- પાટડી બન્યું શિવમય મુખ્ય માર્ગો પર વાજતે- ગાજતે ભવ્ય પોથીયાત્રા નિકળી: શિવભક્તોની મેદની ઉમટી: પૂર્ણ ભક્તિમય માહોલ
સૌરાષ્ટ્રના પ્રથમ પંક્તિના સંતો પૈકી એક એવા સંત શિરોમણી પરમ પૂજ્ય બાપાની 12મી પાવન પુણ્યતિથિ નિમિત્તે જગદીશ મહાદેવ મંદિર પાટડી સમસ્ત ઉદાસે આશ્રમ ખાતે શિવ મહાપુરાણનું આયોજન કરવામાં આવ્યું છે ,અંતર્ગત થામાં આંતરરાષ્ટ્રીય શિવકથાકાર ગિરિબાપુ દ્વારા શિવકથાનું રસપાન કરાવવામાં આવશે, તે અંતર્ગત શિવ મહાપુરાણની પોથીયાત્રા એક ભવ્ય અને પવિત્ર પ્રસંગ છે. જેમાં શિવ મહાપુરાણની પવિત્ર પોથીને સન્માનપૂર્વક શોભાયાત્રામાં ફેરવવામાં આવી હતી, પોથીયાત્રા સામાન્ય રીતે પાટડી ગામના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ અને ઉદાસી આશ્રમ સુધી જાય છે,આ યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા અને ભગવાન શિવના ભજનો અને કીર્તનો ગાતા ચાલે છે. શિવ મહાપુરાણની પવિત્ર પોથીને સુંદર રીતે શણગારેલા રથમાં મૂકવામાં આવે છે. ભક્તો ભગવાન શિવના નામનો જાપ કરે છે અને આરતી કરે છે. પોથીયાત્રામાં પરંપરાગત સંગીત અને નૃત્ય કરવામાં આવ્યા હતા, સંતવાણી અને ડાયરો, ભોજન પ્રસાદ, સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે,શિવકથા દરમિયાન શ્રવણ મહાત્મ્ય, લિંગ પ્રાગટ્ય, સતી પ્રાગટ્ય, શિવપાર્વતી વિવાહ, કાર્તિક-ગણેશ પ્રાગટ્ય, દ્વાદશ જ્યોતિર્લિંગ કથા, રુદ્રાક્ષ મહિમા, ભસ્મ મહિમા અને શિવનામ મહિમા જેવા વિવિધ પાવન પ્રસંગોનું વર્ણન કરવામાં આવે છે. જીવનને શિવ સાથે મગ્ન કરનારા અલૌકિક ધર્મોત્સવમાં અંતર રાષ્ટ્રીય શિવ કથા કાર અને પ્રખર વક્તા પૂજ્ય ગીરીબાપુ શિવભક્તોને શિવ મહિમાની સમજણ આપશે પાટડી ઉદાસી આશ્રમ ખાતે શિવ મહાપુરાણની પોથીયાત્રાનું આયોજન ખુબજ ભવ્યતાથી કરવામાં આવ્યું હતુ તેમજ તેમાં ખુબજ મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતાં.
તા.રર માર્ચના રોજ કથા વિરામ પામશે. પૂર્ણાહુતિના દિવસે સવારે 10 થી 11 વાગ્યા સુધી કથાનું રસપાન કરાવવામાં આવશે તા. રર ના રોજ બપોરે 3 થી 6 કલાક સુધી ઉદાસી આશ્રમથી પાટડી સુધી ભવ્યાતિભવ્ય શોભાયાત્રાનું પણ ધર્મભીનું આયોજન કરવામાં આવ્યું છે. શિવ કથા દરમિયાન ભાવિકો માટે દરરોજ બપોરે 1ર કલાકથી અને સાંજે 7 કલાકથી ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
શિવકથા દરમિયાન શ્રવણ મહાત્મ્ય, લિંગ પ્રાગટય, સતિ પ્રાગટય, શિવ પાર્વતી વિવાહ, કાર્તિક- ગણેશ પ્રાગટય, દ્રાદશ જયોતિલિંગ કથા, રૂદ્રાક્ષ મહિમા, ભસ્મ મહિમા અને શિવ મહિમા જેવા પાવન પ્રસંગોની ઉજવણી કરવામાં આવશે. કથા દરમિયાન સ્ટેજનું સંચાલન દાદુભાઇ રબારી દ્વારા કરવામાં આવશે.
શ્રી જગાબાપા પ્રેરિત પાટડી સ્થિત ઉદાસી આશ્રમમાં અન્નક્ષેત્ર સેવા, અભિયાગત ની સેવા, ગૌ સેવા, વિવિધ ધાર્મિક પર્વોની ઉજવણી દર અમાસે કષ્ટ નિવારણ વૈદિક યજ્ઞ, આપાતકાલ અનિવાર્ય સેવાની સરવાણી વહાવવામાં આવે છે. દર વર્ષે રરમી માર્ચના રોજ પૂ. જગાબાપાની પુણ્યતિથિ નિમિતે ભજન, ભોજન અને ભકિતનો ત્રિવેણી સંગમ જામે છે. જેમાં સેંકડો ભાવિકો શ્રઘ્ધાપુરી સ્નાન કરી પુણ્યનું પવિત્ર ભાથુ બાંધે છે.
પાટડીમાં શ્રી જગદીશ્ર્વર મહાદેવના સાનિઘ્યમાં આગામી 16 થી રર માર્ચ દરમિયાન આંતર રાષ્ટ્રીય શિવ કથાકાર શ્રી ગિરિબાપુના વ્યાસાસને યોજાનારી શિવ કથામાં હોંશભેર સામેલ થવા ભકત ગણો, સેવક ગણોને ઉદાસી આશ્રમ દ્વારા સ્નેહ નિતરતું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.