓવનને 160’C પર પ્રિ હિટ માટે મૂકવું.
  • ગરમ પાણીમાં કૉફી પાઉડર ઉમેરી મિક્ષ કરી બાજુ પર રાખવું.
  • એક બાઉલમા મેંદો, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા અને કોકો પાઉડર લઇ મિક્ષ કરી 3 વાર ચાળી લેવું.
    બીજા બાઉલમા ક્રીમ, બટર અને ખાંડ લઇ વ્હાઇટ ફ્લ્ફી ન થાય ત્યાંસુધી મિક્ષ કરવું, પછી તેમા વેનીલા અને ક્ન્ડેસ્ડ મિલ્ક ઉમેરી મિક્ષ કરવું. પછી મેંદાવાલુ મિક્ષણ અને કૉફીવાલુ મિક્ષણ એક પછી એક ઉમેરી બરાબર મિક્ષ કરવું.
  • બેટર થિક પણ પોરિંગ હોવુ જોઈએ.
  • હવે કપકેક મોલ્ડમા બેટર૧/૨-૨/૩ જેટલું ભરવું.
  • પ્રિ હિટેડ ઓવનમા ૧૫ મિનિટ માટે બેક કરવું.
  • કપકેક ઠંડા થાય ઍટલે મોલ્ડમાથી કાઢી લેવા.
  • વ્હાઇટ ફ્રોસ્ટિંગ કપકેક ઉપર સ્પ્રેડ કરી, આઈસ ક્રીમ કોન ઉંધો મૂકી ગ્રીન ફ્રોસ્ટિંગ પાઇપિંગ બેગમા ભરી સ્ટાર નોઝલ વડે કોન પર સ્ટાર બનાવવા.
  • સ્પ્રિઁક્લ સ્ટારથી ગાર્નિશ કરવું.
  • તો તૈયાર છે ક્રિસમસ ટ્રી કપકેક.

તો આ ક્રિસમસ અવશ્ય બનાવો કઈક આ પ્રકારની કેક અને તમારા નાતાલને ઉજવો એકદમ ખાસ. બાળકો આવી કેકથી આકર્ષિત થશે કારક કે બાળકોને કોઈ પણ વાનગી કંઈક નવીનતા સાથે પીરસો તો તેઓ આનંદીત થઈ જાય છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.