સંત વેલનાથ જયંતિની દિવ્ય-ભવ્ય રથયાત્રામાં માનવ મહેરામણ ઉમટયું

બહુમાળીથી આરંભ થયેલ યાત્રાનું ઠેર ઠેર સ્વાગત વિવિધ રાજકીય પક્ષોના આગેવાન-મહાનુભાવો યાત્રામાં જોડાયા

દેશભરમાં વસતા કોળી સમાજના ઇષ્ટદેવ સંતશ્રી વેલનાથ જન્મજયંતિ નીમીતે ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે સવારે ચુવાળીયા કોળી ઠાકોર વિઘાર્થી ભવન બોડીંગ દ્વારા આયોજીત વેલનાથ જન્મ જયંતિ ઉત્સવ નીમીતે રથયાત્રામાં હજારોની મેદની ઉમટી હતી. પરંપરાગત રીતે યોજાયેલી વેલનાથની રથયાત્રાનું પ્રસ્થાન ચુવાળીયા કોળી ઠાકોર વિઘાર્થી ભવન બહુમાળી ભવન ચોકથી યાત્રાનો આરંભ થયો હતો.કિશાન પરા ચોકથી પેડક રોડ થઇ અટલ બિહારી બાજપેયી હોલ જયા તે પૂર્ણ થઇ હતી.

બહુમાળી ભવન ખાતે શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રદિપ ત્રીવેદી, સંજય ખજુડીયા, વિપક્ષ નેતા ભાનુબેન સોરાણી, ગાયત્રીબા વાઘેલા, ડો. હેમાંગ વસાવડા, દીનેશભાઇ મકવાણા, દીપ્તીબેન સોલંકી, સુરેશભાઇ બથવાર, રાજદિપસિંહ જાડેજા, યુથ કોંગ્રેસના અલ્પેશભાઇ, કેતનભાઇ તાળા, ચંદ્રિકાબેન વરાણીયા, દિલીપભાઇ આસવાણી, ઠાકરશીભાઇ ગજેરા એ યાત્રાનું સ્વાગત કર્યુ છે.

1પ0 ફલોપ મોટરો, ટ્રક, ટ્રેકટર એકાવન બુલેટ ડીજે દ્વારાની રમઝટ સાથે યોજાયેલી આ યાત્રામાં સંતરામદાસબાપુ સંત સાયનાથબાપુ, ભગત મનુભાઇ ધણોજા, ભગવત વાઘજીભાઇ સિતાપરા, સંત નિર્મળદાસ સ્વામી હાજર રહ્યા હતા.આ યાત્રામાં સામાજીક આગેવાનો ડો. નરેન્દ્ર મુંજપરા, ધર્મેશભાઇ ઝુઁઝવાડીયા, જગદીશભાઇ ઠાકોર, પરસોતમભાઇ સાપરીયા, બાબુભાઇ ઉધરેજીયા, દેવજીભાઇ  ફતેપરા, કુંવરજીભાઇ બાવળીય, ધનસુખ ભંડેરી, કમલેશ મીરાણી, બાબુભાઇ ઉધરેજા,  નયનાબેન બાલોદ્રા, કંકુબેન ઉધરેજા યાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. સંતવેલનાથ જયંતિ ઉત્સવ સમીતી  દ્વારા સુદર વ્યવસ્થા ગોઠવી હતી.