Abtak Media Google News

સહજાનંદ ટાયર્સ, સત્યવિજય આઇસ્ક્રીમ, રાધે કોલ્ડ્રીંક્સ પંડિતજી રોટીવાલા સહિતનાઓએ ખડકેલા દબાણોનો સફાયો

 

અબતક, રાજકોટ

વન વીક, વન રોડ ઝુંબેશ અંતર્ગત આજે કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા શહેરના રૈયા ચોકડીથી કેકેવી સર્કલ સુધીના વિસ્તારમાં ઓપરેશન ઓટલા તોડ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં માર્જીન અને પાર્કીગની જગ્યાએ અલગ-અલગ 6 સ્થળોએ ખડકાયેલા દબાણો દૂર કરી દેવામાં આવ્યા હતાં.

આજે સવારે ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા 150 રીંગ રોડ પર રૈયા ચોકડીથી કેકેવી ચોક સુધીના વિસ્તારમાં હાથ ધરવામાં આવેલા ડીમોલીશનમાં પર્લ પ્લાઝા કોમ્પ્લેક્સમાં રાજુભાઇ વાઘના સહજાનંદ ટાયર્સ નામની પેઢી દ્વારા માર્જીન સ્પેસમાં બનાવવામાં આવેલું છાપરૂં દૂર કરવામાં આવ્યું હતુ અને 12 ચો.મી. જમીન ખૂલ્લી કરાવવામાં આવી હતી. એલીંગન્સ કોમ્પ્લેક્સમાં જયેશભાઇના શ્રી સત્યવિજય આઇસ્ક્રીમ દ્વારા પાર્કિંગની જગ્યામાં ગેરકાયદે ખડકી દેવાયેલી રેલીંગ હટાવી દેવામાં આવી હતી. ગોલ્ડન પ્લાઝામાં ગોવિંદભાઇ નડીયાપરા તથા દુકાનદારો દ્વારા પાર્કિંગની જગ્યામાં રેલીંગ બનાવી દેવામાં આવી હતી જે હટાવી દેવામાં આવી છે. જ્યારે ક્રિષ્ના કોમ્પ્લેક્સમાં રઘુભાઇ ગાણોલીયા દ્વારા માર્જીનની જગ્યામાં બનાવવામાં આવેલું છાપરૂં તોડી 12 ચો.મી. જગ્યા ખૂલ્લી કરાવવામાં આવી હતી. રૈયા ટેલીફોન એક્સચેન્જ પાસે ક્રિષ્ના કોમ્પ્લેક્સમાં હરસદભાઇ પટેલ દ્વારા માર્જીનની જગ્યામાં ખડકાયેલું છાપરું દૂર કરી 26 ચો.મી. જમીન ખૂલ્લી કરાવવામાં આવી હતી.

જ્યારે 150 રીંગ રોડ પર ઓસ્કાર કોમ્પ્લેક્સમાં નિકુંજભાઇ ભટ્ટની પંડિતજી રોટીવાલે પેઢીની માર્જીન જગ્યામાં છાપરૂં દૂર કરી 9 ચો.મી જમીન ખૂલ્લી કરાવવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.