Abtak Media Google News

લગ્નની સીઝનને ધ્યાનમાં રાખીને જામનગર મહાનગરપાલિકાની ફૂડ એન્ડ સેફ્ટી વિગાભ મેદાને ઉતર્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં દૂકાનો અને રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જામનગર મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા રણજીતસાગર રોડ, ગુલાબનગર, 54 દિગ્વિજય પ્લોટ, 24 દિગ્વિજય પ્લોટ, કામદાર કોલોની  વિસ્તારમાં માંથી  કુલ 5 જેટલા પનીર(લુઝ)ખાદ્ય પદાર્થ ના નમુના લઈ પરીક્ષણ અર્થે ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી વડોદરા ખાતે મોકલવામાં આવ્યા.જેના પૃથ્થકરણ રીપોર્ટ આવ્યા બાદ આગળની FSSAI-2006 તથા નિયમો-2011 હેઠળ આગળ કાર્યવાહી કરવામાં આવશે.

Page 11

તેમજ અલગ-અલગ વિસ્તાર આવેલ માં તથા ફરસાણ/ફાસ્ટફૂડ,ડેરી ,આઈસ ફેક્ટરી માં મહાનગરપાલિકા ના એફ.એસ.ઓ. એ રૂબરૂ ઇન્સપેક્સન દરમિયાન સાફ સફાઈ અને સ્વછતા જાળવવી,હાઇજેનિક કંડીશન મેન્ટેન કરવી,ખાદ્ય પદાર્થ ઢાંકી ને રાખવા,ખાદ્ય સામગ્રી માં લેબલ પ્રોવિજન નું પાલન કરવા,વાસી ખોરાક ન રાખવો,તેમજ ફ્રીઝ ની હાઇજેનિક કંડીશન મેન્ટેન કરવા,કોરોઝન પામેલ આઈસ કેન માં કલર કરવા, પાણી માં કલોરીનેશન કરવું ,વગેરે બાબત અંગે તાકીદ કરવામાં આવ્યા.

અશોક આઈસ ફેક્ટરી એમ.પી,શાહ ઉધોગનગર, ભૂલચંદ  કંપની આઈસ ફેક્ટરી , મનુભાઈ રાજલક્ષ્મી મેન્યુફેક્ચરિંગ , કોમલ સેલ્સ એજન્સી , શિવ આઇસ્ક્રીમ મેન્યુફેકચરિંગ યુનીટ , આઝાદ આઈસ ફેક્ટરી બેડેશ્વર, અલરજા આઈસ ફેક્ટરી , ઓનેસ્ટ આઈસ ફેક્ટરી , જય ભવાની ખમણ હાઉસ રણજીતસાગર રોડ, બેઠક રેસ્ટોરન્ટ ,પીટર જોન્સ પીઝ્ઝા ,સદગુરુ સ્વીટ  ફરસાણ,ઢોસા હાઉસ અને નેપલ્સ પીઝ્ઝા પેઢીમાં ફુડ શાખાએ ચેકીંગ કરેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.