Abtak Media Google News

અબતક,ઋષી મહેતા, મોરબી

માળીયા મિયાણા પોલીસે નેશનલ હાઇવે પરથી અશોક લેલન્ડ ટેમ્પોમાં ઇંગ્લીશ દારૂનો રૂપિયા સવા ચાર લાખનો જથ્થો ભરી નીકળેલા એક શખ્સને ઝડપી લીધો છે. આ પ્રકરણમાં અન્ય એક શખ્સનું નામ ખુલતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. માળીયા મીયાણા નેશનલ હાઇવે પર અશોક લેલન્ડ ટેમ્પોના ઠાઠામાં ઇગ્લીશ દારૂનો જથ્થો ભરી જનાર હોવાની પોલીસને બાતમી મળતા પોલીસે વોચ ગોઠવી આરોપી સંદિપભાઇ માવજીભાઇ મેરજા (ઉ.વ 40 રહે. મહેન્દ્રનગર જયભગવાન પ્લોટ તા.જી.મોરબી)ને વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની 1140 બોટલ કિ.રૂ. 4,27,500/- ના જથ્થા સાથે ઝડપી લીધો હતો. પોલીસે વિદેશી દારૂ, અશોક લેલન્ડ કંપનીનો દોસ્ત પ્લસ ટેમ્પો નં. જીજે-36-ટી-5859 ની કિં. રૂ. 2,00,000/-  તથા વીવો કંપનીનો 1820 મોડલનો એન્ડ્રોઇડ ફોન કિ.રૂ. 2,000/- સહિતનો મુદામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.

આરોપીની પૂછપરછ દરમીયાન આ પ્રકરણમાં અન્ય એક આરોપી વિજયભાઇ જયંતીભાઇ અઘારા (રહે.જુના દેવળીયા તા. હળવદ જી.મોરબી)નું નામ ખુલતા તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

આ કામગીરી પીએસઆઇ એન.એચ.ચુડાસમા, હેડ કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ ચાવડા, કોન્સ્ટેબલ સંજયભાઇ રાઠોડ તથા ભગીરથસિંહ ઝાલા, યુવરાજસિંહ જાડેજા સહિતનાઓ દ્વારા કરવામાં આવી હતી.

 

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.