Abtak Media Google News

કોંગ્રેસના વિદ્યાર્થીનેતાની જાહેરાત : આ તલઘણી નિર્ણય પાછો ખેંચાવીને જ રહેશું

સૌરાષ્ટ યુનિ.ની ગઈકાલે સિન્ડિકેટ બેઠક મળી હતી તેમાં પરીક્ષાઓના લાઈવ મુદ્દે માત્ર સત્તાધીશો અને મીડિયા વગર કોઈ અન્ય લોકો જોઈ શકશે નહિ તેવો નિર્ણય જાહેર થતા જ વિવાદોનો મધપૂડો ચંચેડાયો છે. અગાવ કુલપતિ દ્વારા યુનિની તમામ પરીક્ષાઓના ગેરરીતિઓ અટકકાવા સીસીટીવી ઓનલાઇન જોઈ શકાશેની જાહેરાતો બાદ માત્ર એક પરીક્ષા પૂર્ણ થતા પીછેહઠ થતા ચારેકોર ચર્ચાઓનો વિષય બની જવા પામ્યો છે

Photo 2022 09 30 12 36 44

આ અંગે કોંગ્રેસના યુવાનેતા રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે આ નિર્ણયનો અમે શખ્ત વિરોધ કરીશું કારણ કે પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓ અને ભ્રષ્ટાચારના લીધે સૌ.યુનિ. છબી ખરેડાયેલી સુધારવા માટે પરીક્ષાઓમાં પારદર્શકતા જળવાઈ તે માટે ઓનલાઇન સીસીટીવી ખુબ જ આવશ્યક હતી પરંતુ યુનિ. ના સત્તાધીશો પીછેહટ કરી અમુક શિક્ષણના દલાલો વ્યાપારીકરણ કરતા હોય તે સ્પષ્ટ નજરે આવે છે.

સૌ.યુનિ. ના કુલપતિએ રાજપાલ અને શિક્ષણમંત્રીની હાજરીમાં પરીક્ષાઓના સીસીટીવી ઓનલાઇનની જાહેરાત કરી હતી અને ભારતમાં પ્રથમ યુનિ.એ આવો નિર્ણય મસ્તમોટી જાહેરાત બાદ પણ પીછેહટ કરી સત્તાધીશોએ સરકારની પણ લાજ રાખી નથી એ શરમજનક બાબત કહેવાય. ખાનગી કોલેજ સંચાલકોના દબાણથી જ અથવા તો લાખો રૂપિયાનો વહીવટથી કુલપતિ અને પરીક્ષા નિયામક આવો નિર્ણય લીધો હોય તેવો ગંભીર આરોપ કર્યો હતો.

આગામી સમયમાં અમે આ નિર્ણય પરત ખેંચાવી તમામ પરીક્ષાઓના સીસીટીવી ઓનલાઇન તમામ લોકો જોય શકશે તે અંગે કોંગ્રેસના સિન્ડિકેટ અને સેનેટ સભ્યો સાથે કુલપતિને રજુઆત કરીશું અને જરૂર પડ્યે ઉગ્ર આંદોલન પણ કરીશું તેમ જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.