જામજોધપુરમાં પ્રોબ્રેશનલ પીરીયડમાં મૂકાયેલ મામલતદાર મનિષગૂ‚વાની દ્વારા ભૂમાફીયા પર ઘોસ બોલાવેલ છે. જેમાં વિરપૂર ગામે ગેરકાયદેસર ચાલતું લાઈમસ્ટોન રેઈડ પાડી ૩ ચકરડા એક ટ્રેકટર ઝહપી પાડયા તેમજ ૧ રોયલ્ટી વિનાનું રેતીનું ટેકટર જપ્ત કર્યું ઉપરાંત ધ્રાફા ટીંબાવાડી વિસ્તારમાં નદીમાં માટીચોરીઓ કરતા જેસીબી અને ટ્રેકટર સીઝ કર્યા તેમજ જામજોધપૂર શેડવડાળા રોડ ઉપર સીધેશ્વર મંદિર પાસે બ્લેકટેપ કપચી ભરેલ ડમ્પર ઓવરલોડ તથા રોયલ્ટી ચોરીમાં કબજે કરી સીઝ કર્યા તેજ બાલવા ફાટક પાસેથી લાઈમ સ્ટોન ના ભરેલ ઓવર લોડ ૨ ટ્રક ઉપરાંત ૨ ડમ્પર રેતીનાં ઓવર લોડ રોયલ્ટી ભર્યાવિના જપ્ત કરતા, ભૂમાફીયાની ઉંઘ હરામ થઈ ગઈ છે. નવનિયુકત આઈ.એ.એસ. મનિષ ગૂરૂવાની દ્વારા લાલ આંખ થતા ફફડાટ વ્યાપી ગયો છે. જામજોધપુર તાલુકામાં છેલ્લા ઘણા સમય થયા રાજકીય માથા દ્વારા રાજકીય ઓથ નીચે બેફામ ઓવરલોડ ટ્રક રોયલ્ટી વિનાના ચલાવવામાં આવી રહ્યા છે.
જામજોધપુરમાં રોયલ્ટી ભર્યા વિનાના વાહનો જપ્ત કરતા મામલતદાર
By Abtak Media1 Min Read