Abtak Media Google News

ડ્રાયફ્રૂટ્સમાં રહેલા તત્વોથી શારીરિક અને માનસિક શક્તિ રહે છે પ્રબળ: આ વર્ષે તહેવારોમાં ડ્રાયફ્રૂટ્સના ભાવમાં થયેલા વધારાની સીધી અસર બજાર પર વર્તાઇ

 

અબતક, રાજકોટ

તન અને મનની તંદુરસ્તી માટે શારીરિક વ્યાયામ જરૂરી છે તેવી જ રીતે ડ્રાયફ્રુટસ ખાવાથી પણ શારીરિક અને માનસિક મજબૂતાઇ મળી શકે છે તેમાં પણ ડ્રાયફ્રુટસમાં અનેક શરીરને આવશ્યક તત્વો રહેલા હોવાથી રોગપ્રતિકારક શક્તિની સાથે તંદુરસ્તીનું પણ પ્રમાણ વધે છે. ડ્રાયફ્રૂટસમં સારા મીનરલ્સ, વીટામીન્સ, પ્રોટીનની માત્રા ખૂબજ સારી હોય છે. જેથી બધા લોકોએ ડ્રાયફ્રૂટસ ખાવા જોઈએ બધાજ ડ્રાયફ્રૂટસની અલગ અલગ વેલ્યુ હોય છે. એટલે મીક્ષ ડ્રાટફ્રૂટસ ખાવા જોઈએ ડ્રાયફ્રૂટસ ખાવાનો સારો સમય સવારનો હોય છે. ડ્રાયફૂટસ તંદુરસ્થ શરીર બાળકોનાં વિકાસ અને બાહ્ય સુંદરતામાં પણ ઉપયોગી છે. સમય સાથે સુકા મેવાનું મહત્વ વધતું જાય છે. તેની સાદી વ્યાખ્યા સમજીએ તો તાજા ફળની સુકવણી કરવામાં આવે અને તેનો પાણીનો ભાગ ઉડી ગયા પછી તેના જે સુકા ભાગમાં વિટામીન જળવાયેલા રહ્યા તેને આપણે સુકામેવાના રૂપમાં વાપરીએ છીએ. સુકામેવામાં બદામ, અખરોટ, પીસ્તા ઉપરાંત ખજૂર, અંજીર વગેરેને ઉપયોગી માનવામાં આવે છે

 

 

વિટામીન, પ્રોટીન અને મીનરલ્સથી ભરપૂર ફ્રૂટ એટલે ડ્રાયફ્રૂટ્સ: અંજલી ગરેજા (ડાયટિશીયન)

સારા મિનરલ્સ, પ્રોટીન અને વીટામીનની ભરપૂરતા ડ્રાયફ્રૂટ્સમાં હોય છે. જે શરીર માટે ખૂબ જ જરૂરી હોય છે. રેગ્યુલર ડ્રાયફ્રૂટ્સ ખાવાથી શરીરમાં રીઝલ્ટ ખૂબ જ સારૂં મળે છે. 8 થી 10 પીસ ડ્રાયફ્રૂટ્સના શરીર માટે ઘણા છે વધારે પ્રમાણમાં ડ્રાયફ્રૂટ્સ શરીરમાં નુકશાનકારક પણ બની શકે છે. બધા જ ડ્રાયફ્રૂટ્સમાં અલગ-અલગ વીટામીન્સ અને મીનરલ્સ હોય છે. બધા જ ડ્રાયફ્રૂટ્સની અલગ-અલગ વેલ્યૂ હોય છે. એ માટે મીક્સ ડ્રાયફ્રૂટ્સ ખાવા જોઇએ. ડ્રાયફ્રૂટ્સ ખાવાનો સૌથી સારો સમય સવારનો હોય છે. કેમ કે ડ્રાયફ્રૂટ્સ આખા દિવસની પ્રોટીન,

મીનરલ્સ અને વીટીમીન્સની ઉણપને ઉત્પન્ન થવા દેતું નથી. પ્રેગનેન્ટ સ્ત્રી જો પલાળીને ડ્રાયફ્રૂટ્સ ખાય તો બાળક માટે ખૂબ જ સારૂં છે. ઘણા લોકો ડ્રાયફ્રૂટ્સ ખરીદી ન શકે તો શીંગ પણ ખાય શકે છે. જેટલું પ્રોટીન બદામમાં મળે છે. તેટલું જ શીંગમાં પણ મળી રહે છે. ડ્રાયફ્રૂટ્સથી ઘણી બધી વાનગી બનાવી શકાય છે પણ વાનગીમાં ડ્રાયફ્રૂટ્સનો ઉપયોગ ક્ધટેન્ટ પ્રમાણે કરવો જોઇએ. બાળકોનાં શરીરના ગ્રોંથમાં પણ ડ્રાયફ્રૂટ્સ ઉપયોગી છે. 20 ગ્રામથી વધારે ડ્રાયફ્રૂટ્સ ન ખાવા જોઇએ. આપણું શરીર 20 ગ્રામથી વધારે નથી પચાવી શકતું. જો ખાવ તો વધારાનું વેસ્ટ થઇ જાય છે અને ડાયરેયા પણ થઇ જતા હોય છે. કોઇપણ ફૂડ ક્ધટેન્ટ પ્રમાણે ખાવા જોઇએ અને થોડો સમય કસરત માટે પણ કાઢવો જોઇએ.

 

સવારનો ડ્રાયફ્રૂટ્સવાળો નાસ્તો એટલે રાજાશાહી નાસ્તો: ડો.રશીલા પટેલ (ન્યુટ્રીસયન્ટ)

એક ન્યૂટ્રીશીન્સીસ્ટ તરીકે ડ્રાયફ્રૂટ્સની વેલ્યૂ ખૂબ જ વધારે હોય છે. ડ્રાયફ્રૂટ્સમાં પ્રોટીન, કાબોહાઇડ્રેડ, કેલ્શીયમ, વીટામીન્સ બધી જ વસ્તુ પ્રમાણસર મળી રહે છે. પહેલાનાં સમયમાં લોકો ફરજીયાત નાસ્તામાં ડ્રાયફ્રૂટ્સ ખાતા હતા અને શ્રમ કરતા વધારે પરિશ્રમ કરતા હોય તેવા લોકોને ડ્રાયફ્રૂટ્સ આપવામાં આવતા હતા. જેથી તેઓના શરીરમાં ઘટતા મીનરલ્સની ઉણપનો ઉભી થાય. મેડીકલ સાયન્સ ઘણું આગળ વધી ગયું છે. ઘણીવાર હૃદ્યના દર્દીને કોલેસ્ટ્રોલ વધારે આવે તો ડ્રાયફ્રૂટ્સ ન ખાવા જોય તેવું બધા કહેતા હોય છે પણ ન્યૂટ્રીશ્યન વેલ્યૂ તરીકે સેટ કરવા માંગતા હોય તો 5 બદામ દરરોજ નાસ્તામાં કોઇપણ દર્દીને આપી શકાય છે. વાયરલ ઇન્ફેક્શનમાં

ઇમ્યુનિટી બુસ્ટરનું પણ કામ ડ્રાયફ્રૂટ્સ કરે છે. પીસ્તા, અખરોટ, બદામની ન્યૂટ્રીશ્યન વેલ્યૂ ખૂબ જ વધારે હોય છે.  ડ્રાયફ્રૂટ્સની ન્યૂટ્રીશ્યન વેલ્યૂ જોય ખાવાથી મીનરલ્સ, પ્રોટીન, વીટામીન, ઘટતા હોય તો તે ઉણપને દૂર કરે છે. ઉગતા બાળકનું શરીર વધારવું હોય તો સવારનો નાસ્તો પણ પ્રોટીનયુક્ત હોવો જોઇએ. બાળકોને બહારની વસ્તુ ખવડાવવા કરતા ઘરની ડ્રાયફ્રૂટ્સવાળી વાનગી ખવડાવવી જોઇએ. પ્રકૃતિ પ્રમાણે, ઋતુ પ્રમાણે અને શરીરની તાસીર પારખી પછી એ ક્ધટેન્ટ પ્રમાણે ડ્રાયફ્રૂટ્સ ખાવા જોઇએ. નાનો બાળક ફીડીંગ છોડી દૂધ ઉપર લાવે ત્યારે બદામને લસોટીને કેસર સાથે આપો તો બાળકની યાદશક્તિમાં વધારો થાય છે. જે લોકોને બી-12 ઓછુ છે તો એ લોકોએ કાજુ ખાવાથી બી-12નું પ્રમાણ વધે છે. જે લોકોને ડ્રાયફ્રૂટ્સ પાચન ન થતા હોય તેવા લોકોને લો-કેલરીવાળા ફૂડ બનાવી આપી શકાય છે. ડ્રાયફ્રૂટ્સ ખાલી મીનરલ્સ માટે જ નહીં પણ બાહ્ય સુંદરતા માટે પણ ઉપયોગી થાય છે.

ડ્રાયફ્રૂટ્સના ભાવ એની ગુણવત્તા, ક્વોલીટી, સાઇઝ પર નક્કી કરવામાં આવે છે: તુલસીભાઇ કક્કડ (વેપારી-સિધ્ધાર્થ એન્ટરપ્રાઇઝ)

આ વ્યવસાયમાં હું 18 વર્ષથી જોડાયેલો છું. ડ્રાયફ્રૂટ્સ 365 દિવસ ખાવા જ જોઇએ. મર્યાદિત પ્રમાણમાં ખાવાથી શરીર અને સ્વાસ્થ્ય માટે ગુણકારી છે. બધા જ ડ્રાયફ્રૂટ્સની અલગ-અલગ વિશેષતાઓ છે. જે ડ્રાયફ્રૂટ્સને આપણે સમજતા નથી એટલે જ એને ખાતા પણ નથી જેમકે અખરોટને આજથી 8 થી 10 વર્ષ પહેલા કોઇ સમજતા નહીં. એના હિસાબે ખાતા પણ નહી. જેમ-જેમ ખબર પડવા લાગી તેમ-તેમ ખાવા લાગ્યા અખરોટને બ્લડપ્રેશર અને કોલેસ્ટ્રોલવાળા દર્દીએ ખાવાથી ખૂબ જ સારો ફાયદો થાય છે.  એવી જ રીતે બીજા ડ્રાયફ્રૂટ્સના

અલગ-અલગ ફાયદાઓ છે. ડ્રાયફ્રૂટ્સના ભાવ એની ગુણવત્તા, ક્વોલીટી અને સાઇઝ પરથી નક્કી કરવામાં આવે છે. કોઇપણ વાનગીઓ અને મીઠાઇઓમાં ડ્રાયફ્રૂટ્સ ભેળવવાથી તેના સ્વાદમાં બદલાવ આવે છે. હમણાં જ ડ્રાયફ્રૂટ્સના ભાવમાં 20%નો વધારો થયો છે. જેની સીધી ઇફેક્ટ આવનારા તહેવારમાં જોવા મળશે પણ ભાવની ઇફેક્ટમાં ધીરે-ધીરે સુધારો આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.