Abtak Media Google News

મસાલા પાઉં બનાવવા માટેની સામગ્રી :
૪ થી ૬ પાઉં
૧/૪ કપ ડુંગળી બારીક સમારેલ
૧/૪ કપ શિમલા મરચું બારીક સમારેલ
૧ ટામેટું બારીક સમારેલ
૧/૪ કપ પનીરનો ચૂરો (ઈચ્છો તો)
૧/૨ નાની ચમચી લસણ-આદુની પેસ્ટ
૧/૨ નાની ચમચી પાઉં-ભાજી મસાલો
ચપટી હળદર
મીઠું સ્વાદાનુસાર
તેલ
કોથમીર સમારેલ

  • મસાલા પાઉં બનાવવાની રીત :
  • મસાલા પાઉં બનાવવા માટે સૌ પ્રથમ પાઉંની સ્લાઈસ કરી લો.૧ ડુંગળી, ૨ ટામેટા, ૧ કેપ્સીકમ, આદુ-લસણની પેસ્ટ, લીલા મરચાની પેસ્ટ તૈયાર કરો.એક ફ્રાયપેનમાં તેલ/ઘી ગરમ કરો. તેમાં ડુંગળી નાખી મધ્યમ આંચ પર ફ્રાય કરો.તેમાં જીરું નાખો. ત્યારબાદ તેમાં આદુ-લસણ-મરચાની પેસ્ટ મિક્સ કરો.ત્યારબાદ તેમાં ડુંગળી મિક્સ કરો.હવે ફ્રાયપેનમાં ટમેટું, હળદર પાવડર, પાઉં-ભાજી મસાલો અને નીઠું નાખી મિક્સ કરો.જ્યારે ટામેટા નરમ થઈ ચડી જાય ત્યારે તેમાં શિમલા મરચું નાખી મિક્સ કરો.શિમલા મરચું હલાવી નરમ થવા સુધી હલાવો, ત્યારબાદ તેમાં પનીર નાખી મિક્સ કરો.હવે ફ્રાયપેનને ઢાંકી દો અને મસાલા ગ્રેવીને ૧ થી ૨ મિનિટ સુધી મધ્યમ આંચ પર રાંધી ગેસ બંધ કરી દો.હવે ગેસ પર પાઉં ગરમ કરો. ઈચ્છોતો થોડું માખણ અથવા તેલ લગાવી તેને ચીકણું કરી લો.ત્યારબાદ પાઉં પર મસાલા પાવ રાખી બંને તરફથી મધ્યમ આંચે શેકી પ્લેટમાં મૂકતા જાઓ.તૈયાર છે મસાલા પાઉં. તેને સમારેલ ડુંગળી અને કોથમીરથી ગાર્નિશ કરી ચટણી અથવા સોસની સાથે સર્વ કરો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.