વિધાનસભાની ચૂંટણી પુર્વે :રાજયમાં પોલીસ બેડામાં મોટાપાયે  ફેરફાર: 27 પીઆઈ અને  34 પીએસઆઈની બદલી

રાજકોટ ગ્રામ્યના કે.જે. રાણાને રાજકોટ શહેરમાં આઈ.એન. ઘાસુરાને અમદાવાદ શહેર: આઈ.બી.ના એચ.એમ.ગઢવીને  સુરત અને  આર.સી. કાનમીયાને દાહોદ ખાતે નિમણુંક

કુલદીપસિંહ ગોહિલ,  રાજદીપસિંહ ગોહિલ,   પરમાર સહદેવસિંહને  અને સરવૈયા ઈન્દ્રજીતસિંહને રાજકોટ ગ્રામ્ય બદલી

વિધાનસભાની ચૂંટણી જાહેર થવાની ગણાતી ઘડીયો પૂર્વે રાજ્યમાં મોટાપાયે  પોલીસ બેડામાં  બદલી કરવામાં આવી છે.  વધુ સહિત 27 પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી ના હુકમો કરવામાં આવ્યા છે જેમાં અગાઉ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવી ચૂકેલા એચ.એમ ગઢવીને સુરત રાજકોટ ગ્રામ્યના કે. જે. રાણા ને રાજકોટ શહેરમાં નિમણૂક આપવામાં આવી છે. વધુ વિગત મુજબ ચૂંટણી પંચની ગાઈડ લાઈન મુજબ 3 વર્ષથી વધુ સ્થળોએ ફરજ બજાવતા અધિકારી અને કર્મચારીઓને બદલી કરવાના આદેશને પગલે રાજ્યના પોલીસવડા આશિષ પાટીયા દ્વારા આજે વધુ 27 પોલીસ ઇન્સ્પેક્ટરો અને 34 પીએસઆઇઓની બદલીના હુકમો કરવામાં આવ્યા છે.

જેમાં પશ્ચિમ કચ્છના એ.જે. અન્સારીને આણંદ ,રાજકોટ ગ્રામ્યના કે.જે .રાણા ને રાજકોટ શહેર ,બોટાદના વી.પી. ગોલને મોરબી, દેવભૂમિ દ્વારકા ના પી.એમ .જુડાલને પંચમહાલ, જુનાગઢ પીટીસીના કે.પી.ખરાડીને પંચમહાલ, સુરેન્દ્રનગરના આર.જી ચૌધરી ને નર્મદા, ભાવનગરના એ. એમ. વાળાને ગાંધીધામ, ગાંધીધામના ડી.એમ. ઢોલ ને મોરબી, સુરેન્દ્રનગરએલ. સી.બી. ના વી.એમ .દેસાઈને સ્ટેટ કંટ્રોલ રૂમ ,રાજકોટ ગ્રામ્યના આઈ.એન ઘાસુરાને અમદાવાદ શહેર, અમરેલીના ડી.બી.વાળાને ગાંધીનગર ખાતે બદલી કરવામાં આવી છે.

જ્યારે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવી ગયેલા અને હાલ આઇબી માં ફરજ બજાવતા એચ.એમ.ગઢવીને સુરત,અમદાવાદ શહેરના ડી.ડી.પરમારને રાજકોટ વિભાગમાં ,વડોદરા શહેરના એસ.જી .ખાંભલાને ગાંધીધામ, કરાઈ એ. આર.ઝાલા ને ગાંધીનગર ,આણંદના એમ.જે. ચૌધરીને બનાસકાંઠા ,એસસીબી ના પી.કે .પટેલને પાટણ, ભશમ ક્રાઇમના એ.વી. દેસાઈને બનાસકાંઠા, નર્મદા ના પી.આર.જાડેજા ને વડોદરા ગ્રામ્ય, ગાંધીનગરના કે. પી .પરમારને આદિજાતિ વિકાસ વિભાગ, ગાંધીનગર સ્ટેટ કંટ્રોલરૂમના વીઆર ગાગીયાને સુરત ગ્રામ્ય, બનાસકાંઠાના બી.કે.ચૌધરીને સુરત શહેર ,સાબરકાંઠાના એન.આર. બ્રહ્મભટ્ટને એટીએસમાં, પંચમહાલના કે.કે. ઝાલાને ખેડા ખાતે નિમણૂક આપવામાં આવી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર કચ્છના આઠ સહિત રાજ્યના 34 પીએસઆઇઓની બદલીના હુકમો કરવામાં આવ્યા છે.જેમાં રાજકોટ જિલ્લાના સાપર પોલીસ મથકમાં ફરજ બજાવી ગયેલા અને હાલ કોડીનાર ફરજ બજાવતા ગોહિલ કુલદીપસિંહ ને ફરી રાજકોટ ગ્રામ્યમાં, રાજકોટ ગ્રામ્યના ચુડાસમા ભાનુમતિબેનને ભાવનગર,જૂનાગઢના ધોકડિયા પ્રકાશચંદ્રને બનાસકાંઠા, દેવભૂમિ દ્વારકાના સી.બી. જાડેજા ને આઈબી, ભુજના એરવાડીયા ચંદ્રિકાબેનને સુરેન્દ્રનગર, રાજકોટ શહેરના હરપાલસિંહ જાડેજા ને પોરબંદર, સુરેન્દ્રનગરના ઈસરાની અનિરુદ્ધભાઈને ગાંધીનગર રેલ્વે , સુરેન્દ્રનગરનાં ડામોર લક્ષ્મણભાઈ ને અમદાવાદ શહેર ખાતે બદલી કરવામાં આવી છે. જ્યારે સુરત શહેરના ઝાલા ધર્મેન્દ્રસિંહ ને જુનાગઢ, મહેસાણાના ચાવડા કમલેશકુમાર ગીર સોમનાથ,પંચમહાલના ભલગારીયા માનસીને ભાવનગર, રાજકોટ શહેરના પરમાર સહદેવસિંહ મહિપતસિંહને રાજકોટ ગ્રામ્ય, સોરઠ ચોકીના સરવૈયા ઇન્દ્રજીતસિંહ ને રાજકોટ ગ્રામ્ય, ગાંધીનગર ગોહિલ રાજદીપસિંહને રાજકોટ ગ્રામ્ય, વડોદરા પશ્ચિમ રેલવેના સિદી ઉમર શાહરૂખ જુનાગઢ, અમદાવાદ શહેરના ચાવડા સંદીપભાઈને પોરબંદર, નર્મદાના શેખ મોહમ્મદ ઇસાકને રાજકોટ શહેર ખાતે નિમણૂક આપવામાં આવી છે.

રાજયના બે  આઈ.જી. કક્ષાના મળી 12 આઈ.પી.એસ.ની બદલી

તાલીમ પૂર્ણ કરનાર સાત એસ.પી. કક્ષાના  અધિકારીને  અપાયા પોસ્ટીંગ

રાજ્યના ગૃહ વિભાગ દ્વારા મોડી સાંજે બે આઈજી કક્ષાના અને 10 એસપી કક્ષાના અધિકારીની બદલીના હુકમો કર્યા છે. જેમાં કરાઇ એકેડેમીના પ્રિન્સિપાલ એન.એન. ચૌધરીને અમદાવાદ ટ્રાફિકમાં, અમદાવાદ ટ્રાફિકના એ.જી. ચૌધરીને કરાઇ પ્રિન્સિપલ તરીકે,સુરત ઝોન 1 ડીસીપી આર.ટી સુસરાને મરીન તાસ્ક ફોર્સના કમાન્ડર તરીકે, સુરત ડીસીપી ઝોન 3 ઉષા રાડાને એસ.આર.પી.ગ્રુપ 11 વાવ, અમદાવાદ સીટી પોલીસ કંટ્રોલ રૂમના હર્ષદકુમાર પટેલને ગાંધીનગર એમટી વિભાગમાં, અમદાવાદ ડીસીપી ઝોન 4 મુકેશકુમાર પટેલને ભશમ ભશિળય ગાંધીનગર,હજીરા મરીન તાસ્ક ફોર્સના કમાન્ડર પિનાકીન પરમારને સુરત ડીસીપી ઝોન 3, વડોદરા સેન્ટ્રલ જેલના વડા બલદેવસિંહ વાઘેલાને અમદાવાદ ટ્રાફિક ના વહીવટી વિભાગમાં, એસઆરપી ગ્રુપ 11 ના સેનાપતિ હેતલ પટેલને સુરત સીટી સ્પેશિયલ બ્રાન્ચમાં, એસઆરપી ગ્રુપ સેનાપતિ કોમલબેન વ્યાસને અમદાવાદ સીટી કંટ્રોલરૂમ , અમદાવાદ હેડ ક્વાટરના ડીસીપી કનન દેસાઈને અમદાવાદ સીટી ડીસીપી ઝોન 4, અમદાવાદ ટ્રાફિકના વહીવટી વિભાગના ડીસીપી ભક્તિ ઠાકરને સુરત સીટી ડીસીપી ઝોન 1 ખાતે બદલી કરી અને તાત્કાલિક ફરજ ના સ્થળેથી નવા ફરજના સ્થળે હાજર થવા આદેશ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત  વર્ષ   2019-20ની બેંચના સાત આઈ.પી.એસ. અધિકારીઓની તાલીમ પૂર્ણ થતા  પોસ્ટીંગ  આપવામાં આવ્યા છે.  જેમાં અજમાયશી સ્થળ પશ્ર્ચિમ  કચ્છ ખાતે   ફરજ બજાવતા   આલોકકુમારને ડી.સી.પી. સ્ટેટ ટ્રાફીક  બ્રાંચ ગાંધીનગર,  સુરેન્દ્રનગર શિવમવર્મા સી.આઈ.ડી. ગાંધીનગર,   સુરત ગ્રામ્ય  બિશાખાજૈન એન્ટીહ્યુમન ટ્રાફીકીંગ ગાંધીનગર,  પાટણ રાઘવ જૈન ફોડ ઈન્વેસ્ટીગેશન ગાંધીનગર, ભાવનગર અગ્રવાલ જીતેન્દ્ર  સ્ટેટ ટ્રાફીક, દેવભૂમિ દ્વારકા  નિધિ ઠાકુર એન્ટી હૃમન ટ્રાફીકીગ ગાંધીનગર અને દાહોદ  કોરૂકોડા સિધ્ધાર્થ   સ્ટેટ ટ્રાફીક બ્રાંચ   ગાંધીનગર ખાતે  પોસ્ટીંગ  આપવામાં આવ્યા છે.

ત્રણ જીએએસ અને 11 મામલતદારની બદલી

અમરેલી જિલ્લા સિવિલ સપ્લાય શ્ર્વેતા પંડયાને ગાંધીનગર  દ્વારકાના નાયબ કલેકટર ગ્રીસ્વારાવને જામનગર સ્ટેમ્પ ડયુટી

વિધાનસભાની ચૂંટણી જાહેર થાય તે પૂર્વે રાજ્યના વહીવટી વિભાગ દ્વારા ત્રણ નાયબ ક્લેક્ટર ક્ક્ષાના  અને 11 મામલતદારોની બદલીના હુકમો કરવામાં આવ્યા છે.

જેમાં ગાંધીનગર જીલ્લા સપ્લાય ઓફીસર એ.આર.ઠાકરને ગાંધીનગર શહેરી વિકાસમાં, અમરેલી જીલ્લા સપ્લાય ઓફીસર શ્વેતા પંડયાને ગાંધીનગર જીલ્લા સપ્લાય ઓફીસર તરીકે અને દેવભૂમી દ્વારકાના ડેપ્યુટી ક્લેક્ટર ગ્રીસ્મા રાવાને જામનગર સ્ટેમ્પ ડ્યુટી ખાતે બદલી કરવામાં આવી છે.

આ ઉપરાંત અમદાવાદ ઓડાના આર.એન. પરમારને ગાંધીનગર ડીઝાસ્ટર અમદાવાદ મેટ્રો પોલીટન એમ.એફ.વહોનીયાને અમદાવાદ કલેકટર ચીટનીસ, અમદાવાદ ક્લેકટર ચીટનીસ કે.એમ.મહેતાને અમદાવાદ મેટ્રો કોર્ટમાં, બનાસકાંઠા કલેકટર પી.આર.ઓ. બી.એસ. ખાસોરને અમદાવાદ ઓડા અમદાવાદ ડીઝાસ્ટરના એ.એમ.શુકલાને અમદાવાદ ક્લેક્ટર કચેરીમાં સાબરકાંઠા ક્લેક્ટર ચીટનીસ કે પી.ગોહીલને અમદાવાદ ડીઝાસ્ટર, મહેસાણા સ્પીપાના એમ.ટી.રાજપૂતને મહેસાણા, મહુવાના મામલતદાર સી.વી.ચૌધરીને બોડેલી, બોડેલીના મામલતદાર એચ.એસ.શેખને મહુવા, ગાંધીનગર કલેકટર પી.આર.ઓ. જે.એન.દરબારને શિહોર અને ડી.કે.ધ્રુવને ગાંધીનગર ક્લેક્ટર ચીટનીસ તરીકે બદલી કરવામાં આવી છે.