માંગરોળ પોલીસે વિદેશી પક્ષીના વધુ ૩ હત્યારાને દબોચ્યાં

માંગરોળ પંથકમાં થોડા સમય પહેલા જ વિદેશી પક્ષીઓના શિકારીઓ સક્રિય થયા હોવાની વ્યાપક ફરિયાદો વચ્ચે લંબોરા-વિરપુરની સીમમાં આવેલ નોળી નદીના જળાશયમાં ઉતરેલા કુંજનો શિકાર થતો હતો. મૃતદેહોને સગેવગે કરતા શખ્સોને કુંજના મૃતદેહો અને મોટર સાયકલ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લઇ પોલીસ હવાલે કરવામાં આવ્યા હતાં ત્યારે આજ રોજ કુંજ પક્ષીના શિકારમાં અન્ય ત્રણ આરોપીને પકડી પાડવામાં આવ્યા હતા.

માંગરોળ કુંજ પક્ષીના શિકારમાં અન્ય ત્ણ આરોપીના નામ ખુલતા આ શિકાર માં ઉપયોગ આવેલ ફાઇબર બોટો સહિતની અટકાયત કરી વધુ તપાસ માંગરોળ ફોરેસ્ટ વિભાગ હાથ ધરી છે. માંગરોળ નૉળી નદીના જળાશયમાંથી કુંજ પક્ષીના શિકાર કરતાં શિકારીઓને બે દિવસ અગાઉ પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા હતા અને જરૂરી કાર્યવાહી કરી માંગરોળ ફૉર્સ્ટ ડિપાર્ટમેન્ટને સોંપવામાં આવી હતી.

માંગરોળ ફોરેસ્ટ વિભાગે જરૂરી કાર્યવાહી કરી આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે માંગરોળ કોર્ટ દ્વારા આરોપીઓના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રિમાન્ડ મંજુર થયા બાદ તમામ આરોપીની પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન આરોપીઓએ અન્ય ત્રણ આરોપીઓના નામ પણ આપ્યા હતા.

જ્યારે રિમાન્ડ પુરા થતા તમામ આરોપીઓને જે લવાલે કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. આરોપીએ રિમાન્ડ દરમિયાન ત્રણ લોકોના નામ આપતા પોલીસે ત્રણેય આરોપીની અટકાયત કરવામાં આવી હતી. ત્રણેય આરોપીઓ તેમજ તેમને ઉપયોગમાં લીધેલી ત્રણ ફાઇબર બોટ પણ કબજે કરવામાં આવી છે. આરોપીઓનો મેડિકલ ચેકઅપ કરી વનવિભાગ દ્વારા તપાસ આરંભીને ગુનોની નોંધવાની તજવીજ હાથ ધરી છે.