Abtak Media Google News

72માં વનમહોત્સવની ઉજવણી: 21માં સંસ્કૃતિક વનનું પ્રજાર્પણ કરતા સીએમ

વલસાડ : તા: 14 :  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ‘આઝાદીના અમૃત મહોત્સવ’ના પૂર્વદિને મારુતિ નંદન હનુમાનજીને સમર્પિત ગુજરાતના 21મા સાંસ્કૃતિક વનની ભૂમિકા સ્પષ્ટ કરી, ગુજરાતની સંસ્કૃતિક ધરોહરને મજબુત બનાવાના પ્રયાસોનો ખ્યાલ આપ્યો હતો.

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના કલગામ ખાતે ‘મારુતિનંદન વન’ પ્રજાર્પણ કરી, પવિત્ર શ્રાવણ માસમા શિવપ્રિય ‘રૂદ્રાક્ષ’ના બાળ છોડનુ વાવેતર કરતા મુખ્યમંત્રીએ રામાયણ કાળને ઉજાગર કરતા આકર્ષણો સાથે બાળ હનુમાનજીના પ્રસંગોને અહી ભાવી પેઢી માટે ઉજાગર કરવાની અભિલાષા વ્યક્ત કરી હતી.

ગ્રીન ગુજરાત, ક્લીન ગુજરાતનો ખ્યાલ … લોકોને આપ્યો

જીવમા શિવ, કણ કણમા શંકરની ભાવના સાથે વૃક્ષ અને જળસંચયએ માનવજીવન માટે ખુબ જ આવશ્યક છે, તેમ જણાવતા મુખ્યમંત્રીએ ‘ક્લાઈમેટ ચેન્જ’ જયારે દુનિયા માટે ચિંતાનો વિષય છે ત્યારે વિકાસને વરેલી રાજ્ય અને કેન્દ્ર સરકારે આ માટે પણ અલાયદો વિભાગ ઉભો કરીને, સસ્ટેનેબલ ડેવલોપમેન્ટની દિશામા કાર્ય કર્યું છે તેમ જણાવ્યુ હતુ. ‘ગ્રીન ગુજરાત, ક્લીન ગુજરાત’નો ખ્યાલ આપીને ગુજરાતના વન વિસ્તારના 15 ટકા ગ્રોથને મીયાવાંકી પદ્ધતિથી વધુ આગળ લઈ જવાનો આયાત આદર્યો છે તેમ ઉમેર્યું હતુ.

‘આઝાદીના અમૃત મહોત્સવ’ની આપણે જયારે ઉજવણી કરી રહ્યા છે ત્યારે, આઝાદી માટે સર્વસ્વ ન્યોછાવર કરનારા આઝાદીના લડવૈયાઓના સ્વપ્ન મુજબના ભારત નિર્માણમા અનેક સંકલ્પો સાથે તેની સિદ્ધિઓ તરફ આગળ વધવાના સહિયારા પ્રયાસોની હિમાયત કરી, આપણી સાંસ્કૃતિક ધરોહરને વધુ   મજબુત બનાવવાની અપીલ કરી હતી. દેશનુ રોલ મોડેલ જયારે ગુજરાત હોય ત્યારે દરેક ક્ષેત્રે અગ્રેસર રહીને ગુજરાત તેની કર્તવ્ય ભાવના નિભાવી રહ્યું છે તેમ જણાવતા મુખ્યમંત્રીએ પર્યાવરણ જાળવણી અર્થે તાજેતરમા જ જાહેર કરાયેલી ઈ વ્હીકલ પોલીસી, સ્ક્રેપ પોલીસી, ઉજ્જ્વાલા યોજના, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ, જળસંચય યોજના સહીત અનેકવિધ યોજનાઓ સાથે સરકાર સતત ચિંતિત અને કાર્યશીલ છે તેમ જણાવ્યુ હતુ. સ્થાનિક રોજગારીના સર્જન સાથે આઝાદીના આ અમૃત મહોત્સવમાં સૌને પર્યાવરણ જાળવણીનો સંકલ્પ કરવાનુ પણ આહ્વાન કર્યું હતુ.

માનવ જીવનમા વૃક્ષોની ઉપયોગીતા વર્ણવતા વન મંત્રીએ ‘ઓક્સીજન’ની જરૂરિયાત પૂરી પાડતા વૃક્ષોનુ ઠેક ઠેકાણે મોટે પાયે વાવેતર કરવાની અપીલ કરી હતી. વન વિસ્તાર સિવાયના સ્થળોએ વન વાવતેર માટે વન વિભાગના પ્રયાસોની રૂપરેખા આપતા વન મંત્રીએ વન વિસ્તાર અને વન્ય જીવના સંરક્ષણ અને સંવર્ધન માટે પ્રયાસરત રાજ્ય સરકારના અભિગમનો ખ્યાલ આપ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.