બ્રહ્મદેવ સમાજ દ્વારા બળેવના દિવસે સમૂહ યજ્ઞોપવિત કાર્યક્રમ

બ્રહ્મસમાજ ગુજરાત દ્વારા આગામી તા. 11 ના રોજ સવારે 9 કલાકથી ગાયત્રી ધામ, જડુસ હોટલ સામે, કાલાગડ રોડ, રાજકોજ્ઞટ ખાતે યજ્ઞોપવિત બદલવા માટે સમુહ કાર્યક્રમ યોજાનાર છે  ત્યારે ‘અબતક’ મીડીયાની શુભેચ્છાએ આવેલાં આગેવાનોએ વિશેષ વિગતો આપી હતી.

બ્રહ્મદેવ સમાજ ગુજરાત રાજકોટ શહેરની વોર્ડ નં. 16 ની ટીમ દ્વારા આયોજીત સામુહિક યજ્ઞોપવિત બદલવાના કાર્યક્રમનું રાજકોટ શહેર પ્રમુખ વિપુલભાઇ જાની અને મહામંત્રી જીજ્ઞેશભાઇ ત્રિવેદીના માર્ગદર્શન મુજબ કાર્યક્રમના કન્વિનર શાસ્ત્રી સાગરભાઇ દવે તથા સહ ક્ધવીનર હીરેનભાઇ ત્રિવેદી અને વોર્ડ નં. 16 ની ટીમના નીતેષભાઇ અજયભાઇ, ભાનુભાઇ, રમણીકભાઇ, જયેશભાઇ તથા પરસોતમભાઇ અને શહેરના વરિષ્ઠ હોદેદારો મનોજભાઇ રાજગોર, ચંદુભાઇ પુરોહિત, ધર્મેન્દ્રભાઇ દવે, જસ્મીનભાઇ વ્યાસ, સુનીલભાઇ તથા યુવા પ્રમુખ અનંદભાઇ પુરોહિત મહામંત્રી દર્શનભાઇ પંડયા નિશ્ર્વલભાઇ જોશી કેયુરભાઇ જોશી સહીતના કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે.

આ કાર્યક્રમ  મા સમાજના અગ્રણી આગેવાનોની ઉ5સ્થિતિ રહેશે. બળેવ ના દિવસે યજ્ઞોપવિત બદલવા માટે ઇચ્છુક બ્રાહ્મણોએ ધર્મેન્દ્રભાઇ દવે મો. નં. 90994 84896 પર સંપર્ક કરવા જણાવાયું છે.