Abtak Media Google News

ભારતનાં 8 રાજયોમાં 10 અને વિદેશોમાં 12 શો રૂમમાં 5000 લોકોને મળશે રોજગારી

અબતક,રાજકોટ

મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમન્ડસ આ મહિનામાં  દેશ અને દુનિયામાં 22 નવા શો રૂમ શરૂ કરશે રૂ.800 કરોડના  રોકાણ સાથે 10 શો રૂમ ભારતનાં 8 રાજયોમાં તો બાકીનાં 12 વિદેશોમાં શરૂ કરી 5000 લોકોને  રોજી પુરી પાડશે એવું મલાબારના ચેરમેન એમ.પી.અહેમદે  વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતુ.

તેમણે કહ્યું હતુ કે 2020 માટે પોતાની વૈશ્વિક વિસ્તરણ યોજનાના ભાગરૂપે માલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ ભારત તેમજ વિદેશમાં મળીને જાન્યુઆરી મહિનામાં જ કુલ 22 નવા શોરુમ્સ શરૂ કરશે. જે મારફતં કંપની પોતાને વિશ્વમાં સૌથી મોટી જ્વેલરી રિટેલ ચેઈન તરીકે સ્થાપિત કરવાના પથ પર આગળ વધશે. ભારતમાં પ્રથમવાર કોઈ જ્વેલરી રિટેલર એક સાથે આટલી મોટી માત્રામાં શોરૂમ્સ શરૂ કરી રહ્યાંનું બની રહ્યું છે.

કંપનીનું લક્ષ્યાંક 2023ના આખર સુધીમાં કુલ શોરુમ્સની સંખ્યા વધારીને 750 પર લઈ જવાની છે અને વિશ્વમાં પ્રથમ ક્રમની ગોલ્ડ રિટેલર બનવાની છે. કંપનીના વિસ્તરણ પ્રોગ્રામ મારફતે જ્વેલરી ટ્રેડ સંબંધી રિટેલ, મેન્યૂફેક્ચરિંગ, ટેકનિકલ અને મેનેજમેન્ટ ક્ષેત્રોમાં  વધુ 5000 નોકરીઓનું સર્જન થશે એમ મલાબાર જૂથના ચેરમેન એમ પી અહેમદે જણાવ્યું હતું.

કુલ 22 શોરુમ્સમાંથી 10 ભારતમાં ખોલવામાં આવશે જ્યારે બાકીના અન્ય દેશોમાં શરૂ કરવામાં આવશે. જ્યાં કંપની અગાઉથી જ હાજરી ધરાવે છે. ચાલુ વર્ષે વિસ્તરણના આ નવા તબક્કા માટે ગ્રૂપ રૂ. 800 કરોડનું રોકાણ કરશે. વિશ્વમાં સૌથી મોટા જ્વેલરી ગ્રૂપ બનવાના ઈરાદે મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ વિશ્વ સ્તરે ઝડપી વિસ્તરણ પ્રોજેક્ટ્સનું અમલીકરણ કરી રહ્યો છે.

જાન્યુઆરી મહિનામાં વિશાળ વિસ્તરણ યોજનાની શરૂઆત બેંગલૂરુ ખાતેથી થશે. ત્યાં એમ જી રોડ પર 8 જાન્યુઆરીએ કળાત્મક શોરુમ શરૂ કરવામાં આવશે. જ્યારબાદ 9 જાન્યુઆરીએ મહારાષ્ટ્રમાં સોલાપુર ખાતે શોરુમ શરૂ કરવામાં આવશે. 13 જાન્યુઆરીએ તેલંગાણામાં સિદ્દીપેટ ખાતે તથા મલેશિયામાં સેરેમ્બાન ખાતે મૈદિ મોલમાં શોરુમ્સ શરૂ થશે. 14 જાન્યુઆરીએ તમિલનાડુમાં તિરુપુર ખાતે જ્યારે 20 જાન્યુઆરીએ મલેશિયામાં પેનાંગ ખાતે મોલ શરૂ થશે.  21 જાન્યુઆરીએ બેંગલૂરુમાં એચએસઆર લેઆઉટ ખાતે મોલ શરૂ કરાશે. જ્યારે 22 જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશમાં વારાણસી ખાતે અને કતારમાં ખરાફ સ્થિત લેન્ડમાર્ક શોપીંગ મોલ ખાતે તથા ઓમાનમાં અલ-ખૌદ મોલ અને મોલ ઓફ ઓમાન ખાતે શોરુમ્સ શરૂ થશે. 27 જાન્યુઆરીએ છત્તીસગઢમાં રાયપુર કાતે જ્યારે 28 જાન્યુઆરીએ મહારાષ્ટ્રમાં પૂણે ખાતે હડપસર ખાતે શોરુમ્સ ખૂલ્લાં મુકવામાં આવશે. 29 જાન્યુઆરીએ શારજાહ ખાતે સિટિ સેન્ટર, અલ-ઝાહિયા ખાતે જ્યારે દુબઈ ગોલ્ડ સૂક ખાતે ત્રણ શોરુમ્સ, દુબઈમાં જેબેલ અલી ક્રાઉન મોલ અને શારજાહ ખાતે લૂલૂ મૂવૈલાહ હાયપરમાર્કેટ ખાતે શોરુમ્સ ખોલવામાં આવશે. 30 જાન્યુઆરીએ હરિયાણામાં ગોરગાંવ ખાતે જ્યારે નવી દિલ્હીમાં પ્રિત વિહાર ખાતે શોરુમ્સ શરુ કરવામાં આવશે.28 વર્ષોની ઝળહળતી સફર બાદ મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે મજબૂત વૃદ્ધિ દર્શાવી છે. જ્યાં પોતાની હાજરીને મજબૂતી રીતે સ્થાપિત કરી છે તે પ્રદેશોમાં  રિટેલ હાજરીને વધુ મજબૂત બનાવવાનું ચાલુ રાખીશું. સાથે  આગવી સેવાઓ અને પ્રોડક્ટ્સ સાથે નવા બજારોમાં પણ પ્રવેશ કરીશું. જાન્યુઆરીમાં 22 શોરુમ્સની શરૂઆત સાથે  નવા વર્ષની એક અસરકારક શરૂઆત કરવા જઈ રહ્યાં છીએ. અમને વિશ્વાસ છે કે અમારા ગ્રાહકો અમારા તમામ નવા શોરુમ્સ ખાતે વિશ્વકક્ષાની જ્વેલરી ખરીદીનો અનુભવ માણશે અને સાથે પારદર્શક્તા, વિશ્વાસ, ગુણવત્તા અને સેવા આધારિત અમારા મૂલ્યોને સરાહના કરશે. અમારુ મિશન મેક ઈન ઈન્ડિયા અને માર્કેટ ટુ ધ વર્લ્ડનું છે. ભારતી જ્વેલરીની બ્રાન્ડ વેલ્યૂને વૈશ્વિક સ્તરે વધુ હાઈલાઈટ કરવા અમે પ્રતિબધ્ધ છીએ. અમે સ્થાનિક સ્તરે જ્વેલરીમાં વધુ રોજગારીની તકો ઊભી કરવા માગીએ છીએ. આ અમારી મુખ્ય નીતિ છે, એમ મલાબાર ગ્રૂપના ચેરમેન એમપી અહેમદ જણાવે છે.

મલાબાર જૂથના વાઈસ ચેરમેન અબ્દુલ કેપીના જણાવ્યા મુજબ,  ભાવી વૃદ્ધિ અને વિકાસને લઈને અમે ખૂબ ઉત્તેજિત છીએ. એકબાજુ અમે બેંગલૂરુ ખાતે લાર્જ-ફોર્મેટ આર્ટિસ્ટ્રી સ્ટોર શરૂ કરવા જઈ રહ્યાં છીએ, જ્યારે બીજી બાજુ અમે આંતરરાષ્ટ્રીય સ્તરે તથા ભારતભરમાં મહત્તમ સ્ટોર સાઈઝ પર ધ્યાન આપી રહ્યાં છીએ. અમને વિશ્વાસ છે કે આ દ્વિપાંખિયો વ્યૂહ પોઝીટીવ પરિણામો દર્શાવશે.

અમારુ રિટેલ વિસ્તરણ એ અમારી મજબૂત હાજરી છે તેવા પ્રદેશોમાં અમારી રિટેલ ફૂટપ્રિન્ટને વધુ મજબૂત બનાવવાના અમારા વ્યૂહનો ભાગ છે. સાથે અમે અમારી આગવી સેવાઓ અને પ્રોડક્ટ ઓફરિંગ્સ સાથે નવા માર્કેટ્સમાં પ્રવેશવા પણ આતુર છીએ. તાજેતરની તહેવારોની સિઝનમાં મોમેન્ટમને જોતાં નવા માર્કેટ્સમાં અમે કસ્ટમર કમ્ફર્ટ અને કન્વિનિઅન્સના નવા ધોરણો સ્થાપવા માટે તૈયાર છીએ, એમ મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સના ઈન્ડિયા ઓપરેશન્સના મેનેજિંગ ડિરેક્ટર ઓ અશેર જણાવે છે.

મલાબારે તાજેતરના વર્ષોમાં વૈશ્વિક સ્તરે ભારતીય જ્વેલરીને વધુ સ્વીકાર્ય અને વિશ્વસનીય બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. વર્તમાન વિસ્તરણ યોજના સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેની હાજરીને વધુ મજબૂતી પૂરી પાડશે, એમ ઈન્ટરનેશનલ ઓપરેશન્સના મેનેજિંગ ડિરેક્ટર શામલાલ અહેમદ જણાવે છે.

શુધ્ધતાં અને ક્વોલિટીને લઈને ઊંચા ધારાધોરણો માટે પ્રખ્યાત મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ સોનું, ડાયમન્ડ અને કિંમતી જેમસ્ટોન્સમાં પરંપરાગત સાથે વર્તમાન ફેશન્સને પૂરી કરવા માટે વિશાળ શ્રેણી ઓફર કરે છે.

આ ઉપરાંત બ્રાન્ડ વિવિધ પ્રકારના ખાસ તૈયાર કરવામાં આવેલી જ્વેલરી ઓફર કરે છે. જે ભારતીય ડિઝાઈનની વિવિધ પરંપરાઓ અને સાંસ્કૃતિક વારસાને રજૂ કર છે. મલાબાર ગોલ્ડ અને ડાયમંડ્સની લોકપ્રિય સબ-બ્રાન્ડ્સમાં યુનિક ડિઝાઈન્સમાં માઈન, હાથથી બનાવવામાં આવેલી જ્વેલરી એથનિક્સ, જેમસ્ટોન જ્વેલરી પ્રિસિયા, ક્લાસિક ટચ સાથેની ડિવાઈન જ્વેલરી, અનકટ જ્વેલરી એરા, ભારતના સુંદર અને ભવ્ય ગર્વના પ્રતિક સમી વિરાસ રોયલ પોલ્કી, બાળકો માટે સ્ટારલેટ કલેક્શન વગેરેનો સમાવેશ થાય છે. જે ગ્રાહકોને વિશાળ વૈવિધ્યતાનો વિકલ્પ પૂરો પાડે છે.

મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ ગોલ્ડની ખરીદીથી લઈ જ્વેસરી ઓફર કરવા સુધીની પ્રક્રિયામાં તેના ગ્રાહકોને મહત્તમ પારદર્શક્તા જાળવીને જવાબદાર જ્વેલરી રિટે બ્રાન્ડ તરીકેનો દરજ્જો ધરાવે છે. ગ્રૂપ સત્તાવાર સ્રોતો મારફતે મેળવવામાં આવેલા ગોલ્ડનું જવાબદારીપૂર્વક વેચાણ ધરાવે છે. વિશ્વમાં ટોચના પાંચ જ્વેલર્સમાંથી એક એવી મલાબાર ગોલ્ડ, માર્કેટમાં પારદર્સક્તા અને વિશ્વસનીયતા સાથે પ્રભુત્વ ધરાવે છે.મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સની ગ્રાહકો પ્રત્યેની પ્રતિબધ્ધતાનો ખ્યાલ માત્ર વન ઈન્ડિયા વન ગોલ્ડ રેટ જેવી બ્રાન્ડની આગવી ઓફરિંગ્સથી નથી રજૂ થતી પરંતુ ગ્રાહકોને સમગ્ર રિટેલ કામગીરીમાં ઓફર કરવામાં આવેલા 10 મલાબાર વચનોમાં પણ જોવા મળે છે. વન ઈન્ડિયા વન ગોલ્ડ રેટ પહેલ સાથે બ્રાન્ડે સમગ્ર દેશમાં એકસમાન ગોલ્ડ રેટ ઓફર કરવાનું અસાધારણ પગલું હાથ ધર્યું છે. બ્રાન્ડ ફેર પ્રાઈસ પ્રોમીસ સાથે ગ્રાહકોને સૌથી શ્રેષ્ઠ વેલ્યૂ ફોર મનીની ખાતરી માટેની તેની પ્રતિબધ્ધતાને પણ દોહરાવે છે. આ પહેલ વિવિધ પ્રકારની જ્વેલરી બનાવવામાં વાજબી મેકિંગ ચાર્જિસ પર ધ્યાન આપે છે.પારદર્શક્તાને નવી સ્તરે લઈ જતાં મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સના 10 વચનોમાં પારદર્શક પ્રાઈસ ટેસનો સમાવેશ થાય છે. જે સ્ટોન વેઈટ, નેટ વેઈટ અને જ્વેલરીમાં સ્ટોન ચાર્જ, જ્વેલરી માટે આજીવન મેઈન્ટેનન્સની ખાતરી, જૂની ઘરેલાના વેચાણ વખતે ગોલ્ડની 100 ટકા મૂલ્યની પરત ચૂકવણી, એક્સચેન્જ પર ઝીરો ડીડક્શન ચાર્જ, 100 ટકા બીઆઈએસ હોલમાર્કિંગ- જે સોનાની સંપૂર્ણ શુધ્ધતાની ખાતરી પૂરી પાડે છે- આઈજીઆઈ અને જીઆઈએ સર્ટિફાઈડ ડાયમંડ્સ જે 28 મુદ્દાઓના વૈશ્વિક ધારાધોરણો આધારે ગુણવત્તા ચકાસણીની ખાતરી પૂરી પાડે છે. આ ઉપરાંત બાયબેક ગેરંટી, જવાબદાર સોર્સિંગ અને કાયદેસર લેબર પ્રેકટિસિસનો સમાવેશ થાય છે.

મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ 10 દેશોમાં મજબૂત હાજરી ધરાવે છે. વધુમાં ગ્રૂપ ભારત અને ભારત બહાર 14 હોલસેલ યુનિટ્સ અને 9 જ્વેલરી મેકિંગ યુનિટ્સ પણ ધરાવે છે. કંપની વાર્ષિક ધોરણે 4.51 અબજ ડોલરનું ટર્નઓવર ધરાવે છે.મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ કંપનીના નફાનો 5 ટકા હિસ્સો વિવિધ સીએસઆર પ્રવૃત્તિમાં ઉપયોગમાં લે છે. જેમાં એજ્યૂકેશન, હેલ્થ, મહિનાઓનું સશક્તિકરણ, ગરીબો માટે મકાન અને પર્યાવરણ સુરક્ષા જેવા વિષયોનો સમાવેશ થાય છે. તેણે કેરળમાં ત્યજ્ય માતાઓ અને વૃદ્ધ નિરાશ્રિત મહિલાઓના રિહેબિલિટેશન માટેની પહેલ પણ શરૂ કરી છે. જો સરકાર અમને જમીન આપશે તો માતાઓ માટે રિહેબિલિટેશ ઘરો બાંધી આપવામાં રસ ધરાવતાં હોવાનું અમે જણાવી દીધું છે.

વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપતા ચેરમેન એમ.પી.અહેમદ

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.