Abtak Media Google News

પાપડના સમોસા બનાવવા જરૂરી સામગ્રી :

એક વાટકી મગ

લાલ મરચું

સ્વાદાનુસાર મીઠું

લીંબુના ફૂલ

ગરમ મસાલો

બે ચમચી તેલ

કિસમિસ

ટુકડા કરેલા કાજુ

જીરું

તળવા માટે તેલ

અડદના પાપડ.

પાપડના સમોસા બનાવવા માટેની રીત : 

મગને છ કલાક નવશેકા પાણીમાં પલાળવા, બરાબર પલળી ગયા બાદ તેને સૂકા જ અધકચરા વાટી લેવા.

ત્યારબાદ થોડું તેલ મૂકી જીરું નાંખી અને તેમાં વાટેલા મગ તથા બધો મસાલો નાખી બરાબર મિક્સ કરવું. ત્યારબાદ અડદના પાપડના ટુકડા કરી પાપડ પર પાણી લગાડીને તેને પાનબીડાની જેમ વાળવું. ત્યારબાદ તેમાં મગનો મસાલો ભરવો. જો પાણીથી બરાબર ન ચોંટે તો ઘઉંના લોટની પેસ્ટ બનાવીને ચોટાડવું. પછી તેલ મૂકીને સમોસાને ધીમા તાપે તળી લેવા. આ સમોસાને ચટણી કે સોસ સાથે પીરસવું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.