Abtak Media Google News

રાજકોટમાં રૈયાધાર વિસ્તારમાં કુટુંબીને ત્યાંથક્ષ જમીને પરત ફરતી તરૂણીનદે પાડોશમાં રહેતા ‘ઢગા’એ પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ મહિલા પોલીસમાં નોંધાતા પોલીસે એક સંતાનના પિતા પરબતભાઈ ગાંગાભાઈ ડાકી નામના શખ્સની ધરપકડ કરી છે.

રૈયાધારમાં રહેતા પરિવારની 15 વર્ષની દીકરીને પાડોશમાં રહેતા ઢગાએ પ્રેમજાળમાં ફસાવી હતી હવસનો શિકાર બનાવ્યો હતો. તરૂણીના પિતાની ફરિયાદ મુજબ નજીકમાં રહેતા કુટુબીને ત્યાં પૂરો પરિવાર જમવા માટે ગયો હતો પરંતુ તરૂણી આવી નહ તી. અને ત્યાંજ રોકાઈ ગઈ હતી પરંતુ મોડે સુધી ઘર પર ન આવતા પરિવાર તેની શોધમાં નિકળ્યો તહો ત્યારે પાડોશમાં રહેતા પરબતભાઈ ગાંગાભાઈ ડાકી ઉ.35ના ઘર બહાર દીકરીના ચપ્પલ પડયા હોવાથી પરિવાર શખ્સના ઘરમાં તપાસતા આરોપી પરબત માસુમ દીકરી પર દુષ્કર્મ આચરતા પરિવારે રંગે હાથ ઝડપી પાડયો હતો. પરંતુ પરિવાર તેને પકડે તે પહેલા નાશી ગયો હતો.

આ બાબતે પરિવારે તરૂણીને પૂછતાછ કરતા જાણવા મળ્યું હતુ કે, આરોપી પરબતે છ મહિના પૂર્વે તરૂણીને ફોન કરી હું તને પ્રેમ કરૂ છું તેમ કહી ફોન કાપી નાખ્યો હતો. અને બાદ તેના ઘર પર કોઈ ન હતુ ત્યારે તેને માસૂમને બોલાવી દુષ્કર્મ આચર્યું હતુ. બાદ ફરિયાદ નોંધાતા મહિલા પોલીસે એક સંતાનના પિતા અને માસુમ બાળકીની જીંદગી બગાડનાર હવશખોરની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.