Abtak Media Google News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોલારના બાંગરાપેટમાં આજની પહેલી રેલીને સંબોધી રહ્યા છે. આ રેલીમાં મોદીએ કહ્યું કે, “કોંગ્રેસ 6 પ્રકારના રોગોથી ગ્રસ્ત છે અને તે જ્યાં જાય છે ત્યાં આ રોગોને વાયરલ કરે છે.” મોદીએ કહ્યું કે મનમોહન સિંહનું રિમોટ મેડમજીના હાથમાં હતું, મોદીનું રિમોટ જનતાના હાથમાં છે. મોદી હિંદી ઉપરાંત ત્યાંની સ્થાનિક ભાષામાં પણ જનતાને સંબોધી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે મોદી આજે કર્ણાટક ચૂંટણી માટે 4 જનરેલીઓને સંબોધવાના છે.

 Congress is affected with 6 diseases & makes those 6 diseases viral wherever it goes. They are- Congress culture, Communalism, Casteism, Crime, Corruption, Contractor system. These six Cs are destroying the future of Karnataka: PM Modi in Kolar’s Bangarapet #KarnatakaElection2018 pic.twitter.com/rPW1CNBPQJ

— ANI (@ANI) May 9, 2018

મોદી બોલ્યા,”કોંગ્રેસ 6 પ્રકારના રોગોથી ગ્રસ્ત છે અને તે જ્યાં જાય છે ત્યાં આ 6 રોગોને વાયરલ કરે છે. આ રોગો છે.કોંગ્રેસ કલ્ચર, કોમ્યુનાલિઝમ, કાસ્ટિઝમ, ક્રાઇમ, કરપ્શન, કોન્ટ્રાક્ટર સિસ્ટમ. આ છ C કર્ણાટકના ભવિષ્યને નષ્ટ કરી રહ્યા છે.”

“આ કોંગ્રેસના નામદાર સોનાની ચમચી લઇને પેદા થયા છે. અને આ સોનું કોલારનું નથી, આ તો વિદેશનું, ભ્રષ્ટાચારમાંથી આવેલું સોનું છે.ટોયલેટ નથી તો માતા-બહેનોને શું પરેશાની થાય છે, તે તેમને 70 વર્ષ સુધી સમજાયું નથી. અને આજે મોદી દેશભરમાં ટોયલેટ બનાવી રહ્યા છે તો કહે છે કે મોદી અમીરો માટે કામ કરે છે. શું મોદીને અમીરો માટે 500 ટોયલેટ્સ બનાવવાની જરૂર છે ખરી?”

 (Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.