Abtak Media Google News

એક પ્રચલિત ભાવના અનુસાર બાળપણ એ ખેલવાનો સમય છે. અહીં એક એવા બાળકની વાત છે જેના માતા-પિતાએ ખેલવાની સાથે ખીલવાની પણ તાલીમ આપી છે. કુમળી વેલને જેમ ઝાડ પર ચઢાવો એમ ચડે, તે પ્રમાણે બાળપણમાં જે સંસ્કારો આપો એ દ્રઢીભુત બને. શ્રી શ્રી રવિશંકર દ્વારા સંચાલિત શ્રી શ્રી એકેડેમી શાળાનો વિદ્યાર્થી મનાલ ટીલારા એક અનેરી પ્રતિભા ધરાવતો બાળક છે. અભ્યાસ, યોગા, સેવા અને સંગીત તેના જીવન સાથે વણાયેલા છે. ભણવાની સાથે તે આર્ટ ઓફ લિવિંગ પરિવારમાં જોડાઈને સ્વવિકાસ કરે છે. મહાકાલેશ્ર્વર મંદિર સેવા સમિતિમાં સેવારત પિતા ભાવેશભાઈ પાસેથી સેવાની પ્રેરણા મેળવે છે. મધુરમ સંગીત કલાસીસના રમેશભાઈ વ્યાસ પાસેથી સંગીતની તાલીમ લે છે.

તેરી મીટ્ટીના દેશભકિત ગીતથી પોતાની યુટયુબ ચેનલની શરૂઆત કરનાર મનાલ પિતા ભાવેશભાઈએ ચીંધેલા માર્ગ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખાના સંસ્કારોનું પરિણામ છે. રાષ્ટ્રીય અને સામાજીક તહેવારોને અનુરૂપ ગુજરાતી, હિન્દી, અંગ્રેજી તેમજ સંસ્કૃત ભાષામાં ૧૦થી વધારે વિડીયો પોતાની યુટયુબ ચેનલમાં જાતે એડિટીંગ અને મિકિસિંગ કરી મુકયા છે. તેમના દ્વારા લિખિત કાઠીયાવાડી સુર સાથેનું નવું નજરાણું કાઠીયાવાડી લેરમાં આગામી દિવસોમાં આવી રહ્યું છે. નાની ઉંમરે મનાલની આ સિદ્ધિ અન્ય બાળકો માટે ઉદાહરણરૂપ બની રહી છે.

સ્ટેહમ વચ્ચે રાજકોટનો લિટલ સ્ટાર તેની સંગીતની પ્રતિભાને લઇને સુપરહિટ થયો છે. લોકડાઉનથી ઘરની ચાર દીવાલ વચ્ચે આ ભૂલકાએ કંટાળા શબ્દને બાયપાસ કરી સંગીત ક્ષેત્રમાં તેની નવી કલાનું સર્જન કયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.