Abtak Media Google News

માંગરોળ, નીતિન પરમાર

માંગરોળના નાયબ મામલતદાર પોતાના અહમના કારણે અનેક વખત વિવાદમાં સપડાયા છે ત્યારે હવે ફરી એકવાર વિરોધ વંટોળ ઊભો થયો છે. વિવિધ કામો બાબતે કનડગત કરાતા ગામજનો દ્વારા સરકાર અને કલેકટર કચેરી સુધી ફરિયાદ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. લોકોને પડતી મુશ્કેલીમાં નાયબ મામલતદાર સિંગરખીયા વિરુદ્ધ ભાજપ કાર્યકરોમાં રોષ ફેલાયો છે. નાયબ મામલતદાર વિરુદ્ધ આગેવાનો પાસે ફરિયાદ કરવામાં આવી છે.

સ્કૂલ ખુલતા તરત જ વાલીઓ તથા વિધાર્થીઓ જન સેવા ક્રેન્દ્ર ખાતે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, જન્મનું પ્રમાણપત્ર અને આવા બીજા અગત્યના સરકારી કામોં માટે જતા હોય છે. જન સેવા કેન્દ્ર પ્રતિનિધિઓ મામલદાર અને બીજા અનુભવી સરકારી કર્મચારીઓ પ્રજાના પ્રશ્નો ઉકેલવા અને તેમને મદદ કરવા માટે જાણ સેવા કેન્દ્ર એ ઉપસ્થિત હોય છે ત્યારે માંગરોળ માં આજે એક ઘટના સામે આવી જેમાં માંગરોળના નાયબ મામલતદાર સિંગરખીયા અને ત્યાંની પ્રજા વચ્ચે રોષ નો મામલો સામે આવ્યો છે. આ અંગે ખરાઈ કરતાં મામલતદાર સામે પ્રજા એ પણ રોષ વ્યક્ત કર્યો હતો.

લોકોનું કહેવું છે કે છેલ્લા 10 દિવસથી અમારા બધા જરૂરી સરકારી પુરાવાઓ જમા કરીએ છીએ પરંતુ મામલતદાર નાની નાની ભૂલો કાઢીને અમને સરકારી ઓફિસના ધક્કા ખવડાવે છે. ક્રિમિલેયર આવક ના દાખલા જાતિ પ્રમાણપત્ર કાઢવા માટે લોકો સરકારી ઓફિસના ધક્કા ખાઈ ખાઈ ને ઠાલક્ય અંતે તેમને મીડિયાની મદદ લીધી હતી. હાલ સ્કૂલમાં એડમિશન ચાલુ થતા જ લોકોનો ઘસારો વધ્યો હતો. લોકોએ એમ પણ કહ્યું કે દાખલાના ફોર્મની ખરાઇ કરવા જતા, વારંવાર નાની નાની ભૂલો કાઢે છે, સરકારના કાયદાઓને જળની જેમ ચોંટી જતા લોકોમાં વિવાદ થઈ રહ્યો છે. લોકોના સોગંદનામાં હોવા છતાં અનેક રીતે તેમને હેરાન કરતા હોવાનો લોકો દ્વારા દાવો કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.