Abtak Media Google News

15000થી વધારે લોકો ધ્યાન સાધનામાં પણ ભાગ લીધો

અબતક,રાજકોટ

સમર્પણ આશ્રમ , દાંડીના સમુદ્રતટે સોળમા ગહન ધ્યાન અનુષ્ઠાનનો પૂર્ણાહુતિ સમારોહ સંપન્ન થયો. સમર્પણ ધ્યાનયોગના પ્રણેતા હિમાલયના સદ્ગુરુ મહર્ષિ  શિવકૃપાનંદ સ્વામીજી છેલ્લાં 15 વર્ષથી સમર્પણ આશ્રમ , દાંડીમાં 45 દિવસીય ગહન ધ્યાન અનુષ્ઠાન કરે છે . આ વખતના અનુષ્ઠાનમાં આશ્રમમાં સરકારનાં કોવિડ નિર્દેશોનું પાલન કરીને ગુરુગ્રામ ’ નામના નાના ગામની વ્યવસ્થા કરવામાં આવી હતી . દેશવિદેશમાંથી પધારેલા 15000 થી વધારે લોકોએ જાતિ , ભાષા , ધર્મ , દેશ , રંગ જેવા ભેદોથી ઉપર ઊઠીને 45 દિવસ ગુરુગ્રામમાં નિવાસ કર્યો , ધ્યાનસાધનામાં ભાગ લીધો અને દિવ્ય ચૈતન્યનો લાભ લીધો.

મહાશિવરાત્રીના પાવન પર્વ પર આ ગહન ધ્યાન અનુષ્ઠાન પૂર્ણ થાય છે અને ગુરુદેવ એકાંતમાંથી બહાર આવે છે . આ દિવસે સામૂહિક ધ્યાનની એક મહાશિબિર હોય છે , જેમાં  ગુરુદેવ પોતાનાં આશીર્વચન દ્વારા અમૂલ્ય આધ્યાત્મિક માર્ગદર્શન કરીને ચૈતન્યની વર્ષા કરે છે . આ દિવસની સાધકો આતુરતાથી રાહ જોતાં હોય છે . છેલ્લાં બે વર્ષથી કોવિડને કારણે કોઇપણ મોટા કાર્યક્રમનું ઓફલાઇન આયોજન નહોતું થયું અને પૂજ્ય સ્વામીજીનાં પ્રત્યક્ષ દર્શન કે સાન્નિધ્યનો લાભ નહોતો મળ્યો . આ કારણે જ મહાશિબિરની સૂચના મળતાંની સાથે જ સાધકો જાણે દાંડી તરફ દોડી નીકળ્યા ! અડધી રાતથી જ જેમણે જે સાધન મળ્યું , તેમાં બધા આશ્રમ પહોંચવા માંડ્યા હતા . સવારના ચાર વાગ્યામાં જ સાધકો સભામંડપમાં આવીને બેસવા લાગ્યા .

સવારમાં 5 વાગ્યાથી લગભગ 15 હજાર લોકોએ સામૂહિક ધ્યાન કર્યું . પછી સવારે 6:30 વાગ્યે પૂર્વનિર્ધારિત સમય પર પૂજ્ય ગુરુદેવનું સભામંડપમાં શુભઆગમન થયું . સાધકો જે ક્ષણની છેલ્લા બે વર્ષથી રાહ જોઈ રહ્યા હતા.11 થી 13 એપ્રીલ દરમિયાન ગુજરાત વિધાનસભામાં ધ્યાન શિબિરનું આયોજન થવા જઈરહ્યું છે.  માટે પોત પોતાના ક્ષેત્રના ધારાસભ્યોને તેઓ ભલે પછીકોઈ પણ પક્ષના હોય તેમનો સંપર્ક કરો અને ધ્યાનથી આવેલા તમારા સારા અનુભવો તેમને જણાવો. અંતમાં ભોજન પ્રસાદની સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ આ પ્રકારે વિશાળ આત્મિક સામૂહિકતાનોઉત્સવ ગહન ધ્યાન અનુષ્ઠાન ખૂબજ ઉત્સાહ ઉમંગ અને શાંતિ સાથે  સંપન્ન થટો. આ 45 દિવસીય અનુષ્ઠાન અને મહાશિવરાત્રીની   મહાશિબિરની  તમામ  વ્યવસ્થા    અમ્બરીશભાઈના નેતૃત્વમાં ગુરૂતત્વ મંચે સંભાળી હતી.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.