મલ્હાર ઠાકર : ઘર ના માણસો માં, ઘર પણ રહેતું હતું – “વેનીલા આઈસ્ક્રીમ”

ગુજરાતી ફિલ્મોના મલ્હાર ઠાકર માટે 2020 નું વર્ષ સૌથી વ્યસ્ત હતું. કારણકે આ વર્ષે અભિનેતાની પાંચ ફિલ્મો રિલીઝ થવાની હતી. તેમાંની એક ફિલ્મ એટલે પ્રિત સિંગ લિખિત અને દિગ્દર્શિત ફિલ્મ ‘વેનીલા આઈસ્ક્રીમ’. જેનું શૂટિંગ ચોમાસામાં શરૂ થવાનું હતું. જેની જાણ મલ્હાર ઠાકર પોતાના ઇન્સ્ટાગ્રામ પર કરી હતી, પરંતુ કોરોના વાયરસ (COVID-19) અને લૉકડાઉનને લીધે હવે શૂટિંગ લંબાઈ ગયું છે. પરંતુ મલહારે એક વિડીયો ઇન્સ્ટગ્રામ પર પોસ્ટ કરી ‘વેનીલા આઈસ્ક્રીમ’ ફિલ્મ નું શુટિંગ થોડા સમય શરૂ થશે તેની જાણ કરી છે, આ વિડીયોમાં મલ્હાર અને દિક્ષા બંને જોવા મળી રહ્યા છે.

‘વેનીલા આઈસ્ક્રીમ’ ફિલ્મને સિલ્વર લાઇન ફિલ્મસનાં અમોલ મુરલીધર ઘુળે અને સંતોષ વિઠ્ઠલ બાનખેલે બ્લેક હોર્સ પ્રોડક્શનની સાથે મળીને પ્રોડયુસ કરી રહ્યાં છે. ફિલ્મની જાહેરાત ફેબ્રુઆરી મહિનાના અંતમા કરવામાં આવી હતી. મલ્હારની સાથે દીક્ષા જોષી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તાજેતરમાં જ ફિલ્મના પ્રોડક્શન હાઉસે જાહેરાત કરી છે કે, બહુ જલ્દી ફિલ્મનું શૂટિંગ શરૂ થશે. ત્યાં સુધી ઘરમાં રહો, સુરક્ષિત રહો. આ સાથે જ મુખ્ય કલાકારો મલ્હાર અને દીક્ષાએ ઘરના અરીસા, દીવાલ અને રસોડાની વાત કહી છે. જે વીડિયો મલ્હાર ઠાકરે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. આ વિડીયો પરથી આપણે ‘વેનીલા આઈસ્ક્રીમ’ ફિલ્મ કેવી હશે તેનું અનુમાન લગાવી શકયે છે, મલ્હાર અને દિક્ષા એ આ વિડીયો પોતાના ઘરે રહી ને જ શુટ કર્યો છે.

મલ્હાર અને દિક્ષા જુઓ આ વિડીયો 

 

View this post on Instagram

 

એક ઘર ની વાર્તા, ઘર નો અરીસો શું જોવે છે? શું જતું કર્યું ઘર ની દીવાલો એ, રસોડા માં શું રંધાતું હતું? બારી માંથી શું દેખાતું? બધાને બાંધતો હતો,ઘરનો ઉંબરો. ઘર ના માણસો માં, ઘર પણ રહેતું હતું – “વેનીલા આઈસ્ક્રીમ” Cast : Me as “Varun “ Deeksha Joshi as ” Komal” (@deekshajoshiofficial ) A Silver line film Production in Association with Black horse Production Written and Directed by Preet (@_preetsinh ) @vanilla_icecream_thefilm – Filming Starts Soon. Marketing & PR Partners – @dhruvats_ Till Then “Stay home Stay Safe”

A post shared by Malhar Thakar (@malhar028) on