માંગરોળ: વિડીયો વાયરલ કરી પૈસા પડાવતી જી.આર.ડી. મહિલા વિરૂધ્ધ  કાર્યવાહી કરવા અરજી

ગામના અગ્રણીઓ અને આગેવાનોએ મામલતદાર અને ડીવાયએસપીને મહિલા સામે કડક પગલા  લેવા માટે પાઠવ્યું  આવેદન

માંગરોળ ખાતે જી.આર.ડી.મા ફરજ બજાવતા આ મહિલા કર્મચારી મુળ માંગરોળ તાલુકાના ઢેલાણા ગામના રહેવાસી છે અને તેમના પ્રથમ લગ્ન થયા બાદ તેમના પતિ સાથે છુટાછેડા થયેલ છે અને તેમને એક પુત્ર હતો તે છોડીને અન્ય બીજા વ્યકિત સાથે ે લગ્ન કરેલ છે ત્યારબાદ થોડો સમય તેમની સાથે રહેલ અને તેનું પણ એક બાળક થયેલ ત્યારબાદ અન્ય ત્રીજા વ્યકિત સાથે ભાગી ગયેલ અને હાલ તેમની સાથે રહે છે. હાલમાં કાજલબેન જે વ્યકિત સાથે રહે છે તે સૌ પ્રથમ માંગરોળ તાલુકાના બામણવાડા ગામે રહેવા ગયેલા ત્યાં ભાડાના મકાનમાં રહેતા હતાં ત્યાં કોઈ વ્યકિત સાથે ખોટો ઝગડો કરેલ અને તેમને બ્લેકમેઈલ કરી પૈસા પડાવી તેમની સાથે સમાધાન કરેલ જે બાબતે શીલ પોલીસ સ્ટેશનમાં આ મહિલાએ ફરીયાદ પણ કરેલી હતી.

ત્યારબાદ માંગરોળ તાલુકાના વાડલા ગામે રહેવા ગયેલ ત્યાં પણ નિર્દોષ લોકોને ભોગ બનાવેલ  ત્યારબાદ તે માંગરોળ તાલુકાના ગોરેજ ગામે રહેવા ગયેલ ત્યાં તેમણે કેટલાક લોકોના વિડીયો બનાવી તેમને બ્લેકમેલ કરી પૈસા પડાવેલ છે અને જે વ્યકિતના મકાનમાં ભાડે રહેતા હતા. તેમની સાથે ઝગડો કરી મકાન પચાવી પાડવાની કોશીશ કરેલ અને ગામમાં ઘણા લોકોને ખોટા કેસ કરીને ફીટ કરાવી દેવાની ધમકી આપીને બ્લેક મેલ કરીને પૈસા પડાવેલ અને છેલ્લે આખા ગામનાલોકો તેમની સામે મેદાને પડીને તેમને ગામમાંથી તેમને દૂર કરેલ અને કારણ એ છે કે અન્ય બીજા નિર્દોષ લોકો ભોગ આ રીતેની ભોગ ન બને ત્યારબાદ પણ આ મહિલા ચૈનકેન પ્રકારે ગમે તે વ્યકિતને કોઈપણ રીતે ફસાવીને તેમની સાથે તોડ કરીને પૈસા પડાવે છે અને જી.આર ડી.માં નોકરી દરમ્યાન પણ ઘણા નિર્દોષ લોકોને ડરાવી ધમકાવી અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપીને પૈસા પડાવેલ આમ ઉપરોકત વિગતે આ મહિલા ગુન્હાહિત માનસિકતા ધરાવતી વ્યકિત છે અને સમાજમાં સભ્ય સમાજને હેરાન પરેશાન કરવાની ટેવવાળા છે અને અમારા જાણવા મુજબ આ મહિલા એક જ આવા કૃત્ય કરતા હોય.

તો તેમની સાથે અન્ય બીજા કેટલાક માણસો પણ સંડોવાયેલ હોય તેમ જણાય છે અને તેમને બળ અને ટેકો આપતા હોય અને કદાચ ભાગીદારી પણ હોય તેમ જણાય છે અને હાલમાં મહિલા વીડીયોમાં પોલીસ તથા તેમના સાથી કર્મચારીઓ તેમજ પત્રકાર સામે આક્ષેપો કરેલા છે અને પોતે જીવન ટૂંકાવી દેવાની ધમકી આપે છે તે બીલકુલ ખોટુ છે અને યેનકેન પ્રકારે લોકોની અને સમાજની તથા અધિકારીઓની સહાનુભૂતિ મેળવીને પોતાનું ધાર્યું નિશાન પાર પાડવાની ખેવના ધરાવતા હોય આ મહિલાની સામે યોગ્ય કાર્યવાહી કરવા સમાજના નિર્દોષ નાગરીકો લોકોના હિત માટે ઝીણવટભરી તપાસ કરી યોગ્ય ન્યાયિક તપાસ કરી જે પણ લોકો તેમની સાથે સંકળાયેલ હોય તેમની સામે પણ તાત્કાલિક કડક મા કડક કાર્યવાહી કરવા ની પણ આવેદનપત્ર દ્વારા માગણી  કરવામાં આવી છે

જી.આર.ડી તેમજ હોમગાર્ડ એ પોલીસની જ એક પાંખ છે આમ આવા વીડીયો વાયરલ થતા પોલીસ કર્મચારી ઓમાં ફાટા પડવાની પણ પૂરેપૂરી સંભાવનાઓ રહેલી છે અને આવી ખોટી ફરીયાદો થતા પોલીસની છબી પણ ખરડાય તેવી પુરેપુરી સંભાવના અને શકયતાઓ હોય જેથી આવા ખોટા આક્ષેપો કરતા પોલીસ પરીવારના જી.આર.ડી, હોમગાર્ડ તેમજ પોલીસ કર્મચારી જે આવુ કૃત્ય કરતા હોય તેઓને અખંડિતતા ન સર્જાય તે સારૂ સમાજના અને ન્યાના હિતમાં દુર કરવા અને તેઓ સામે સખતમાં રાખત કાર્યવાહી થાય અને કોમી એકતા જળવાઈ રહે અન્ય કોઈ કર્મચારી ખોટી રીતે બદનામ ન થાય કે ખોટી રીતે અન્ય કોઈ કર્મચારી ફરી વખત આવો ભોગ ન બને તે માટે  આ આવેદન આપી ન્યાયિક કાર્યવાહી કરવા તેમજ આ કાર્યવાહી વહેલી તકે કરી યોગ્ય દૃષ્ટાંત માંગરોળની તેમજ ગુજરાતની જનતાને મળી રહે તે માટે આ આવેદન આપવામાં આવ્યું હતું

આ આવેદનપત્ર આપવામાં માટે જૂનાગઢ જિલ્લાના ન્યાય સમિતિ ચેરમેન જીવાભાઈ સોલંકી પરબતભાઇ મેવાડા જિલ્લા ભાજપ આગેવાન ભાનુભાઈ પરમાર સરપંચ આત્રોલી જેન્તીભાઈ પરમાર સરપંચ વાડલા ભુરૂભાઈ પરમાર સરપંચ શાપુર નિલુભાઈ મકવાણા જિલ્લા કોંગ્રેસ આગેવાન ભરત પરમાર વણકર સમાજ રણજીતસિંહ પરમાર કારડીયા રાજપૂત સમાજ આગેવાન ગોવિંદભાઈ ગોહેલ રાજુભાઈ મકડીયા અશોકભાઇ મકવાણા યશભાઈ ગોહલ સાથે મહિલા આગેવાન હર્ષિદાબેન જોશી મેનાબેન ચુડાસમા મુમતાઝ બેન જાડેજા ગૂંણવતીબેન ચાવડા ભારતીબેન ગોહેલ સહિતના આગેવાનો અને યુવાનો જોડાઈ માંગરોળ મામલતદાર મારફત જિલ્લા કલેકટરશ્રી ઉગ્ર રાજુવાત સાથે આવેદનપત્ર આપવામાં આવેલ