Abtak Media Google News

ટીંબડીમાં માલ બારોબાર વેચાવા આવ્યોને રસ્તામાં બારદાન બદલાવતા મામલતદારે દબોચ્યા

આશિષ કાટરોટીયા નામનો વેપારી ગરીબોના માલનો કાળાબજાર કરતો ‘તો પકડાયેલો વેપારી અગાઉ વાડલા ગામમાં કળા કરી ચૂકયો છે

સરકાર દ્વારા ગરીબ માણસો ભૂખે ન સુવે અને અનાજ વગર કોઈ માણસ મૃત્યુ ના મુખમાં ન ધકેલાઈ તે માટે રાજય અને કેન્દ્ર સરકાર દ્વારા કરોડો લોકોને મફત અનાજ આપી ગરીબ લોકોને મદદરૂપ બનવાનું કામ કરી રહી છે.ત્યારે સસ્તા અનાજના વેપારીઓ અને કાળાબજારીયાઓની સાંઠગાંઠને કારણે વર્ષે અબજો રૂપીયાનો માલ કાળાબજારમાં ધકેલાય જાય છે. કાળાબજારીયાઓ ગરીબોના માલનેકારણે કરોડો રૂપીયામાં આરોટી રહ્યા છે. ઉપલેટા શહેરમાં ગરીબોનો માલ કાળાબજારમાં ધકેલાય તે પૂર્વે મામલતદારે સપાટો બોલાવી નવ લાખ 85 હજારનો મુદામાલ કબજે કરી કલેકટરને રિપોર્ટ મોકલી આપ્યો છે.

પ્રાપ્ત થતી વિગતો મુજબ શહેર-તાલુકામાં મોટાભાગની સસ્તા અનાજની દુકાનોમાં હાલમાં ગરીબ માણસોને રાશન આપવાની કામગીરી ચાલુ છે. ત્યારે અમુક વેપારીઓ દ્વારા ગરીબ માણસોને આપવામાં આવતા ઘઉં, ચોખા, તુવેરદાળ, બારોબાર વેચી રૂપીયા રળવાનો ધંધો વર્ષોથી કરી રહ્યા છે.

દિવાળી પૂર્વે ગરીબોને અપાતો જથ્થો બારોબાર વેચાય તે પૂર્વે મામલતદાર ગોવિંદજી મહાવદીયાને મળેલી ચોકકસ બાતમીને સવારે હિન્દ મોઝેક ટાઈલ્સ પાસે સવારે અનાજ વિતરણ કરવા માટે અપાયેલ કોન્ટ્રાકટરના આઈસરમાં ગેરકાયદેસર જથ્થો આવી પહોચતા ત્યાં એક યુટીલીટીમાં સરકારના બારદાન બદલાવી માલની હેરાફેરી કરે તે પૂર્વે મામલતદાર ગોવિંદજી મહાવદીયા, નાયબ મામલતદાર શકિતસિંહ જાદવ સહિતનિ સ્ટાફ બાતમીના આધારે ઘટના સ્થળે પહોચી ડીલેવરી વાળઉ આઈસર મેટાડોર નં. જી.જે.11 એકસ 9940 સાથે ડ્રાઈવર ગૌતમ ઉર્ફે રવી ભિમજીભાઈ મુછડીયા રહે પડવલાની પૂછપરછ કરતા તેમને આ મેટોડોર દેવરાજ રઘુભાઈમુધરા રહે રાજકોટનું હોવાનું જણાવેલ જયારે આ માલ જામટીંબડી ગામે સસ્તા અનાજના પરવાનેદાર પાસેથી ભરતો હોવાની કબુલાત આપી હતી જયારે બોલેરો યુટીલીટી નંબર જી.જે. 03 એ.ડબલ્યુ 6941 સાથે રહેલો આશિષ તનસુખ કાટરોટીયા રહે. ઉપલેટા વાળાની પૂછપરછ કરતા તેની ગાડીમાં રહેલો જથ્થો ભાયાવદર ગામના નિતિન પ્રવિણ સોલંકી નામના વેપારી પાસેથી લીધો હોવાની કબુલાત આપી હતી.

જયારે મામલતદાર ગોવિંદસિંહ મહાવદીયા દ્વારા આબાબતમાં ઉંડાણ પૂર્વક તપાસ કરતા સમગ્ર તાલુકામાં સરકારી માલને કાળાબજારમાં વેચવાનો મોટાપાયે ધંધો કરતા આશિષ તનસુખ કાટરોટીયા નાગનાથ ચોક પાસે જુનવાણી મકાન ધરાવતો ત્યાંતપાસ કરતા છ કટા ઘઉં ચોખાના નવ કટા તથા તુવેરદાળ એકાવન સો કિલો ઝડપી લીધી હતી.

રાશનના કુલ જથ્થામાં ઘઉં કિલો 600 કિંમત રૂ. 9600,ચોખશ કિલો 650 કિંમત રૂ. 13300 તથા 5100 કિલો તુવેરદાળ કિંમત રૂપીયા 4 લાખ 59 હજાર, વજનકાંટો કિંમત 1500 રૂપીયા, બારદાનનું સિલાઈ મશીન કિં રૂ.1500, આઈશર વાહન કિંમત 3 લાખ 50 હજાર,યુટીલીટી બોલેરો કિ. રૂ.1 લાખ પચાસ હજાર મળી કુલ રૂ. 9,85,900નો મુદામાલ કબ્જે કરી પુરવઠાનિગમના ગોડાઉનને માલસોપી આપેલ હતો.જયારે મુદામાલમાં પકડાયેલા આઈસર અને યુટીલીટી વાહન પોલીસને સોપી આપ્યા હતા. આ અંગેનો રિપોર્ટ જિલ્લા કલેકટરને પણ મોકલી આપેલ હતા.

ખાણ ખનીજ બાદ પુરવઠા ઉપર ઘોંસ

મામલતદાર ગોવિંદસિંહ મહાવદીયા ખાણખનીજ ઉપર ઘોંસ બોલાવી સરકારને લાખો રૂપીયા પેનલ્ટી પેટે વસુલાત કરી આપેલ જયારે ગરીબોને મફત અપાતો રાશનનો જથ્થો ગરીબોના મોઢાને બદલે કાળાબજારીયાઓ બારોબાર વેચી નાખતા હતા. તેની ઉપર ઘોંસ બોલાવતા સસ્તા અનાજના દુકાનદારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.