મોટેલ ધ વિલેજ રિસોર્ટમાં જન્માષ્ટમીનો આનંદ માણી પર્વને અવિસ્મરણીય બનાવો

એમટીવીમાં ડિસ્કાઉન્ટ સાથે અત્યાધુનિક કોટેજીસ, લંચ, ડિનર, બ્રેક સ્ટાફ, વાઇફાઇ, લોન્ડ્રી સહિતની ફેસેલીટી ઉપલબ્ધ

 

અબતક, રાજકોટ

શ્રાવણ વદ અષ્ટમી એટલે નટખટ ક્રિષ્ના કનૈયાના પૃથ્વી પરના અવતરણનો દિવસ કાન્હાના જન્મદિવસને વધાવવા સમગ્ર વિશ્ર્વ જન્માષ્ટમી નો તહેવાર ધામધુમ પૂર્વક ઉજવે છે. અર્ધમ-દુરાચાર અસુરી શકિતનો નાશ કરવા પ્રભુ મનુષ્યરુપે અવતરી સમગ્ર વિશ્ર્વને અસુરી શકિતથી મુકત કરાવે છે તેથી જ સમગ્ર વિશ્ર્વ ખાસ કરીને સૌરાષ્ટ્ર જન્માષ્ટમી નો તહેવાર ધામધુમથી ઉજવે છે.

દર વર્ષની જેમ જ મોટલ ધ વિલેજ રિસોર્ટ પણ આ પર્વને પરંપરાગત ધામધુમથી ઉજવવા તૈયાર છે. લોકો એમટીવી નાં નૈર્સગીક લીલાછમ કુદરતી વાતાવરણમાં પરિવાર, મિત્રો, સ્નેહી સાથે જન્માષ્ટમી ઉજવશે. સૌને આ તહેવાર માં એમટીવી માં પધારવા અનુરોધ કરાયો છે.

મોટલ ધ વિલેજ આ વર્ષે પણ નવા નવા આકર્ષણો સાથે જન્માષ્ટમી રંગેચંગે ઉજવવા થનગને છે. મોટલ ધ વિલેજમાં ગોકુળીયા ગામ વૃંદાવન ધામ ખાતે મટકી ફોડનો કાર્યક્રમ ધામધુમથી ઉજવાશે. અને કાન્હાના જન્મના વધામણા કરાશે હાથી ઘોડા પાલખી નંદ ઘેર આનંદ ભર્યો ના ઉદધોષ સાથે અલૌકિક વાતાવરણથી તહેવારને ચાર ચાંદ લાગશે.

મોટર ધ વિલેજનાં સ્વાદિષ્ટ શુઘ્ધ ભાવતા ભોજનીયા જેવા કે પંજાબી, ચાઇનીઝ, કાઠિયાવાડી, કોન્ટીનેટલ, થાઇ, ઇટાલીયન, મેકસીકન જેવી પોષ્ટીક વાનગીના રસથાળનો આપ આનંદ લઇ શકશો.

તહેવારને યાદગાર બનાવવા અન્ય આકર્ષણો જેવા કે કઠપુતલીના ખેલ, રાજસ્થાની નૃત્ય, ગઝલ, ડિસ્કોથેક, ટેટુ આર્ટીસ્ટ, સ્કેચ આર્ટીટસ્ટ  સાથે ઇન્ડોર ગેમ, ચેસ, કેરમ, પુલ, ટેબલ ટેનીસ, ડોલ કેપ્ચર જેવી ગેઇમનો આનંદ લઇ શકશો. સાથે ટ્રેડીશનલ ગેઇમ:, આર્ચરી, રાઇફલ શુટીંગ, જમ્પીંગ એર જમ્પીંગ, બંજી જમ્પીંગ, બેબી કાર, બેબી સ્કુટરથી તહેવારને ચાર ચાંદ લાગશે.

એમટીવી ના અત્યાધુનિક કોટીજીસનાં પેકેજનો લાભ લોકોને મળશે. એમટીવી ખાતે ઝકુગી વાળા સ્વીમીંગ પુલ વાળા વિલા ટાઇપ કોટેજીસ એસી સુપર ડિલક્ષ, ડિલક્ષ રુમ્સ ડિસ્કાઉટ (સ્પેશીયલ) સાથે પેકેજ ઉપલબ્ધ છે. જેમાં લંચ, ડિનર, બ્રેક ફાસ્ટ, સન્કેસ સાથે વાઇફાઇ ફેસીલીટી લોન્ડી ફેસીલીટી ઉપલબ્ધ છે.

મોટર ધ વિલેજ રિસોર્ટમાં તહેવારનો આનંદ માણવા અને વધુ વિગતમાટે રચિત પોપટ મો. નં. 97272 33297 નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.