Abtak Media Google News

કર્ણાટકના ઉડુપી જિલ્લાની છઠ્ઠા ધોરણની વિદ્યાર્થિની સિંધુરી એક હાથ વગર જ જન્મી હતી. તેમ છતાં પણ માસ્ક સિવતાં પોતાની અટકાવી શકી નહીં. કોરોનાવાયરસ મહામારી દરમિયાન કર્ણાટકની દસ વર્ષની બાળકીએ પોતાના સાહસથી ઘણાં લોકો ઘણાં લોકોને પ્રેરિત કર્યા છે. હકીકતે આ સ્કાઉટ અને સ્કૂલ ગાઇડ વિંગનું લક્ષ્ય હતું કે વિદ્યાર્થીઓને માસ્ક વહેંચવામાં આવે. વિદ્યાર્થિની સિંધુરીએ જણાવ્યું કે તેણએ 15 માસ્ક સિવ્યા છે. શરૂઆતમાં તે ફક્ત એક જ હાથથી સિલાઇ કરવાથી ખચકાતી હતી પણ તેની માતાએ મદદ કરી જેના પછી તે આ કામ કરી શકી.

Screenshot 2 24

જણાવીએ કે સિવેલા માસ્ક 12મા ધોરણના વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા. જે આજે સવારે પરીક્ષામાં બેઠાં હતા. કોરોના વિરુદ્ધ માસ્ક બધાં માટે અનિવાર્ય છે. સિંધુરી વિશે તેમના શિક્ષકોએ જણાવ્યું કે તે એક પ્રતિભાશાળી વિદ્યાર્થિની છે અને ખૂબ જ જલ્દી શીખી જાય છે. તે માઉન્ટ રોજરી સ્કૂલની સ્કાઉટ એન્ડ ગાઇડ ગ્રુપનો ભાગ છે.

કોરોના મહામારી અને લૉકડાઉન દરમિયાન દેશભરમાં કેટલાય બાળકોએ ઉદાહરણો રજૂ કર્યા છે. તે અનોખી રીતે સ્થાનિક લોકોની મદદ કરતા જોવા મળ્યા. કેટલાકે માસ્ક બનાવીને તો કેટલાક બાળકોએ કોરોનાવાયરસ માટે પોતાની બચતનું દાન આપીને યોગદાન કર્યું. એપ્રિલમાં, 17 વર્ષના બાળકે ધાતક બીમારીથી પીડાતાં હોવા છતાં 2 લાખ રૂપિયાનું દાન PM-CARES ફંડમાં આપ્યું. આ રકમ તેને બે રાષ્ટ્રીય પુરસ્કાર જીતવા માટે મળી હતી. આ અઠવાડિયાની શરૂઆતમાં, દિલ્હીના એક વિદ્યાર્થીએ ઘરે ફેસ શીલ્ડ તૈયાર કર્યા. 10મા ધોરણના વિદ્યાર્થીએ પોતાના સ્ટડી રૂમને ફેસ શીલ્ડ પ્રૉડક્શન રૂમમાં પરિવર્તિત કરી દીધું હતું. તેમણે દિલ્હી પોલીસ આયુક્ત એસએન શ્રીવાસ્તવને 100 ફેસ શીલ્ડ ભેટમાં આપ્યા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.