Abtak Media Google News

મલેશીયા અને ભારતના સંબંધો વધુ મજબૂત કરવાની પહેલ

મલેશીયાના પ્રાઈમ મીનીસ્ટર નઝીબ રજાકે દક્ષિણ ભારતની મુલાકાત કરી હતી જેમાં મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, મલેશીયન કંપનીઓ ભારતમાં અંદાજીત ૨.૪૫ લાખ કરોડનું રોકાણ કરવાના છે. ભારતીય ઉદ્યોગપતિઓને સંબોધતા તેઓએ કહ્યું હતું કે, તેઓ ભારતમાં મોટાપાયે રોકાણો કરવા ઈચ્છે છે અને ભારત તેમજ મલેશીયા અને બીજા ઘણા પાસાઓમાં એક સમાનતા ધરાવતા હોવાી આ સંબંધો ભવિષ્યમાં વધુ મજબૂત બનવાની પુરી શકયતા છે.

વધુમાં નઝીબે જણાવ્યું હતું કે, ભારત બહાર રહેતા ભારતીય મુળના લોકોની સંખ્યા ખુબ વધુ છે. જેમાંી ૭ ટકા લોકો મલેશીયામાં રહે છે. જેઓએ મલેશીયાના ર્આકિ વિકાસમાં મહત્વનો ફાળો ભજવ્યો છે. મલેશીયામાં રહેતા મોટાભાગના ભારતીય મુળના લોકો તમિલનાડુના છે ત્યારે નઝીબે ચેન્નઈમાં તમિલ સુપરસ્ટાર રજનીકાંતની પણ મુલાકાત કરી હતી અને બોલીવુડ તેમજ સાઉના ફિલ્મો વિશેની હળવી વાતચીત પણ કરી હતી.

મલેશીયા સોના સંબંધો મજબૂત તા ચીનના પેટમાં તેલ રેડાય તેવી શકયતા વધી છે અને ભારતની રણનીતિનો આ એક ભાગ હોવાનું પણ સ્પષ્ટપણે જણાય રહ્યું છે. નઝીબે ૧૫૦ મજબૂત વેપાર પ્રતિનિધિઓ સો વાતચીત કરી હતી અને ભારતમાં મોટાપાયે રોકાણ કરવાની કટીબધ્ધતા દર્શાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.