ઉપલેટામાં ખનીજ ચોરી પર મામલતદારની તવાઈ: રેતી ભરેલા બે ટ્રક ઝડપાયા

તાલુકામાં ગેરકાયદેસર ખનીજ ચોરો બે ફાર્મ બન્યા છે ત્યારે વધુ એક વખત મામલતદાર અને ટીમે બે ટ્રક રોયલ્ટી રોયલ્ટી વગર રેતીના ઝડપી લઇ 1પ લાખ રૂપિયામાં મુદામાલ પોલીસને હવાલે કરેલ હતો.

જીલ્લા કલેકટરના આદેશથી મેખાટીંબી ગામે વેણુ નદીમાં ગેરકાયદેસર રેતીની મળેલી ફરીયાદને આધારે સર્કલ ઓફીસર, કલાર્ક, રેવન્યુ તલાટી સહીતની ટીમ મેખાટીંબી ગામે વેણુ નદીમાં તપાસ કરતા ટ્રેક નં. જીજે  13 એકસ 1111 માં રપ ટન રેતી તથા ટ્રક નં. જીજે 03 બી.વી. 9945 માં 14 ટન રેતીની રોયલ્ટી ભરયા વગર મળી આવતા મામલતદાર ગોવિંદજી મહાવાદિયાએ બન્ને ટ્રક સાથે 1પ લાખ રૂપિયામાં મુદામાલ કબ્જે કરી સ્થાનિક પોલીસને સોંપી આપી જીલ્લા કલેકટર તથા ખાણ ખનીજ અધિકારીઓને રિપોર્ટ મોકલી આપેલ હતો.