100 મણનો સવાલ : જેતપુર સાડી ઉદ્યોગનું પ્રદુષિત પાણી ક્યાં છોડાશે

જેતપુરના ઉદ્યોગોનું પ્રદૂષીત પાણી પાઈપલાઈન મારફત પોરબંદરના દરિયામાં ઠાલવવાનો પ્રોજેકટ તૈયાર થઈ રહ્રાો છે, ત્યારે સમગ્ર પોરબંદર જિલ્લામાંથી આ પ્રોજેકટને લઈને વિરોધનો સૂર ઉઠયો છે. પોરબંદરનો દરિયાકિનારો અત્યંત અમુલ્ય ધરોહર ધરાવે છે. વિશ્વ પ્રસિધ્ધ માછલીઓ તેમજ પરવાળાઓથી આ દરિયો ભરપૂર છે. આ દરિયાકિનારો અદભુત કુદરતી સૌંદર્ય ધરાવે છે. જેતપુરના સાડી ઉદ્યોગનું પ્રદૂષીત પાણી પાઈપલાઈન મારફતે પોરબંદરના આ દરિયામાં ઠાલવવાની હિલચાલ શરૂ થઈ છે. જેની સામે ભારે વિરોધ વંટોળ ઉઠયો છે.

માછીમારી મૃતપાય થવાની ભીતિ

પ્રદુષિત પાણીના નિકાલના 700 કરોડના પ્રોજેકટને રોકવા માટે ઉઠતી પ્રબળ માંગ : ઠેર ઠેર રજૂઆતો અને આવેદનોનો દૌર

પોરબંદર સહિતના દરિયાકાંઠે માચ્છીમાર સમાજ પણ મોટા પ્રમાણમાં વસવાટ કરે છે અને તેમનો મુખ્ય આધાર માછલીઓ સહિતની દરિયાઈ ળવ સૃષ્ટિઓ પર રહેલો હોય છે, ત્યારે જેતપુર કાપડ ઉદ્યોગના કેમીકલયુકત પાણીને પાઈપલાઈન મારફત પોરબંદર નળકના દરિયામાં ઠાલવવાની સામે પોરબંદર સમસ્ત ખારવા સમાજે પણ વિરોધ નોંધાવ્યો છે.

જેતપુરમાં 1000 જેટલા સાડીઓના કારખાનાઓનું પ્રદૂષીત અને કેમીકલયુકત પાણી જો પોરબંદરના દરિયામાં ઠાલવવામાં આવશે તો તેની કાંઠાળ વિસ્તારના લોકોના સ્વાસ્થ્ય પર પણ ગંભીર અસર પડી શકે છે, ત્યારે આ પાણી પોરબંદરના દરિયામાં ઠાલવવાની યોજનાને લઈને સમગ્ર પોરબંદર જિલ્લામાંથી જબરો વિરોધનો સૂર ઉઠયો છે.

જેતપુરના સાડી ઉદ્યોગનો કદડો પોરબંદર નળકના દરિયામાં ઠાલવવા અંગેનો પ્રોજેકટ રૂપીયા 700 કરોડના ખર્ચે તૈયાર થઈ રહ્રાો છે. સાડી ઉદ્યોગનું કેમીકલયુકત પાણી જો દરિયામાં છોડવામાં આવશે તો દરિયાઈ ળવ સૃષ્ટિનું નીકંદન નીકળી જશે. પોરબંદર જિલ્લો મગફળી, ધાણા, ઘઉં, જીરૂ, બાજરો અને કઠોળ જેવા મહત્વના પાકનું ઉત્પાદન કરતો કૃષિપ્રધાન જિલ્લો છે. આ કેમીકલવાળા પાણીની પાઈપલાઈન જેટલા પણ ખેતરાળ વિસ્તારમાંથી પસાર થશે તે વિસ્તારની જમીનની ફળદ્રુપતા પણ નાશ પામશે તેમ જણાવી આંતરરાષ્ટ્રીય સંસ્થા જે.સી.આઈ. દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી આ પ્રોજેકટનો વિરોધ કરવામાં આવ્યો છે.

જેતપુરના સાડી ઉદ્યોગનું કેમીકલયુકત પાણી પોરબંદર નળકના દરિયામાં છોડવા અંગેના પ્રોજેકટનો વિરોધ સમગ્ર જિલ્લામાંથી ઉઠી રહ્રાો છે. અનેક સામાળક સંસ્થાઓ દ્વારા આ પ્રોજેકટનો વિરોધ કરવામાં આવી રહ્રાો છે તેમ છતાં જો પ્રોજેકટ રોકવામાં નહીં આવે તો ભવિષ્યમાં આંદોલનના એંધાણ પણ વતર્ાઈ રહ્રાા છે.

 

પોરબંદરમાં મોટાભાગના પરિવારનું ગુજરાન માછીમારી પર નિર્ભર છે અને પોરબંદર શહેરનો આર્થિક વ્યવહાર જ આ ધંધા ઉપર ટકી રહ્યો છે. આ યોજના સાકાર થશે એટલે દરિયામાંની જળસૃષ્ટિનો સંપુર્ણ નાશ થશે. જેની સૌથી મોટી અસર માછીમારો ઉપર નભતા સમાજને થશે. દરિયો પ્રદુષિત થતા અનેક પ્રકારના પર્યાવરણીય આફતો આવશે. પ્રદુષીત પાણી જળચર પ્રાણીઓ, માછલીઓના પેટમાં જતા અનેક નવા રોગનો ભોગ આ જળચર પ્રાણી બનશે અને તેને કારણે માનવ ઉપર પણ નવા રોગો ઉત્પન્ન થશે. માછલીઓની ગુણવત્તા ઉપર અનેક પ્રકારની અસર થવાથી મત્સ્ય ઉત્પાદનની નિકાસ ઉપર પણ અસર થશે. સમગ્ર વિશ્ર્વ માં અને ભારતમાં કાનુન પ્રમાણે પ્રદુષિત પાણી દરિયામાં છોડી શકાતું નથી. ઉપરોકત મુદ્દાઓ અને હકીકતને ધ્યાને લઇને અમારી લાગણી અને માંગણીને ધ્યાને લઇને વહેલીતકે પાઇપલાઇન મારફત પ્રદુષિતયુકત પાણી દરિયામાં ઠાલવવાની યોજના પડતી મુકાવી ને દરિયાઇ જળસૃષ્ટિને બચાવવા અને કિનારાના માનવ વસવાટને બચાવવા માંગ છે.

અનેકવિધ સંસ્થાઓ અને સંગઠનો મેદાને, આંદોલનના ભણકારા

પ્રકૃતિ-ધ યુથ સોસાયટીના ચેરમેન ડોકટર નુતનબેન ગોકાણી સહિતની ટીમે આ પ્રોજેકટનો સખ્ત શબ્દોમાં વિરોધ કરી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેતપુર સાડી ઉદ્યોગનો આ કદડો પોરબંદરના દરિયામાં ઠાલવવા સામે પોરબંદર કોંગ્રેસ અગ્રણી રામદેવભાઈ મોઢવાડીયાએ પણ પોતાનો વિરોધ વ્યકત કચરો છે.

તેમણે જણાવ્યું હતું કે આ કેમીકલયુકત પાણી પોરબંદર નળકના દરિયામાં ઠાલવાશે તો દરિયાઈ ળવસૃષ્ટિને ભારે નુકસાન થશે તેમ જણાવી પ્રોજેકટ રદ કરવા માંગણી કરી હતી. જેતપુર સાડી ઉદ્યોગનું પ્રદૂષીત પાણી પોરબંદર નળક દરિયામાં ઠાલવવાની વાતને લઈને ખારવા ચિંતન સમિતિ દ્વારા પણ ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે.

આ પ્રોજેકટ જો રોકવામાં નહીં આવે તો ખારવા ચિંતન સમિતિએ આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી છે. જેતપુરનું કેમીકલયુકત પાણી પોરબંદરના દરિયામાં છોડવા અંગે હીલચાલ થઈ રહી છે. જેને લઈને જિલ્લાભરમાંથી વિરોધનો સૂર ઉઠી રહ્રાો છે ત્યારે આજે જે.સી.આઈ. દ્વારા પણ કલેકટરને આવેદનપત્ર પાઠવી આ પ્રોજેકટનો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.