Abtak Media Google News

તૃણમુલ કોંગ્રેસનાં બે ધારાસભ્યો સહિત ૫૦ નગરસેવકોએ ધારણ કર્યો કેશરીયો ખેસ

પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જી નરેન્દ્ર મોદીની નવી સરકારનાં આવતીકાલે યોજાનારા શપથવિધિ સમારોહમાં હાજર રહેવા પર સંમતિ દાખવી છે. આ વખતે ચુંટણીમાં મોદી અને મમતા બેનર્જી વચ્ચે આરપારનો જંગ ખેલાયો હતો.

નરેન્દ્ર મોદીનાં માનવામાં આવતા કટર હરીફ મમતા બેનર્જીને સરકાર દ્વારા શપથવિધિ માટે નિમંત્રિત કરવામાં આવ્યા હતા. તેમને જણાવ્યું હતું કે, વડાપ્રધાનનાં શપથવિધિ સમારોહનું નિમંત્રણ મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયું છે અને આ અંગે તેઓએ તેમનાં સાથી મિત્રો સાથે ચર્ચા કરી હતી અને વિશેષરૂપથી પ્રોટોકોલને ધ્યાને લઈ આ કાર્યક્રમમાં હાજરી આપવામાં આવશે.

૨૦૧૪ની જો વાત કરવામાં આવે તો મમતા બેનર્જી નરેન્દ્ર મોદીની શપથવિધિ સમારોહથી દુર રહ્યા હતા અને તેમને તેમનાં પ્રતિનિધિ અમિત મિત્રા અને મુકુલ રોયને મોકલ્યા હતા જે પાછળથી ભાજપમાં જોડાઈ ગયા છે. મમતા બેનરજી વડાપ્રધાન સાથેની પ્રથમ મુલાકાત માર્ચ-૨૦૧૫માં થઈ હતી ત્યારપછી ૧૦ મહિનાનાં સમયમાં તેઓ બે વખત મળ્યા હતા. બંગાળમાં તૃણમુલ કોંગ્રેસનો વિજય થયા બાદ મમતા બેનર્જીએ મંગળવારનાં રોજ સરકારનાં ૫૩ સભ્યોની કેબિનેટ સાથે ઉતરબંગાળ અને જંગલ વિસ્તારમાં સમીક્ષા શરૂ કરી છે.

૩ ધારાસભ્યો અને ૫૦ નગરસેવકોનાં કેશરીયા ખેસને ધારણ કર્યાનાં બીજી કલાકે મમતા બેનરજીએ ડેમેજ કંટ્રોલની દોરી સંચાર પોતાના હાથમાં લઈને નારાજ નેતાનો સંપર્ક શરૂ કર્યો છે. તૃણમુલ કોંગ્રેસ સીપીએમનાં ધારાસભ્યો અને નગરસેવકોનાં ભાજપ પ્રવેશને લઈ ભારે હલચલ મચી જવા પામી છે. ભાજપની કેન્દ્રીય નેતાગીરીએ તૃણમુલ કોંગ્રેસની કમર ભાંગી નાખવા માટે વ્યુહરચના મુજબ તૃણમુલ કાર્યકરોનો કેશરીયાનો પ્રથમ તબકકો શરૂ થઈ ગયો છે. મમતા બેનર્જી ચુંટણી પછી કેબિનેટનાં વિસ્તરણ અને સરકારને નવા રૂપરંગ સાથે કાર્યરત કરવા સક્રિય બન્યા છે.

વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારતની ૧૭મી સાંસદ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં રાજયોગ સામે તમામ પક્ષ ફિકા પડી ગયા છે. ચુંટણીમાં ભાજપ સામે કાંટાની ટકકરમાં મેદાનમાં ઉતરેલા તૃણમુલ કોંગ્રેસનાં મમતા બેનરજી સામે કેન્દ્રની સરકાર શપથ લે તે પહેલા જ મોટો રાજકીય ભુકંપ સર્જાય ગયો છે અને તૃણમુલ કોંગ્રેસનાં બે ધારાસભ્યો અને ૫૦ નગરસેવકો ભાજપમાં જોડાઈ ગયા છે. ભાજપમાં જોડાનારા ધારાસભ્યો ભાજપનાં નેતા મુકુલ રોયનાં પુત્રનો પણ સમાવેશ થાય છે. ત્રણેય ધારાસભ્યો દિલ્હી ખાતે ભાજપનાં મુખ્ય કાર્યાલય ખાતે રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજય વર્ગીયને પક્ષનું સભ્યપદ અપાવ્યું અને તેમને જણાવ્યું હતું કે, હજુ અનેક તૃણમુલ કોંગ્રેસનાં નગરસેવકો ભાજપમાં જોડાવવાના છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.