Abtak Media Google News

તપાસમાં અશ્વિન વાળા ગેરકાયદેસર રેતી ભરી આપતો હતો

ઉપલેટામાં ખનીજ ચોરીએ માઝા મુકી છે. ખનીજ ચોરોને ખાણ ખનીજ ખાતાની મીઠી નજર હોય તે રીતે તાલુકાની તમામ જગ્યાએ ગેરકાયદેસર રેતીનું ખનન કરી ચોમાસામાં રેતીના સટ્ટા કરી બેફામ ભાવ વસૂલાત કરી કરોડો રૂપિયા કમાઇ લે છે. ગઇકાલે આવા રેતીના સટ્ટા ઉપર મામલતદારે ઘોંસ બોલાવી 14 લાખનો મુદ્ામાલ કબ્જે કરી પોલીસ હવાલે કર્યો હતો.

થોડાક સમય પહેલા ગેરકાયદેસર ભૂમાફીયાઓએ ઉગતા સુરજ સામે ધૂળ ઉડાડી મામલતદારને ભરી પીવા આહવાન કરેલ હોય તેવી માફીયાગીરોની સ્ટાઇલમાં વર્તન કરી મામલતદારની ટીમનું મોરલ તોડવા પ્રયાસ કર્યો હતો પણ પ્રમાણીક અને નિષ્ઠાવાન અધિકારી, ક્યારેય કોઇને વશ થતાં નથી ગમે તેવી મુસીબતમાં કોઇને તાબે થયા વગર પોતે પોતાનું કામ કરવામાં આગળ વધતા હોય છે. તેમ માફીયાઓના તાબે થવાને બદલે તેની ઉપર બમણા જોરથી તૂટી પડવા સતત 24 કલાક રાઉન્ડ ધ ક્લોક ટીમ બનાવી ખનીજ ચોરોને વિણી વિણીને ઝડપી લેવાના પ્લાન સાથે ગઇકાલે મરખડના જુના માર્ગ ઉપર કોલેજ ગ્રાઉન્ડ સામે ખુલ્લા મેદાનમાં સાદી રેતીના સટ્ટામાંથી ટ્રક ભરાઇ રહ્યો હતો ત્યારે મામલતદાર ગોવિંદભાઇ મહાવદીયા અને ટીમ ત્રાટકતા ટ્રક ચાલકો ભાગી છૂટતા મામલતદારની ટીમે પીછો કરી જી.જે.13 વાય.4601 ટ્રકને ઝડપી લઇ ડ્રાઇવર સાગર રવજી ધામેચાનું નિવેદન લેતા તેની પાસે કોઇપણ જાતની રોયલ્ટી કે પારા પરમીટ નહીં હોવાનું જણાવેલ. લોડર ડ્રાઇવર રવિ મેણસીનું નિવેદન લેતા તેમને અશ્ર્વિન રામભાઇ વાળા નામના ટ્રકમાં ભરી આપવાની સુચના આપેલ હતી. રેતીના સટ્ટામાં કોઇ કાગળો નહિં જણાતા મામલતદારે લોડર-ટ્રક-રેતી મળી કુલ 14 લાખ 25 હજારની મુદ્ામાલ કબ્જે કરી સ્થાનિક પોલીસને સોંપી આપેલ હતો. આ કામગીરીમાં મામલતદાર ગોવિંદભાઇ મહાવદિયા, રાહુલભાઇ સોલંકી, વિનુભાઇ સોલંકી સહિત જોડાયા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.