Abtak Media Google News

કોરોનાને નાથવા ગ્રામ્ય વિસ્તારોની જાગૃતિ

દેશભરમાં કોરોનાએ ફરી માથુ ઉચક્યું છે. જેમાં ખાસ કરીને ગુજરાત રાજ્યમાં સૌથી વધુ કેસો નોંધાઈ રહ્યાં છે. કોરોના સંક્રમણ અટકાવવા સરકાર અનેક સરાહનીય પગલાંઓ લઈ રહી છે. જેમાં લોકોનો પણ પુરતો સહયોગ મળી રહ્યો છે. કોરોના સંક્રમણ અટકાવવા શહેરીજનો કરતાં ગ્રામ્યજનો વધુ જાગૃત બન્યા હોય તેવો માહોલ થોડા દિવસોથી જોવા મળી રહ્યો છે. ગામડાઓના લોકો કોરોનાને લઈ વધુ ગંભીરતા દાખવી રહ્યાં છે અને આંશિક લોકડાઉન સર્વાનુમતે જાહેર કરી રહ્યાં છે. લોકડાઉનના નિર્ણયોમાં ગામના સરપંચો, આગેવાનો વગેરેનો સહકાર ગ્રામ પંચાયતોને મળી રહ્યો છે. ગોંડલના ભુણાવા ગામે ગઈકાલે 10 દિવસનું લોકડાઉન જાહેર કરાયા બાદ આજે વધુ ત્રણ ગામના લોકોએ આંશિક અથવા સંપૂર્ણ લોકડાઉનનો નિર્ણય સ્વયંભૂ લઈ લીધો છે.

મોરબીમાં કોરોનાનું વધુ સંક્રમણ ટાળવા માટે અનાજ-કરિયાણા એસોસિએશન, પ્લાયવુડ-હાર્ડવેર એસોસિએશન બાદ હવે રીટેલ ઓપ્ટિકલ એસોસિએશન દ્વારા અડધો દિવસ દુકાનો બંધ રાખવા સ્વયંભૂ નિર્ણય કરાયો છે. મોરબી રીટેલ ઓપ્ટિકલ એસોસિએશનનાં પ્રમુખ સંજયભાઈ વોરા દ્વારા જણાવાયું હતું કે, મોરબીમાં વધતા જતા કોરોના સંક્રમણ ટાળવા અને કોરોનાનું જોખમ અટકાવવા માટે આવતા સોમવાર તા.12 એપ્રિલ સુધી બપોરના 4 વાગ્યા પછી દુકાનો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને મોરબી રીટેલ ઓપ્ટિકલ એસોસિએશનનાં તમામ વેપારીઓને સોમવાર સુધી બપોર 4 વાગ્યા પછી દુકાનો બંધ રાખવા અપીલ કરી છે.

જામરાવલ વેપારી એસોસીએશન અને નગરપાલિકા દ્વારા સ્વૈચ્છીક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં વધતા કોરોનાના પ્રકોપને કારણે ગામના આગેવાનો અને વેપારીઓની મીટીંગ મળી હતી. આ મીટીંગમાં મામલતદાર મકવાણા, ચીફ ઓફિસર, પીએસઆઈ ગોઢાણીયા, નગરપાલિકા પ્રમુખ ડો.મનોજભાઈ જાદવ, વેપારી એસો.ના પ્રમુખ ગોરધનભાઈ મોદી અને બહોળી સંખ્યામાં વેપારી અને નગરજનોની હાજરીમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય બધા લોકો માસ્ક પહેરે અને હાલની પરિસ્થિતિના કારણે ધંધા-રોજગાર સવારથી બપોરના ચાર વાગ્યા સુધી ખુલ્લા રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તા.8-4-21 થી 22-4-21 સુધી બપોરના 4 વાગ્યા બાદ લોકડાઉનનું પાલન થાય જેથી કોરોના પર નિયંત્રણ આવે.

લોધીકા તાલુકાના ખીરસરા ગામે ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા  તેમજ ગ્રામજનોની ઉપસ્થિતિમા ખીરસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમ દ્વારા ગામ લોકોને કોરોનાની ગાઇડલાઇન વિષે માહિતી આપેલ જેમ કે ધરની બહાર નીકળવા સમયે માસ્ક પહેરીને બહાર નિકળવુ સોસિયલ ડિસ્ટન્સ રાખવો જરૂરી કામ વિના બહાર ન નીકળવુ તેમજ 60 વર્ષ થી મોટી ઉંમરના વડીલો તેમજ 45થી ઉપરના યુવાનોએ વેક્સિન અવશ્ય લેવી તેમજ ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા તેમજ ગામના આગેવાનો અને ગ્રામજનોની ઉપસ્થિત અત્યારની કોરોના પરિસ્થિતિને અનુલક્ષીને ગામના તમામ વેપારીઓ ભાઈઓએ મહત્વનો નિર્ણય એ લિધો કે ગામ લોકો ને ખરીદી માટે દુકાનો સવારે 6 થી 10 તેમજ સાંજે 5 થી 8 ખુલી રહેશે તે દરમિયાન તમામ ખરીદી શાંતિ પૂર્ણ કરી લેવી અને ખરીદીના સમયે માસ્ક પહેરીને આવવુ  અને સોસિયલ ડિસ્ટન્સ જાળવવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.