Abtak Media Google News

તમે પણ બાળકો માટે કંઈક હેલ્ધી અને ટેસ્ટી બનાવવાનું વિચારી રહ્યા છો તો “રવાના ચીઝ ટોસ્ટ” બેસ્ટ ઓપ્શન છે. બાળકોને પસંદ તો પડશે જ પણ સાથે સાથે બનાવવામાં પણ એટલી જ સરળ છે. તો ચાલો આજે આપણે શિખીશું ક્રિસ્પી અને ટેસ્ટી રવા ચીઝ ટોસ્ટ.

સામગ્રી :

  • બ્રેડ 2 સ્લાઈસ
  • એક બારીક સમારેલી ડૂંગળી
  • લીલું મરચું બારીક સમારેલું
  • તેલ 2 ચમચી
  • મરી પાવડર અડધી ચમચી
  • રવો 2 ચમચી
  • જીણું સમારેલું ટમેટુ એક ચમચી
  • તાજું ક્રીમ એક ચમચી
  • મીઠું સ્વાદ અનુસાર
  • કોથમીર જીણી સમારેલી
  • આખા ધાણા એક ચમચી

રવા ચીઝ ટોસ્ટ બનાવવાની પદ્ધતિ :

સૌથી પહેલાં ડૂંગળી, ટમેટા, લીલું મરચુ, કોથમીર જીણી સમારી લો.એક ચમચી રવો નાંખી પેસ્ટ બનાવો એક બાઉલમાં રવો, જીણી સમારેલી ડૂંગળી, ટમેટા, લીલું મરચુ, ક્રીમ, મીઠું અને મરી પાવડર નાંખી મિક્સ કરીને એક બાજુ રાખી દો.

એક ચમચી રવાની પેસ્ટ લઈને ટોસ્ટ પર ફેલાવી દો. ઓવનને 180 ડિગ્રી પર પ્રિહીટ કરો. બ્રેડને બે સ્લાઈઝમાં કાપી લો. એક નોન સ્ટીક પેનમાં મીડિયમ આંચ પર ગરમ કરી તેલ લગાવી ગોલ્ડન બ્રાઉન કલર અને ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાઈ કરો.

ત્યારબાદ બ્રેડ સ્લાઈસને નોન ગ્રીસ્ડ બેકિંગ ટ્રે પર રાખી ગ્રેટેડ મોઝરેલા ચીઝથી ટોપિંગ કરો. હવે તેને ઓવનમાં બેક કરો. બેક થયા પછી તેને કોથમીરથી ગાર્નિશ કરો. લો તૈયાર છે ક્રિસ્પી અને સ્વાદિષ્ટ રવા ચીઝ ટોસ્ટ. ગરમ ગરમ કેચઅપ કે ચટણી સાથે સર્વ કરો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.