Abtak Media Google News

છેલ્લા બ દિવસ સતત વરસાદ શહેરમાં વરસી રહ્યો છે તેવા વાતાવરણમાં કુદરતના અફાટ સૌંદય માહોલમાં પશુ-પંખીઓ પણ આનંદોત્સવ માણી રહ્યા છે. દરેક પંખીઓ પોતાની ચોકકસ જગ્યાએ જ રાત-વાસો કે વિરામ કરતાં હોય છે પણ ચોમાસાના રંગે પરિવાર સાથે વરસાદી માહોલમાં પલળવાનું ચુકતા નથી. આજે વ્હેલી સવારે એક શાંતિદૂતોનો સમુહ ઇલેકટ્રીકના ફિડર વાળા વિશાળ થાંભલાઓ ક્રમિક લયબઘ્ધ હારમાં વરસાદમાં પલળવાનો આનંદ લેતા ‘અબતક’ ના કેમેરામાં આબાદ ઝડપાય ગયા હતા. દરેક પક્ષીઓને કુદરતી રચના મુજબ એક તૈલી પદાર્થ જેવું લીકવીક હોય છે જે પોતાની ચાંચ વડે દરેક પીંછા ઉપર વરસાદ આવ્યા પહેલા લગાડી દેતું હોવાથી મુશળ ધાર વરસાદમાં પણ પલળે પણ ઉડવાની ક્ષમતા મુજબ કોરુ જ હોય છે. કબૂતરને આપણે નિર્દોષ ભોળા પારેવા પણ કહીએ છીએ. ચોમાસાની ઋતુના મન ગમતાં વાતાવરણે આ શાંતિ દૂત પરિવારનું ટોળું સમુહ સ્નાનની મોજ માણીરહ્યું છે.કાળા ડિબાંગ વાદળો વચ્ચે મુશળધાર વરસતા વરસાદ વચ્ચે પણ શાંત ચિત્તે કુદરતની લીધા ખુલ્લા આકાશ નીચે માણતા શાંતિ દૂતોની આનંદોત્સવ એક સલામ !!છે…. ને…. કુદરતની લીલા અપરંપપાર !!

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.