Abtak Media Google News

ઇન્વેસ્ટર અને ઇનોવેટર બંનેએ સાનુકુળ બની અમારા પ્રયાસને સફળ બનાવ્યો: હંસરાજભાઇ ગજેરા

હાલમાં દેશભરમાં હેન્ડ ટુલ્સ, પાવર ટુલ્સ અને કોર્ડલેસ ટુલ્સમાં ૭૦ ટકા વસ્તુઓ આયાત થાય છે આપણે તેમાં થોડુ ઉત્પાદન કરીશું તો પણ આત્મનિર્ભર ભારત અભિયાનમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકીશું

 

અબતક, રાજકોટ

આવી જ વધુ એક ઘટના અને પ્રયાસ તાજેતરમાં આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ‘આત્મનિર્ભર ભારત અભિયાન’ને સાકાર કરવા, લઘુ ઉદ્યોગ ભારતી અને સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ-ગુજરાત (એમએસએમઇ)ના સંયુકત ઉપક્રમે આયોજીત ‘મેક ઇન ઇંડીયા શો ૨૦૨૧’માં બનેલ છે. હાલમાં આપણા દેશમાં હેન્ડ ટુલ્સ, પાવર ટુલ્સ અને કોર્ડલેસ ટુલ્સની ૭૦ ટકા વસ્તુઓ આયાત ઇ રહી છે. તેમા ૩૦૦ વસ્તુઓની પસંદ કરી આ શોમાં પ્રદર્શિત કરાયેલ અને આનંદની વાત એ છે ત્રણ દિવસીય આ શોનાં સમાપન સો આ વસ્તુઓના ઉત્પાદન સંબંધિત ૫૫ એમ.ઓ.યુ. થયા છે. ઉદ્યોગકારોએ દર્શાવેલ આ ઉત્સાહ આ શો ની સફળતા દર્શાવે છે અને ફરી-ફરી આ પ્રકારના શો કરવા માટે આયોજકોનો ઉત્સાહ વધારેલ છે.

લઘુ ઉદ્યોગ ભારતી-ગુજરાતના ઉપપ્રમુખ અને આયોજક કમિટિના ચેરમેન હંસરાજભાઇ ગજેરાએ વિસ્તૃત વિગત આપતા જણાવ્યું હતું કે, ‘હાલના માહોલમાં કોરોના મહામારી ડર અને વરસાદી માહોલ વચ્ચે ખૂબ જ ટૂંકાગાળામાં ‘મેક ઇન ઇંડીયા ૨૦૨૧’ શો નું આયોજન કરાયું. આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી ‘આત્મનિર્ભર ભારત અભિયાન’ અંતર્ગત વિવિધ પ્રકલ્પો ચલાવી રહ્યા છે ત્યારે અમોએ હેન્ડ ટુલ્સ-પાવર ટુલ્સ અને કોર્ડલેસ ટુલ્સની ૩૦૦ વસ્તુઓ પસંદ કરી અહીં પ્રદર્શિત કરી. ત્રણ દિવસ દરમ્યાન રાજકોટ, બહારગામ અને અન્ય રાજ્યોમાંી પણ ઉદ્યોગકાર અને વિર્દ્યાીઓ શાની મુલાકાતે આવ્યા. વસ્તુઓને  નિહાળી માહિતગાર બન્યા. આ ક્ષેત્રની ૭૦ ટકા વસ્તુઓ આયાત ાય છે. તેમાંથી આપણે પ્રયાસ કરી મહત્તમ વસ્તુઓનું ઉત્પાદન કરીશું તો આત્મનિર્ભર ભારત અભિયાન ર્સાક કરી શકીશું. સાોસા વિદેશી હુંડીયામણમાં પણ બચાવ કરી શકીશું. અમે પહેલેી જ બધાને કહ્યું કે, આપ આવો, પ્રદર્શન જુવો, વિચારો અને

આગળ વધો. આ શો દરમ્યાન ૧૭૦ ઉદ્યોગકારોએ ઉત્પાદનમાં આગળ વધવા ઉત્સાહ દાખવ્યો અને ૫૫ ઉદ્યોગકારોએ એમઓયુ કર્યા. આ શો એક પાયલોટ પ્રોજેકટ છે. આપણે ત્યાં ૧૦ી ૧૫ હજાર વસ્તુઓ આયાત ઇ રહી છે તેમાં જીમ, સ્પોર્ટસ, ટેક્ષટાઇલ્સ મશીનરી, કેમીકલ, મેડીકલ ઇકવીપમેન્ટ, ફાર્મા, ફુડ પ્રોસેસીંગ મશીનરી વગેરેનો સમાવેશ  છે.હવે પછી અન્ય સેગમેન્ટને પણ ધ્યાને લેવાશે.’

ત્રણ દિવસીય આ શો દરમ્યાન પ્રદર્શન ઉપરાંત વિવિધ ટોક-શો યોજાયા, જેમાં કોમ્પીટન્ટ મેન્યુફેકચરીંગ, જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને બેંક દ્વારા આયોજિત ટોક-શોમાં સરકારની વિવિધ ફાયનાન્સ પોલીસી અને યોજનાઓ, સીઇડી દ્વારા આયોજિત ટોક-શોમાં સ્ટાર્ટ-અપ અને એન્ટરપ્રીનોર ડેવલપમેન્ટ વિષયક માર્ગદર્શક ટોક-શો યોજાયા અને તેમાં બહોળી સંખ્યામાં ઉદ્યોગપતિઓ અને ઇનોવેટરોએ ભાગ લીધો હતો. સાોસા બુકમાયપાર્ટસના સહયોગી વિવિધ પાર્ટસ આ શો માટે પ્રદર્શિત કરાયા હતા.

દેશભરમાં કાર્યરત લઘુ ઉદ્યોગ ભારતી સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ માટે છેલ્લા ૨૫ વર્ષી કાર્યરત છે અને અનેક સફળ કાર્યક્રમો કી ઉદ્યોગકારો માટે મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે. આ શો પણ ‘વોકલ ફોર લોકલ’ સૂત્રને ર્સાક કરતો બની રહ્યો છે. લઘુ ઉદ્યોગ ભારતી ફકત શોનું  આયોજન જ નહિ પરંતુ ત્યાર બાદ પણ દરેક તબકકે જરી માર્ગદર્શન પુરુ પાડે છે.

આ શો માં પાવર ટુલ્સ, હેન્ડ ટુલ્સ, કોર્ડલેસ ટુલ્સ, કલીનિંગ ટુલ્સ વગેરે સહિત કુલ ૩૦૦ વસ્તુઓ પ્રદર્શિત ઇ. ત્રણ દિવસ દરમ્યાન ૧,૧૦૦ મુલાકાતીઓ પધાર્યા અને તેમાંી ૯૦૦ ઔદ્યોગિક મુલાકાતીઓ હતા. એન્જીનીયરીંગ કોલેજના ૨૦૦ વિર્દ્યાીઓએ  મુલાકાત લઇ માહિતગાર યા અને ૫૫ એમઓયુ યા.

રાજકોટનાં રાજકોટ એન્જીનીયરીંગ એસોસીએશનના હોલ ખાતે યોજાયેલ આ શો માં રંજી કુમાર જે, પ્રકાશ ચંદ્ર ગુપ્ત , બલદેવભાઇ પ્રજાપતિ, હંસરાજભાઇ ગજેરા, પરેશભાઇ વાસાણી, જયભાઇ માવાણી, વી. પી. વૈષ્ણવ , રમેશભાઇ ટીલાળા, નરેન્દ્રસિંહ જાડેજા , યોગીનભાઇ છનીયારા , નરેશભાઇ શેઠ , રમેશભાઇ પાંભર , રમેશભાઇ ગજેરા , જયંતિભાઇ સરધારા , જયેશભાઇ ચાવડા , નિલેશભાઇ

માકડીયા , હસુભાઇ સોરઠીયા , જયેશભાઇ ભંડેરી , મુકેશભાઇ મલકાણ, મહેશભાઇ જીવાણી , નરેન્દ્રભાઇ દવે ,પરાક્રમસિંહ  જાડેજા , હેમાંગભાઇ ઢ ેબર  ઉપરાંત બહોળી સંખ્યામાં ઉદ્યોગ સાહસિકો અને આમંત્રિતો ઉપસ્તિ રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.