Abtak Media Google News

10 ડિસેમ્બરે ચિત્ર સ્પષ્ટ થશે: તા. 17 ને શુક્રવારે મતદાન

આગામી 17મીએ યોજનારી બાર એસો.ની ચુંટણી માટે ઉમેદવારોનો પદ માટે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. ત્યારે આજે બપોર સુધીમાં પ્રમુખ અને ઉપપ્રમુખના પદ સહિતના હોદા માટે કુલ 45 ફોર્મ ભરાયા છે.આગામી 17મી ડિસેમ્બરના રોજ બાર એસો.ની ચુંટણી માટે સમરસ અને જુનીયસ પેનલ વચ્ચે જંગ જામવાના એંધાણ વર્તાઇ રહ્યા છે.

ત્યારે પ્રમુખપદના માટે કુલ પ ફોર્મ ભરાયા છે. જેમાં એક સ્વતંત્ર ઉમેદવાર છે. જયારે ઉપપ્રમુખ માટે ર અને સેક્રેટરી માટે ર તથા જોઇન્ટ સેક્રેટરી માટે 3, ખજાનચી માટે ર, લાયબ્રેરી માટે ર અને કારોબારીની ઓપન બેઠક માટે ર7 ફોર્મ ભરાયા છે. જયારે મહિલા અનામતની બેઠક માટે કુલ 3 ફોર્મ બપોર સુધીમાં ભરાયા હતા.બાર એસોની ચુંટણી માટે પોતાના મનપસંદ ઉમેદવારોને ચુંટણી લડાવવા તથા જીતાડવા માટે વકીલ લોબીમાં તમામ પ્રયાસો થઇ રહ્યા છે.આજે બપોરે 2.30 વાગ્યાનો અંતિમ સમય ફોર્મ ભરાવા માટેનો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.