Abtak Media Google News

અર્થશાસ્ત્રનાં હેડ મારવાનીયા વિરુઘ્ધ વધુ એક પત્ર વાયરલ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અર્થશાસ્ત્ર ભવનનાં અધ્યક્ષ પરસોતમ મારવાનીયા વિરુઘ્ધ વધુ એક પત્ર વાયરલ થયો છે. મારવાનીયાને ૨૦ જુન ૨૦૧૯નાં રોજ ૬૨ વર્ષ પૂર્ણ થઈ ગયા હોવા છતાં તેઓ અર્થશાસ્ત્ર ભવનનાં અધ્યક્ષ અને સેનેટ સભ્ય તરીકે કાર્યરત રહી શકે તેવા સવાલ સાથેનો પત્ર વાયરલ થતાં યુનિવર્સિટીનાં વર્તુળમાં આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે.

મળતી માહિતી મુજબ તાજેતરમાં જ અર્થશાસ્ત્ર ભવનમાં અભ્યાસ કરતી પી.એચ.ડીની વિદ્યાર્થીનીનાં જાતીય સતામણી કેસમાં પ્રોફેસર રાકેશ જોશી અને અર્થશાસ્ત્ર ભવનનાં અધ્યક્ષ મારવાનીયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. પ્રોફેસર મારવાનીયાએ એક મહિના સુધી જાતીય સતામણી બાબતની વાત છુપાવી રાખતા તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા જોકે ગુજરાત સ્થાપના દિને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં સતાધીશો દ્વારા પરસોતમ મારવાનીયાને અધ્યક્ષ તરીકે પરત લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો અને તેઓ ૧, મે ૨૦૧૯નાં રોજ અધ્યક્ષપદે ફરી પાછા કાર્યરત થયા હતા જોકે હવે ગત ૨૦મી જુન ૨૦૧૯નાં રોજ પરસોતમ મારવાનીયાનાં ૬૨ વર્ષ પુરા થઈ ગયા હોય છતાં તેઓ હજુ પણ અર્થશાસ્ત્ર ભવનનાં અધ્યક્ષ અને સેનેટ સભ્ય તરીકે ચાલુ છે અને આ સ્થિતિમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કેમ્પસમાં ઘણા ખરા કર્મચારીઓમાં રોષ પ્રવર્તી રહ્યો છે.

Marwaniya-Is-62-Years-Old-And-Chairman-Of-Economics-And-Member-Of-The-Senate
marwaniya-is-62-years-old-and-chairman-of-economics-and-member-of-the-senate

અર્થશાસ્ત્ર ભવનનાં અધ્યક્ષ પરસોતમ મારવાનીયા વિરુઘ્ધ એક પત્ર પણ દાખલ થયો છે જેમાં સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે કે, પરસોતમ મારવાનીયાને ૬૨ વર્ષ પુરા થઈ ગયા હોવા છતાં પણ તેઓ હજુ અધ્યક્ષપદે કાર્યરત છે. અગાઉ ભુતકાળમાં પણ મનોવિજ્ઞાન ભવનનાં વડા મિનાક્ષીબેન પટેલ વખતે પણ આવો જ કિસ્સો સામે આવ્યો હતો જોકે હવે મારવાનીયાનાં કેસમાં યુનિવર્સિટીનાં સતાધીશો કેવા પગલા લેશે તે તો હવે જોવાનું રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.