બજાર ટનાટન: અર્થતંત્રની પુરપાટ ઝડપે દોડતી ગાડીને શેર માર્કેટે વધાવી

અબતક, નવી દિલ્હી

કોરોના મહામારીનું વિઘ્ન હટતા જ ર્અતંત્રની ગાડી પુરપાટ ઝડપે દોડી રહી છે. કોરોનાને કારણે છવાયેલી નકારાત્મક અસરોને દુર કરી હવે ભારતીય ર્અતંત્ર નવી ઊંચાઈ અને વૃદ્ધિ તેમજ ટકાઉ વિકાસ તરફ આગળ ધપી રહ્યું છે. ભારતીય ર્અતંત્રની આ ગતિને શેરબજાર પણ જાણે વધાવી રહ્યું હોય તેમ આગામી ટૂંક સમય એટલે કે દિવાળી સુધીમાં માર્કેટ ૬૦ હજારની સપાટીને સ્પર્શ કરે તો નવાઈ નહીં..!! નિષ્ણાંતો, ર્અશાીઓ તેમજ બજાર વિશ્લેષકો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે કે ભારતીય ર્અતંત્ર આગામી વર્ષ ૨૦૨૨માં સૌી વધુ ઝડપી વિકસતું ર્અતંત્ર હશે. વૃદ્ધિ દર પણ ૬ ૭ ટકાએ રહેશે જે વિશ્વમાં ચીન બાદ સૌી વધુ હશે.

દિવાળી સુધીમાં શેર બજાર ૬૦ હજારની સપાટીને આંબે તેવી શકયતા

ર્અતંત્ર અંગે હકારાત્મક આશાવાદ અને ઝડપી વધતો જતો વૃદ્ધિદર શેરબજાર માટે ગ્રીન સિગ્નલ સમાન છે. ગઈકાલે નિફટી પ્રમ વખત ૧૭,૫૦૦ની પાર ઈ ઐતિહાસીક સપાટીએ રહ્યો હતો. સેન્સેક્સમાં પણ જબરદસ્ત ઉછાળો નોંધાયો હતો. ત્યારે આજરોજ પણ માર્કેટ ખુલતાની સો જ સેન્સેક્સમાં ૧૬૫ પોઈન્ટ અપ રહ્યો હતો. વેપાર અને વિકાસ પરની સંયુકત રાષ્ટ્રની ગઈકાલે મળેલી એક કોન્ફરન્સમાં નિષ્ણાતોએ જણાવ્યું છે કે ભારતીય ર્અતંત્ર આગામી નાણાકીય વર્ષમાં હકારાત્મક રહેશે અને ૬.૭ ટકાના વૃદ્ધિદર સો આગળ ધપશે. જે વિશ્વમાં ચીન બાદ બીજા નંબરે હશે. સંયુક્ત રાષ્ટ્રના ર્અશાીઓએ બેઠકમાં આશાવાદ વ્યક્ત કર્યો હતો કે ચાલુ વર્ષમાં ભારતનો વૃદ્ધિદર ૭.૨ ટકા રહેશે.

ઉત્પાદન પ્રવૃત્તિ વધતા વેપારનો વ્યાપ પણ વધ્યો છે. જેના કારણે ભારતની નિકાસ પણ અનેકગણી વધી રહી છે. આ ઉપરાંત સરકાર અને રિઝર્વ બેંકના સમન્વયી નિર્ણયને કારણે બજારમાં તરલતા રહેતા આગામી સમયમાં ભારતીય ર્અતંત્ર તેમજ શેર બજાર વધુ ધમધમશે.

વેપારનો વ્યાપ વધ્યો: ઓગષ્ટમાસની નિકાસમાં ૪૬%નો ઉછાળો

મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર ધમધમતા ભારતની વેપાર તુલા પણ વધુ બની છે. ઓગસ્ટ માસમાં પણ ભારતની નિકાસમાં ૪૬ ટકા જેટલો ઉછાળો નોંધાયો છે. જે ર્અતંત્રની સારી વૃદ્ધિ માટે એક મોટા પાસાં સમાન છે. પેટ્રોલિયમ પેદાશો, રત્ન અને આભૂષણો, એન્જિનિયરિંગ માલ-સામાન તેમજ કોટન યાર્નની નિકાસ નોંધપાત્ર દરે વધુ વધી છે. કુલ નિકાસ ઓગસ્ટમાં વાર્ષિક ધોરણે ૪૫.૮ ટકા વધીને ૩૩.૨૮ અબજ ડોલર ઈ છે. જો કે જુલાઈ માસમાં વિકાસની ગતિમાં ધીમી ગતિ નોંધાઈ છે. જોે કે નિકાસની સો આયાતમાં પણ વધારો નોંધાયો છે. આયાતમલ  ઝડપી વધારો ઈ  ૪૭.૦૯ અબજ ડોલરે પહોંચી છે. જે સોના દ્વારા સંચાલિત છે એટલે કે કુલ આયાતમાં વધારો એ સોનાની આયાતને આભારી છે.

એક વર્ષ અગાઉ ૮.૨ અબજ ડોલરની સરખામણીમાં ૧૩.૮૧ અબજ ડોલરની વ્યાપક વેપાર ખાધ પડી છે. આ એક મહિના દરમિયાન આયાતમાં ૫૧.૭૨ ટકાનો વધારો યો છે. ગયા મહિને સોનાની આયાત ૮૨.૪૮ ટકા વધીને ૬.૭૫ અબજ ડોલરની પાંચ મહિનાની ઊંચી સપાટીએ પહોંચી છે. ૧૧.૬૫ અબજ ડોલરની તેલની આયાત વાર્ષિક ધોરણે ૮૦.૬૪ ટકા વધી હતી. જો કે નિકાસ પણ વધતા ર્અતંત્ર હકારાત્મક વેગમાં આગળ ધપી રહ્યું છે.

માર્કેટ કેપ રૂ .૧૫ લાખ કરોડને પાર કરનાર ઝઈજ ભારતની પ્રથમ કંપની બની

હાલના ટેક્નોલોજીના જમાનામાં ટેક કંપનીઓ માલામાલ ઈ છે. એમાં પણ સૌી વધુ અને મોટો ફાયદો ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસિસ-ટીસીએસને મળ્યો છે. ટાટા ક્નસલ્ટન્સી સર્વિસીસ (tcs) દેશની સૌી મોટી ઇન્ફોર્મેશન ટેકનોલોજી (it) સર્વિસ પ્રોવાઇડર છે. જેને ૨૦૦ બિલિયન ડોલર એટલે કે રૂપિયા ૧૫ લાખ કરોડી વધુ માર્કેટ કેપિટલાઇઝેશન હાંસલ કર્યુ છે. ૧૯૯ બિલિયન ડોલરનું બજાર મૂલ્ય મેળવી લીધું છે. ઉલ્લેખનીય છે કે ભારતીય બજારમાં ઝઈજ કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પછી બીજી સૌી મોટી મૂલ્યવાન કંપની બની ગઈ છે. રિલાયન્સનું મૂલ્ય ૧૫ સપ્ટેમ્બર સુધીમાં ૨૦૫ અબજ ડોલર નોંધાયું છે. ઈંઝ અગ્રણી કંપની ટિસીએસએ છેલ્લા એક મહિનામાં

૧૩.૭૪%ની તેજી સો  ૨૦૦ અબજનું મૂલ્યાંકન કર્યું છે. દરમિયાન, બેંગલુરુ સ્તિ ભારતીય પ્રતિસ્પર્ધી ઇન્ફોસિસની માર્કેટ કેપ ૯૮ અબજ ડોલરે રહી છે.