Abtak Media Google News

માંગરોળ કોગ્રેસના સભ્ય કાન્તાબેન ગોહેલ, જે નગરપાલિકા મહિલા સદસ્ય અને તેમના દિયર દિનેશભાઈ ગોહેલનું અકસ્માતમાં મોત થયું છે. આજે સાંજે જૂનાગઢમાં માંગરોળના ગળોદર પાસે ટ્રકે તેમના બાઈકને હડફેટે લેતા બન્નેનું કમકમાટી ભર્યુ મોત નીપજ્યું હતું. ગત રોજ પાલિકાની સામાન્ય સભામાં કાન્તાબેને હાજરી આપી હતી,

ત્યાં કોંગ્રેસની સભા માં સૌ માંગરોળના બીજા કોગ્રેસના સભ્યોને મળ્યા હતા ઉપરાંત તેઓના આજે સાંજે થયેલા દુઃખદ અવસાન પછી માંગરોળના કોંગ્રેસના કાર્યકર્તાઓ અને સભ્યો વચ્ચે શોકનો માહોલ છે. માંગરોળ નગરપાલિકા પ્રમુખ તેમજ ઉપપ્રમુખ સહીત નગરપાલિકાના સદસ્યોએ દુઃખદ સમાચારથી શ્રદ્ધાંજલી પાઠવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.