Abtak Media Google News

વન વીક, વન રોડ ઝુંબેશ અંતર્ગત 4220 ચો.ફૂટ જગ્યામાં ખડકાયેલા છાપરા, ઓટલા સહિતના દબાણો પર બુલડોઝર ફેરવી દેવાયા

વન વીક, વન રોડ ઝુંબેશ અંતર્ગત આજે કોર્પોરેશન દ્વારા શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં વોર્ડ નં.7, 14 અને 17માં સમાવિષ્ટ થતાં ત્રિકોણ બાગ ચોકથી અટીકા ફાટક સુધીના ઢેબર રોડ પર ઓપરેશન ઓટલા તોડ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત અલગ-અલગ 27 સ્થળોએ માર્જીન અને પાર્કિંગની જગ્યામાં ખડકાયેલા દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું અને 4220 ચો.ફૂટ જમીન ખૂલ્લી કરાવવામાં આવી હતી.

આજે ડિમોલીશન દરમિયાન વાળા પાન એન્ડ કોલ્ડ્રીંક્સ, ફૌજી રેસ્ટોરન્ટ, એર વેલ ઇલેક્ટ્રીકલ, શ્યામ ડિલક્સ પાન, નેશનલ ઓટો હાઉસ, મહાદેવ ઓટો ઇલેક્ટ્રીક એન્ડ ચાવી, મોમાઇ ટી એન્ડ પાન, એ.જી.ગમારા, ભારત ઇલેક્ટ્રીકલ, સિટી સેન્ટર બિલ્ડીંગ, પટેલ રેડિયો, પી.આર.કોમ્પ્લેક્સ, ટંકારાવાળા સ્ટોર, વી.વી.કોમ્પ્લેક્સ, આર્ય સમાજની વાડી, ડી.બી.એસ.નું એટીએમ, વાણિજ્ય ભવન, ધરતી બેંક, બીગ પોર્ટ ટી, શિવાલીંક એપાર્ટમેન્ટ, અમિત બિલ્ડીંગ, શ્રી રામ ટેલીવર્લ્ડ, સરસ્વતી સ્કૂલ, મધુરમ હોસ્પિટલની સામે, ગુરૂકુળની સામે અને ગુરૂકુળ સ્કૂલની સામે માર્જીન અને પાર્કિંગમાં ખડકાયેલા છાપરા, રેલીંગ, ઓટલા, લોખંડની રેલીંગ, લોખંડની જાળી, સાઇન બોર્ડ સહિતના દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.

બસ પોર્ટ, બોમ્બે ગેરેજ, ભાડલાવાળા અને મહેતા પેટ્રોલપંપને ફાયર એનઓસી રિન્યૂ કરાવવા નોટિસ

કોર્પોરેશનની ફાયર એન્ડ ઇમર્જન્સી શાખા દ્વારા આજે ઢેબર રોડ પર અલગ-અલગ બિલ્ડીંગોમાં ફાયર સેફ્ટી અંગેનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત એક હાઇરાઇડ્ઝ બિલ્ડીંગ, ત્રણ સ્કૂલ, સાત હોસ્પિટલ, એક લેબોરેટરી, સાત હોટેલ, બે રેસ્ટોરન્ટ, એક ગેસ્ટ હાઉસ, બસ પોર્ટ, ત્રણ પેટ્રોલ પંપ સહિત કુલ 26 જગ્યાએ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત નાગરિકો બેંક ચોકમાં કાંતિ એપાર્ટમેન્ટ રહેણાંક બિલ્ડીંગને, બોમ્બે ગેરેજ પ્રાઇવેટ લીમીટેડ પેટ્રોલ પંપ, નેશનલ ઓટો મોબાઇલ, ભાડલાવાળા પેટ્રોલ પંપને, મહેતા પેટ્રોલ પંપને, હોટેલ નેક્સસને તથા જી.એસ.આર.ટી.સી. (બસ પોર્ટ)ને ફાયર એનઓસી રિન્યૂ કરાવી લેવા માટે નોટિસ આપવામાં આવી હતી.

જુગાડુ વડાપાંઉ અને છાશવાલામાંથી અખાદ્ય ખોરાક મળી આવ્યો

આજે આરોગ્ય શાખા દ્વારા 39 દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત 17 કિલો વાસી અને અખાદ્ય ખોરાકનો જથ્થો મળી આવતા તેનો નાશ કરવામાં આવ્યો હતો અને ફૂડ લાયસન્સ મેળવવા તથા હાઇજેનીંગ ક્ધડીશન જાળવવા માટે 12 પેઢીઓને નોટિસ આપવામાં આવી હતી. કિસાનપરા ચોકમાં જુગાડુ વડાપાંઉમાંથી પાંચ કિલો વાસી પાંઉ અને બ્રેડનો જથ્થો મળી આવતા તેનો નાશ કરાયો હતો.

જ્યારે પટેલ ડેરી પ્રોડક્ટ પ્રાઇવેટ લીમીટેડ (છાશવાલા)માંથી 220 મીલી ચોકલેટ લસ્સીના 56 નંગ તથા રજવાડી લસ્સીના 17 નંગ પર લેબલની વિગતો અવાંચ્ય હોવાના કારણે તેનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે શિવશક્તિ ડેરી, ઓમ ફાર્મસી, ટ્વીલાઇટ કોલ્ડ્રીંક્સ, ડિલક્સ પાન એન્ડ કોલ્ડ્રીંક્સ, ઓમ પાન એન્ડ કોલ્ડ્રીંક્સ, વાળા પાન, ગોકુલ ટી સ્ટોલ, ગોકુલ પરોઠા હાઉસ અને અશોક ફૂડને નોટિસ આપવામાં આવી હતી.

જ્યારે આનંદ નગર મેઇન રોડ પર ગાયત્રી મંદિરની સામે આનંદનગર કોલોનીમાં શિવશક્તિ એજન્સીમાંથી ગૌ ચીઝ પ્રોસેસ્ડ, ચિત્રકૂટ સોસાયટી મેઇન રોડ પર રેલવે ટ્રેકની સામે તીર્થ માર્કેટીંગમાંથી પેટલ ચીઝ પ્રોસેસ્ડ, જ્યુબીલી શાક માર્કેટ સામે ગુમાનસિંહજી શોપિંગ સેન્ટરમાં બાલાજી માર્કેટીંગમાંથી કેલ્ક્લો એન્ડ ફ્રોઇડ ન્યૂટ્રી પ્રોસેસ્ડનો નમૂનો લેવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.