Abtak Media Google News

તમામ પ્લાન્ટોમાં કોરોના સામે સુરક્ષા અંગેના માપદંડોનો કડક અમલ

લોકડાઉનના સમયમાં સમગ્ર ઉઘોગો બંધ હતા. ત્યારે મારૂતિ સુઝુકીના તમામ પ્લાન્ટ પણ બંધ કરવામાં આવ્યા હતા. લોકડાઉન-૪માં સરકાર દ્વારા ઉઘોગોને ચાલુ કરવાની છુટ આપવામાં આવી છે. ત્યારે ઉઘોગો શરૂ થવા લાગ્યા છે. મારૂતિ સુઝુકી કંપનીએ પોતાના ભારતમાં આવેલ ત્રણેય પ્લાન્ટ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. કંપની પણ ગુરૂગ્રામ, માનેસર અને ગુજરાતમાં પ્લાન્ટ આવેલા છે. લોકડાઉનમાં છુટ મળતા ગુરૂગ્રામ અને માનેસરાના પ્લાન્ટ શરુ કરી દેવામાં આવ્યો હતો. ત્યારે ગુજરાતનો પ્લાન્ટ ગઇકાલથી શરૂ કરવામાં આવ્યો છે. હાલ મારૂતિ સુઝીકી કંપનીના ત્રણેય પ્લાન્ટ ફરીથી ધમધમતા થતા વાહનોનું ઉત્પાદન પણ શરૂ થઇ રહ્યું છે.

ગઇકાલથી શરૂ થયેલા ગુજરાત ખાતેના પ્લાન્ટમાં ઉત્પાદન શરૂ કરવાની સાથે સરકારના કોરોનાથી બચવાના નિયમોનું પણ પાલન કરવામાં આવી રહ્યું છે. સમગ્ર ફેકટરીને સેનેટાઇઝ કરવામાં આવી હતી. અને ત્યાં કામ કરતા લોકોની કોરોનાથી બચવા સેફટીના તમામ સાધનોનો ઉપયોગ ફરજીયાત કરવામાં આવ્યો છે. ગુરૂગ્રામ અને માનેસરા ખાતે આવેલ પ્લાન્ટ ગત તા.૧ર અને ૧૯ મેના રોજ શરૂ કરવામાં આવ્યા હતા. ગુજરાત ખાતે આવેલી પ્લાન્ટએ સુઝુકી મોટર્સ ગુજરાત પ્રાઇવેટ લીમીટેડ પેટા કંપની હેઠળ ચાલતો પ્લાન્ટ છે. ગુરૂગ્રામ ખાતેના પ્લાન્ટમાં એસ. ક્રોસ, વિટારા બે્રઝા, ઇગ્નીસ તેમજ માલવાહક વાહનોનું ઉત્પાદન કરે છે. ત્યારે માણેસરા પ્લાન્ટએ સૌથી વધુ વેચાતી એવી અલ્ટો, સ્વીફટ- ડીઝાઇટ જેવી ગાડીઓનું ઉત્પાદન કરે છે.

હાલ સુઝીકી ના ત્રણેય પ્લાન્ટ ફરીથી ધમધમતા થઇ ચુકયા છે. ત્યારે માણેસરા ખાતે આવેલો પ્લાન્ટમાં એક વર્કરને કોરોના પોઝીટીવ કેસ આવ્યો છે હાલ ત્રણેય ફેકટરીઓ ખાતે સરકારના કોવિડ સામેની રક્ષણ માટેના જે ગાઇડ લાઇન છે તેનું સંપૂર્ણ પણે પાલન કરી તથા કરાવીને પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.