Abtak Media Google News

વિપક્ષી નેતા પરેશ ધાનાણી અને કોંગી ધારાસભ્યો ઉપસ્થિત રહ્યાં

નીચાં કોટડા મુકામે ભીલ ભાઈઓની વાડીમાં અલ્ટ્રાટેક માઈનિંગ પ્રોજેક્ટ ના વિરોધમાં નિર્દોષ ૯૨ લોકોને ખોટી રીતે જેલ હવાલે કરવામાં આવ્યા હતા તેમને છોડાવવામાં નિ:શુલ્ક કેસ લડી ૯૨ લોકોને જામીન અપાવ્યા તેવાં વકીલ તથા આ ૯૨ લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ આ કાર્યક્રમમાં વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી મહુવાના પૂર્વ ધારાસભ્ય ડો. કનુભાઈ કળસરીયા તળાજા નાં ધારાસભ્ય કનુભાઈ બારૈયા, લાઠીનાં ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમર ઉનાના ધારાસભ્ય પુંજાભાઈ વંશ ચોટીલા નાં ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણા તેમજ કોકિલાબેન કાકડીયા, પાલભાઈ આંબલિયા, વિજયભાઈ બારૈયા જી.જે.પી રાષ્ટ્રીય મહામંત્રી અશોકભાઈ ભાલિયા વિર માંધાતા સંગઠન ભાવનગર અધ્યક્ષ રાજુભાઈ સોલંકી રાજભાઈ મહેતા નીતાબેન વૈધ, સોનલબેન પટેલ ખેડૂત આગેવાન પ્રતાપભાઇ ગોહિલ ભરતસિંહ વાળા સહિતના દરિયાકાંઠા વિસ્તારના આંદોલન સાથે જોડાયેલા પ્રતિનિધિઓ મહુવા તાલુકાના નીચા કોટડા ગામે એકઠા થયા હતા જેમાં જાફરાબાદનાં ભંકોદરથી ધારાબેન ધૂંધળવા રાજુલાથી અજય શિયાળ પવનચક્કી હટાવો આંદોલન સમિતિ માંથી કિશોરભાઈ, દીપકભાઈ, નરેશભાઈ બાંભણીયા તથા બાડી પડવા આંદોલન  સમિતિના સદસ્ય કનકસિંહ ગોહિલ ઉપસ્થિતનાં આસપાસ નાં ગામોમાંથી બોહળી સંખ્યા માં હાજરી આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.