Abtak Media Google News

 

કરફયુનો સમય બે કલાક વધારાયો: ડ્રોન કેમેરાની મદદથી ભીડ અટકાવવામાં આવશે: બસ ટ્રાન્સપોર્ટ સેવાને રાત્રિ કરફયુમાંથી મુક્તિ અપાઇ

 

અબતક,રાજકોટ

કોરોના વાયરસને અટકાવવા રાજય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાનો કડક રીતે અમલ કરાવવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે સમગ્ર શહેરના પોલીસ સ્ટાફને આદેશ આપી માર્ગ દર્શિકાનું ચુસ્ત પાલન કરાવવા અનુરોધ કર્યો છે. તેમજ શહેરીજનોને પણ કોરોના સંક્રમણ અટકાવવા પોલીસની કામગીરીમાં સહકાર આપવા અપીલ કરી છે.

કફર્યુનો સમય બે કલાર વધારવામાં આવતા રાતે દસથી અને સવારે છ વાગ્યા સુધી કફર્યુનો અમલ કરાવવા પોલીસ સ્ટાફને સુચના આપવામાં આવી છે. વેપાર ધંધા માટે દુકાનોને દસ વાગ્યા સુધી ખુલ્લી રાખી શકશે, ધોરણ 1 થી 9 સુધીનો અભ્યાસ કરાવતી તમામ શાળાઓને બંધ રાખવી, રાજકીય, સામાજીક, લગ્ન પસંગ અને ધાર્મિક કાર્યક્રમોમાં 400 વ્યક્તિઓ જ હાજરી આપી શકશે, અંતિમ યાત્રા અને દફન વિધીમાં 100 વ્યક્તિઓ જોડાઇ શકશે તેમ જાહેરનામાં દ્વારા જણાવ્યું છે.

સિનેમા હોલ, જીમ, સ્વીમીંગપુલ, વોટર પાર્ક, લાઇબ્રેરી, ઓડીટોરીયમની ક્ષમતાના 50 ટકા સંખ્યા સાથે ચાલુ રાખી શકાશે, હોટલ અને રેસ્ટોરન્ટ તેની ક્ષમના 75 ટકા સંખ્યામાં ચાલુ રાખી શકશે તેમજ પાર્સલની હોમ ડીલીવરી રાત્રે 11 વાગ્યા સુધી કરી શકાશે, એસટી અને ખાનગી વાહનમાં ક્ષમતાના 75 ટકા સાથે મુસાફરોની હેરાફેરી કરી શકાશે અને રાત્રી કફર્યુમાંથી બસ ટ્રાન્સપોર્ટ સેવાને મુક્તિ આપવામાં આવી છે. તમામ પ્રવૃતિ સાથે જોડાયાલી વ્યક્તિઓએ વેક્સિનના બે ડોઝ લીધા હોવા જરૂરી છે અને સરકારની માર્ગ દર્શિકાનું ચુસ્ત પાલન કરવાનું રહેશે તેમજ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જરૂરી અને અનિવાર્ય કામ વિના ઘરની બહાર ન નીકળવા લોકોને અપીલ કરી છે.

 

 

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.