Abtak Media Google News

કોઈ વ્યક્તિ તકલીફમાં હોય અને તે તકલીફ દૂર કરવા માટે ખાસ કરીને નાણાંની જરૂર પડે એટલે ગુજરાતીઓ હંમેશા અવ્વલ જ રહેતા હોય છે અને તેમની તોલે દેશ-વિશ્ર્વનું એક પણ શહેર કે રાજ્ય આવી શકે નહીં તે સો આના સાચી વાત છે. આવું જ માનવતાને મહેકાવી દેતું વધુ એક કાર્ય ગુજરાતમાં થવા પામ્યું છે. આજથી થોડા દિવસ પહેલાં મહીસાગર જિલ્લાના કનેસર ગામમાં જન્મેલા 3 મહિનાના ધૈર્યરાજસિંહ રાજદીપસિંહ રાઠોડ નામના નવજાતને એસ.એમ.એ.1 નામની ગંભીર બીમારી હોવાનું નિદાન થયું હતું. આ બિમારીમાંથી સાજા થવા માટે ધૈર્યરાજસિંહ માટે વિદેશથી એક ઈન્જેક્શન મંગાવવું પડે તેમ હતી અને આ ઈન્જેક્શન 16 કરોડની કિંમતનું હોવાથી ધૈર્યરાજસિંહના માતા-પિતા તેને ખરીદી શકે તેવી સ્થિતિમાં નહોતા એટલા માટે તેમણે લોકો પાસેથી ઈન્જેક્શનની રકમનું દાન કરવા હાકલ કરી હતી. આ હાકલ સોશ્યલ મીડિયા પર વાયુવેગે પ્રસરી જતાં માત્ર ગણતરીના દિવસમાં જ 16.50 કરોડ રૂપિયાનું દાન એકઠું થઈ ગયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.