Abtak Media Google News

મહારાષ્ટ્ર સરકારે કેન્દ્રને કરી દરખાસ્ત, મંજુરી મળ્યે અમલ

મહારાષ્ટ્રમાં કોરોનાના સંક્રમણના વ્યાપક વધારાની દહેશત વચ્ચે ગીચ વસ્તી ધરાવતા શહેર અને ઝુંપડપટ્ટી વિસ્તારના લોકોને સુરક્ષિત કરવા માટે સરકાર મેલેરીયા વિરોધી દવા હાઇડ્રૅોકસી કલોરોકવાઇન સલફેકટ ગોળીઓ ચેપના જોખમી બની ગયેલા ઝુંપડપટ્ટી વિસ્તારના લોકોને આપવાનું વિચારી રહી છે.

વિશ્ર્વની સૌથી મોટી ઝુંપડપટ્ટી ધારાવીના શંકાસ્પદ લક્ષણો વાળા દર્દીઓને મેલેરીયા વિરોધી દવા આપવાની પહેલ કરવામા આવી છે. અમેરિકાના પ્રમુખે આ દવાને કોરોના સામે ગેમ  ચેન્જર ગણાવી હતી. મહારાષ્ટ્ર સરકારે ધારાવી સહીતના સંક્રમિત વિસ્તારોમાં આ દવા શરુ કરવાની જાહેરાત કરી છે. જો સરકાર આ વાતનો અમલ કરશે તો સાર્વજનીક રીતે સત્તાવાર ધોરણે કોરોના વાયરસમાં મેલેરીયા વિરોધી દવાની પહેલ ગણાશે.

મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રી રાજેશ ટોપે જણાવ્યું હતું કે આ દવા મેલેરીયાના દર્દીઓની સારવાર માટે વાપરવામાં આવે છે. અત્યારે અમેરિકા કોરોનાના ઇલાજ માટે આ દવાનો ઉપયોગ કરી રહ્યું છે. ત્યારે મહારાષ્ટ્રમાં એચ.સી.કયુ.એસ. નો કોરોના ઇલાજ માટે ઉપયોગ કરવાનું નકકી કરવામાં આવ્યું છે. અને હાલના તબકકે સૌથી વધુ ચેપના કેસ ધરાવતા ધારાવી વિસ્તારમાં તેનો ઉપયોગ કરાશે આ દવાનો ડોઝ કેટલા લોકોને કેટલાં પ્રમાણમાં આપવું તેની ઘડવામાં આવી રહી છે. આઇસીએમઆર દ્વારા આ દવા આરોગ્ય કર્મચારીની સુરક્ષા માટે વાપરવામાં આવે છે.

ડો. સુભાષે રાજયના આરોગ્ય સલાહકારે જણાવ્યું હતું કે એચ.સી.કયુ.એસ. ને કોરોના વર્તમાન તબકકા માટે ઉપયોગમાં લઇ શકાય છે. અત્યારે રાજયમાં તે પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. જો કે ધારાવીના તમાામ રહેવાસીઓને આ દવા નહીં અપાય અમો આ દવાનો કોઇ દુરુપયોગ કરવા માગતા નથી. હાલમાં આરોગ્ય વિભાગે દર્દીઓને અલગ અલગ તબકકામાં વર્ગીકૃત કર્યા છે.

અત્યારે જોખમી તબકકાના દર્દીઓ કે જેમને કોરેન્સાઇનમાં રખાયા છે. અને જે દર્દીઓ પોઝિટીવ દર્દીઓના સંપર્કમાં આવ્યા છે તેમનું હાલ એચ.એકયુએસના ડોઝ અપાશે. આ માત્ર મેલેરીયાના દર્દીઓને જ અપાય છે. એવું નથી આવો ઉપયોગ ડાયાબીટીસ, આર્યરાઇટસ અને સક્રમિત દર્દીઓ માટે ઉપયોગમાં લેવાતી હોવાનું ડો. ઓમ શ્રીવાસ્તવે જણાવ્યુ હતું.

આ દવા કોરોનાની સાથે સાથે રોગ પ્રતિકારક શકિતને દુર કરવામાં ઉપયોગી છે. જો કે હજુ આ દવાના ચોકકસ ઉપયોગ માટે પરીક્ષણ થયું નથી પરંતુ અત્યારના તબકકે તેનો ઉપયોગ હિતાવહ માનવામાં આવે છે.

મહારાષ્ટ્ર સરકારે કેન્દ્ર સરકાર સમક્ષ આ પ્રસ્તાવ મોકલ્યો છે અને એક બે દિવસમાં મંજુરીની પ્રક્રિયા પુરી થયા બાદ ધારાવીના કોરોનટાઇન કરેલા દર્દીઓને આ દવા આપવામાં આવશે. આ વિસ્તારમાં રોગચાળા ફેલાવાની વધેલી દહેશતના પગલે આરોગ્ય વિભાગે હાથ ધરેલી અને અસરકારક દવા તરીકે એચ.સીકયુએસ નો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો છે.

મહારાષ્ટ્રમાં અત્યારે મુંબઇ અને ખાસ કરીને ધારાવીમાં આ મહામારીને વિસ્ફોટક તબકકાની દહેશત ઉભી થઇ છે. ડો. ટોપે અને ડો. શાણુએ બન્નેએ કેટલા લોકોને અને કેટલા પ્રમાણમાં આ ડોઝ અપાશે તેની વિગતો આપવાનો ઇન્કાર કર્યો હતો.

ભારતમાં કોવિંદ-૧૯ નો પ્રારંભિક લક્ષણો ધરાવતાં દર્દીઓ માટે હાઇડ્રોકસીક કલોરોકવાઇન સલફેટ આપવાની સલાહ આપવામાં આવી છે જયારે અમેરિકામાં તો ગંભીર સ્ટેજમાં પહોંચી ગયેલા દર્દીઓને આ દવાની સારવાર આપવામાં આવી રહી છે. મહારાષ્ટ્ર સરકાર હવે કોરોના સંક્રમણને કાબુમાં રાખવા સત્તાવાર રીતે આ દવાનો ઉપયોગ કરવા જઇ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.