પુરૂષ અને સ્ત્રી પતિ-પત્ની ‘બાયોલોજિકલ’ જ બની શકે

india
india

ભારતીય સમાજ સજાતીય સબંધોને ક્યારેય સ્વીકારી ન શકે

આધુનિક વિશ્ર્વમાં માનવ, સભ્ય, સંસ્કૃતિ અને જીવન-ધોરણમાં કહેવાતા સુધારા અને ઉદાર મત વલણથી સજાતિય સંબંધો અને પુરૂષ-પુરૂષ અને મહિલા-મહિલાને લીવ ઈન રીલેશનશીપ જેવા સાથે રહેવાની સવલત મળતી હોય પરંતુ સજાતિય સંબંધોને ભારતીય સંસ્કૃતિના પવિત્ર લગ્નનો દરજ્જો તો ન જ મળી શકે. કેન્દ્ર સરકારે દિલ્હી હાઈકોર્ટમાં કરેલા એક સોગદનામામાં જણાવ્યું છે કે, માનવ અધિકારને વ્યક્તિગત સ્વાયતતા અને બંધારણીય અધિકારો મુજબ ભલે સમલેંગીક લગ્નનો ઈન્કાર કરી ન શકાય પરંતુ પુરૂષ અને સ્ત્રી તો

બાયોલોજિકલી જ પતિ-પત્ની બની શકે તેમાં સજાતિય વ્યવસ્થાનો સ્વીકાર ન કરી શકાય.

દિલ્હી હાઈકોર્ટમાં સજાતિય પાત્રો વચ્ચે લગ્ન અને સહજીવી વ્યવસ્થાની વ્યાખ્યા કરવાનો મામલો આવ્યો હતો. ભારતીય કુટુંબ વ્યવસ્થામાં પતિ-પત્ની અને બાળકો માટે તો બાયોલોજિકલી પુરૂષ અને સ્ત્રીને જ પતિ-પત્ની તરીકે સ્વીકારી શકાય.

સરકારે એક સોગંદનામામાં સજાતિય સંબંધો અને સજાતિય પાત્રો વચ્ચે લગ્ન વ્યવસ્થા અને પરિવારની વ્યાખ્યા માટેની અરજીમાં સરકારે પોતાનો મત વ્યકત કર્યો હતો. સમાજમાં ભલે સજાતિય લગ્નનો ક્રેઝ વધતો હોય, આધુનિક વિશ્ર્વ સમાન્તાના ભાવે સજાતિય સંબંધો કાયદેસર રીતે સ્વીકારતી થઈ હોય પરંતુ સમાજ આવા સજાતિય સંબંધોને ક્યારેય સ્વીકારી ન શકે.

કોર્ટમાં એ વાતને પડકારરૂપ ગણવામાં આવી હતી કે, પતિ-પત્ની માટે પુરૂષ અને મહિલાનું બાયોલોજિકલ હોવું જરૂરી નથી. કોઈ એક જાતિય બે પાત્રો પણ પતિ-પત્ની તરીકે રહી શકે. ત્યારે સરકારે કહ્યું હતું કે, કાયદાની રીતે સજાતિય પાત્રો એક સાથે રહી શકે પરંતુ પતિ-પત્ની તરીકે તો વિજાતીય પાત્રો જરૂરી છે. સુપ્રીમ કોર્ટના એક ચુકાદાને તાકીને સરકારે સોગંદનામામાં જણાવ્યું હતું કે, મુળભૂત અધિકારો, અંગત જીવનનો અધિકાર અને લગ્ન કરવા માટેના બે પાત્રોની પસંદગી ભલે સ્વાયત અધિકાર અને કાયદાનું સમર્થન મળતું હોય પરંતુ લગ્ન સંસ્થા, સામાજિક વ્યવસ્થામાં પતિ માટે પુરૂષ અને પત્ની માટે મહિલા હોવું આવશ્યક છે. સુપ્રીમ કોર્ટમાં ગે અને લેસ્બીયન સંબંધોમાં ચાર મહિલા અને ચાર પુરૂષોના કાયદેસરપણાના કેસની સુનાવણીમાં ન્યાયમૂર્તિ રાજીવ સહાય, અમિત બંસલે કેન્દ્ર સરકાર પાસે જવાબ માગ્યો ત્યારે કેન્દ્ર સરકારે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ભલે કાયદો અને માનવ અધિકારની રૂએ સજાતિય પાત્રો લગ્ન કરવાના હક્કદાર હોય પણ પતિ તરીકે પુરૂષ અને પત્ની તરીકે મહિલાનું બાયોલોજિકલ હોવું જરૂરી છે.